કબજીયાત અને ગેસની તકલીફમાં રાહત મેળવવા માટે તમે આયુર્વેદમાં ઉપસ્થિત જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકો છો આવો જાણીએ તેના વિશે. આજકાલ ખાણીપીણીની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. આપણી ખરાબ ખાણીપીણીના કારણે આપણું પેટ ખરાબ થઈ જાય છે અને તેના કારણે કબજીયાત અને ગેસની સમસ્યા ઊભી થાય છે. પેટ યોગ્ય રીતે સાફ ન થાય તેના કારણે આપણો સંપૂર્ણ દિવસ ખરાબ જાય છે. મળ ત્યાગતી વખતે વધુ જોર લગાવવાથી આપણને હરસ જેવી તકલીફ થઈ શકે છે. કબજીયાત અને ગેસની તકલીફ એક સાથે થવાથી લોકોને બીજા વ્યક્તિ સાથે શરમિંદગી ઉઠાવવી પડે છે તેવી પરિસ્થિતિમાં આ સમસ્યાથી દૂર રહેવા માટે આપણે આયુર્વેદિક ઉપાયો નો સહારો લેવો જોઈએ. આજે અમે આ લેખમાં ગેસ અને કબજિયાત ની આયુર્વેદિક દવાઓ વિશે જણાવીશું.
ગેસ અને કબજીયાત ની આયુર્વેદિક દવા
1 દ્રાક્ષનું સેવન કરો:- આયુર્વેદમાં દ્રાક્ષનુ ખાસ મહત્વ હોય છે. દ્રાક્ષનું સેવન આપણા શરીરની આયર્નની ઉણપને દૂર કરી શકે છે. તેનાથી આપણું બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારું થાય છે. જો તમને ગેસ અને કબજિયાતની તકલીફ છે તો દ્રાક્ષનું સેવન કરો.તેનું સેવન કરવા માટે લગભગ 8 થી 10 ગ્રામ દ્રાક્ષ તો તેને રાત્રે પાણીમાં પલાળી મૂકી રાખો . સવારે તેના બીજ બહાર કાઢીને તેને સામાન્ય ગરમ પાણી સાથે તેનું સેવન કરો તેનાથી ગેસ અને કબજીયાતની સમસ્યા દૂર થઈ શકે છે.
2 એરંડીનું તેલ:- ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે સૂતી વખતે એરંડીયા તેલનુ સેવન કરો. તેનાથી તમને ખૂબ જ ફાયદો મળશે. તેની માટે એક ગ્લાસ ગરમ દૂધ લો અને તેમાં લગભગ એકથી બે ચમચી એરંડિયું તેલ નાંખો તેનાથી તમારી તકલીફ દૂર થઈ જશે.
3 બીલી ફાયદાકારક સાબિત થશે:- બીલીપત્રના પાન અને તેનું ફળ બંને, ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી રાહત આપી શકે છે. તેનું સેવન કરવા માટે 1 કપ બીલીપત્રના ફળની અંદરનો ગર્ભ લો, ત્યાર બાદ તેમાં 1 ચમચી ગોળ નાખીને બરોબર મિક્સ કરો. પછી સાંજે ભોજન કરતા પહેલા આ મિશ્રણનું સેવન કરો. તેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દુર થઈ જશે.
4 જીરૂ અને અજમો:- ગેસ અને કબજિયાતની તકલીફ થાય ત્યારે જીરું અને અજમાનું સેવન કરવું જોઇએ. તેની માટે જીરું અને અજમો અને ધીમી આંચ પર અમુક મિનિટ માટે મુકો ત્યારબાદ બરાબર માત્રામાં તેમાં સંચળ ઉમેરો. હવે તેને એક જારમાં બંધ કરીને મુકો દરરોજ એક ગ્લાસ સામાન્ય ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી કબજીયાત અને ગેસની તકલીફમાંથી છુટકારો મળી શકે છે.
5 ત્રિફળા ચૂર્ણ:- ગેસ કબજિયાતમાં રાહત મેળવવા માટે ત્રિફળા ચૂર્ણ આપણા માટે ફાયદાકારક છે. તેની માટે રાત્રે સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ચમચી ત્રિફળા ચૂર્ણનું સેવન કરો. તેનાથી જૂનામાં જૂની કબજીયાતની તકલીફમાંથી છુટકારો મળી શકે છે.
6 મુલેઠી:- ગૅસ અને કબજિયાતમાંથી છુટકારો મેળવવા માટે મુલેઠીનું સેવન કરી શકાય છે. તેનું સેવન કરવા માટે એક ચમચી મુલેઠીનુ ચૂર્ણ લો હવે તેમાં એક ચમચી ગોળ ઉમેરીને તેનું સેવન કરો. તેનાથી કબજીયાતમાં ખૂબ જ આરામ મળે છે.
7 વરીયાળી:- ગેસ અને કબજિયાત થી ઝઝૂમી રહેલા લોકો માટે વરિયાળી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની માટે તેને રાત્રે સૂતાં પહેલાં એક ચમચી શેકેલી વરિયાળી લો અને વરિયાળીની સાથે એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરો. તેનાથી તમને ખૂબ જ આરામનો અનુભવ થશે.
8 અળસી:- કબજિયાત અને ગેસમાંથી રાહત મેળવવા માટે અળસીનાં બીજ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાત્રે સુતા પહેલા તેનું એક ચમચી સેવન કરો તેનાથી તમને ખૂબ જ આરામ મળશે. ગેસ અને કબજીયાતની તકલીફ દૂર કરવા માટે તમે આ ઉપાયોનો સહારો લઇ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તમારી તકલીફ વધી રહી છે તો ડોક્ટરની સલાહ જરૂર લો.