મિત્રો બ્લડ પ્રેશર એક ગંભીર બીમારી છે. આજના સમયમાં જોઈ શકાય છે કે આકસ્મિક થતા મૃત્યુ પાછળ હાઇપર ટેન્શન પણ એક મોટું કારણ હોય છે. આ સમસ્યાની પાછળ લોકોનું ખાનપાન હોય છે, કારણ કે આજના સમયમાં લોકોને જંક ફૂડ જેવા કે, પીઝા, બર્ગર, મોમોસ અને નુડલ્સ વગેરે ખાવાનું ખૂબ જ પસંદ હોય છે, જેના કારણે બ્લડ પ્રેશર ની સમસ્યા વધી રહી છે અને પછી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા મોંઘી દવાઓ ખાવી પડે છે, તો મિત્રો આજે આપણે જાણીશું કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે કયા દેશી ઉપાયો આજમાવવા જોઈએ સાથે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરી ને આ ગંભીર બીમારીથી બચી શકાય.
હાઈ બ્લડ પ્રેશર થી બચાવ:- 1) જો કોઈ વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી બચવા ઇચ્છતી હોય તો સૌથી પહેલા તેને ખાવા પર નિયંત્રણ રાખવું જોઈએ. ઘરનું બનેલું ખાવાનું જ ખાવું. બહારના પેકેટ ફૂડ અને જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ. 2) હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાથી બચવા માટે વેઇટ પર કંટ્રોલ કરવો. જો વજન વધેલું હોય તો હાઈ બીપી થઈ શકે છે. 3) આ સમસ્યાથી બચવા માટે દરરોજ અડધો કલાક ઓછામાં ઓછો વ્યાયામ કરવા ખાસ કરીને યોગ પણ કરવા જોઈએ. જેથી કરી ને હ્રદય ને લગતી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
4) અનાજ, ફળ, શાકભાજી, દૂધ અને ઓછી ફેટ વાળા ભોજન લેવા તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. 5) ડાયટમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ લેવું. દાળ, સોયાબીન, ડુંગળી, લસણ વગેરે ખાવામાં સામેલ કરો. 6) દરરોજ વ્યક્તિએ ચાર થી પાંચ અખરોટ અને પાંચ થી છ બદામ ખાવી જોઈએ. 7) સફરજન, જામફળ, સંતરા, દાડમ, કેળા, અનાનસ, પપૈયુ, મોસંબી વગેરે ફળનું સેવન કરો.
8) દરરોજ સવારમાં ઉઠીને ખાલી પેટે બે લસણ ખાઓ. લીંબુ પાણી, સોયા, અળસી અને કાળા ચણા નું સેવન કરો. 9) દરરોજ ખૂબ પાણી પીવો. 10) સલાડ ને ખાવાની સાથે સામેલ કરો તેમાં તમે ડુંગળી, મૂળો,ટામેટા, ગાજર, કાકડી કોબીજ વગેરે સામેલ કરી શકો છો.
હાઈ બીપી માં કઈ વસ્તુઓથી દૂર રહેવું:-1) મીઠું ઓછું ખાવું, કોફી અને ચા નુ સેવન ઓછામાં ઓછું કરવું. 2) ડબ્બા બંધ ખાદ્ય પદાર્થ, નમકીન, બિસ્કીટ, ચિપ્સ કે કોઈપણ પેકેટ વાળું ફૂડ ન ખાવું. 3) ધુમ્રપાન અને આલ્કોહોલ થી દૂર રહેવું. 4) પીઝા, બર્ગર વગેરે ન ખાવું. 5) ખાવાનું ખાતા સમયે તમારા ભોજનમાં મીઠું ઉપરથી ન નાખવું સલાડમાં પણ મીઠું ન નાખવું. ચટણી, અથાણું આજીનો મોટો અને સોસથી દુરી રાખવી.
6) ઓછી ફેટ વાળા ભોજનનું સેવન કરવું, જેમ કે પૂરી અને પરાઠા થી દૂર રહેવું. 7) સૂતી વખતે બીપી ઓછું હોય છે તેથી ઊંઘ પૂરી લેવી. 8) ગુસ્સો ન કરવાનો પ્રયત્ન કરવો તણાવ ભરેલા માહોલ થી દૂર રહેવું. તેના માટે તમે મેડીટેશન અને યોગનો સહારો પણ લઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay