પ્રાચીનકાળથી જ આપણા ભારતમાં આયુર્વેદ દ્વારા લોકોમાં ખાણીપીણી અને સ્વાસ્થ્ય માટે જાગૃતતા ફેલાવવામાં આવી છે. પહેલાના જમાનામાં લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા. આજ ની હાઈ ફાઈ લાઇફ સ્ટાઇલ, પ્રદુષણ અને ખાણીપીણી ને લીધે અકાળે જ વાળની અનેક સમસ્યાઓ થવા લાગે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ કારણ વગર જ વાળ જાતે જ તૂટીને પાતળા થઈ જાય છે અને કમજોર બની જાય છે. એટલે કે માથામાં ડેન્ડ્રફ ન હોય કે સ્કેલ્પ ઇન્ફેક્શન ન હોય તો પણ વાળ ખરી ને તેનો વોલ્યુમ ઓછો થઇ જાય છે.
તેથી અનેક લોકોને એ પ્રશ્ન થાય છે કે વાળને ઘેરા બનાવવા તથા તેની દરેક સમસ્યાઓ દૂર કરવા માટે શું ખાવું જોઈએ. તો આ સમસ્યાઓને દૂર કરવા માટે ફળ અને શાકભાજી સિવાય કેટલીક જડીબુટ્ટીઓ છે જેનું નિયમિત સેવન કરવાથી વાળ ઘેરા બની શકે છે. આ જડીબુટ્ટીઓમાં આયુર્વેદિક ગુણ હોય છે, જે બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે અને શરીરમાંથી પિત્ત દોષોને દૂર કરે છે અને વાળને ઘેરા બનાવવામાં ઉપયોગી બને છે.
વાળને ઘેરા બનાવવા માટેની જડીબુટ્ટીઓ:-
1. ત્રિફળા અને આમળા:- ત્રિફળા અને આમળાનું સંયોજન વાળને હેલ્ધી રાખવા માટે હંમેશાથી લાભદાયક રહ્યું છે. ત્રિફળાનું સેવન કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે જેનાથી તમારા વાળ લાંબા સમય સુધી તેની સુંદરતા જાળવી રાખે છે. આમળામાં વિટામીન સી હોય છે જે વાળને મૂળમાંથી હેલ્ધી રાખે છે અને તેની બનાવટ ને વધુ સારી બનાવે છે.
2. બ્રાહ્મી અને ભૃંગરાજ:- બ્રાહ્મી અને ભૃંગરાજ બંને એવી જડીબુટ્ટીઓ છે જે વાળને ઘેરા બનાવવામાં મદદરૂપ થાય છે. બ્રાહ્મી વાળમાં સુરક્ષાત્મક કવચ બનીને મદદ કરે છે. આ વાળને ચમકદાર બનાવી રાખવામાં ઉપયોગી છે. બ્રાહ્મી મા મુખ્ય વાત એ છે કે ડેન્ડ્રફ, ખીલ વગેરેને દૂર કરવામાં મદદગાર છે. તણાવના કારણે ખરતા વાળમાં બ્રાહ્મી ખૂબ જ ઉપયોગી છે. વાળના મૂળને પોષણ આપે છે અને ખરતા અટકાવે છે.
આના સિવાય ભૃંગરાજ ના પાન ચાવવાથી તેનો અર્ક વાળના મૂળને પોષણ આપે છે. તમે આનો પાવડર બનાવીને પણ વાળમાં લગાવી શકો છો. આને તમે એક-એક ચમચી સવારે અને સાંજે લઈ શકો છો. જો તમે ભૃંગરાજ અને બ્રાહ્મી બંનેનો એકસાથે ઉપયોગ કરો તો વાળ લાંબા, કાળા અને ઘેરા બને છે. આનાથી વાળ રેશમી-સિલ્કી બને છે. વાળને સફેદ થતાં અટકે છે.
3. એલોવેરા:- પ્રાચીનકાળથી જ એલોવેરા વાળ અને ત્વચા માટે અત્યંત લાભદાયી છે. એલોવેરાની ખાસ વાત એ છે કે આ એન્ટી બેક્ટેરિયલ છે. અને મોસમી સ્કૅલ્પ ઈન્ફેક્શનથી બચાવવા માં અસરકારક છે. જો વારંવાર આનો ઉપયોગ કરવામાં આવે તો વાળ નો વોલ્યુમ વધવામાં કારગર નિવડે છે. એલોવેરા જેલ સ્કેલ્પ ના પીએચ સંતુલનને પુનઃસ્થાપિત કરે છે, જે વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. આ તમારા વાળને મોઇસ્ચરાઇઝ અને હાયડ્રેટ કરવાની સૌથી સરળ રીત છે. તમે આનો જ્યુસ પણ પી શકો છો. તમે આની જેલને સીધી સ્કેલ્પ પર પણ લગાવી શકો છો. સૌથી સારુ પરિણામ મેળવવા આને માથામાં લગાવીને તેની માલિશ કરો.
4. અશ્વગંધા:- અશ્વગંધાની ખાસ વાત એ છે કે તેનું નિયમિતરૂપે સેવન કરવાથી તમારા વાળ મૂળમાંથી મજબૂત બને છે અને નવા વાળ ઊગવા માં પણ સહાયતા મળે છે. વાળને હેલ્ધી રાખવા માટે અશ્વગંધાના મૂળિયાને ઉકાળીને તેનું પાણી પીવું અથવા તેનો પાવડર બનાવીને ગરમ પાણી સાથે તેનું સેવન કરવું. અશ્વગંધા માં ટાયરોસિન નામક એમીનો એસિડ હોય છે જે વાળને ઘેરા બનાવવામાં સહાય કરે છે. તેના સિવાય આ ખાસ પ્રોટીન વાળને સફેદ થતાં અટકાવે છે અને વાળમાં મેલાનિન ની માત્રા વધારે છે. જેથી વાળની રંગતમાં સુધાર આવે છે.
5. જટામાંસી:- વાળ માટે જટામાસી ખૂબ જ ખાસ ઔષધી ની રીતે કામ કરે છે. જો તમે જટામાસી ને પીસીને તેનો પાવડર બનાવીને રોજ તેનું થોડું થોડું સેવન કરો તો નવા વાળ ના વિકાસમાં મદદ મળશે. આમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કેલ્પમાં બળતરાને ઓછી કરે છે અને ઈંફેક્શનથી બચાવે છે. તેના સિવાય નિયમિત રૂપે જટામાસી નું પાણી પીવાથી વાળ તૂટતા ખરતા નથી અને મુલાયમ તથા લાંબા બને છે.
આ પ્રમાણે આ દરેક જડીબુટ્ટીના સેવન તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારી છે. આ દરેકની ખાસ વાત એ છે કે તમે આને ખાઈ પણ શકો છો અને તમારા વાળમાં લગાવી પણ શકો છો. આના સિવાય વાળને ખરતા અટકાવવા માટે અને લાંબા વાળ માટે તમારે યોગ પણ કરવો જરૂરી છે કારણ કે આ બ્લડ સર્ક્યુલેશનને શ્રેષ્ઠ બનાવે છે અને તમારા વાળને હેલ્ધી રાખે છે.