દરેક પ્રકારના શાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. આપણે દરેક પ્રકારના શાકનું સેવન કરીએ છીએ. આવા શાકમાં એક દુધીનો સમાવેશ થાય છે. આપણે અવારનવાર દૂધીના શાકનું સેવન કરતા પણ હોઈએ છીએ, દૂધીના ફાયદાથી આપણે અજાણ્યા નથી. પરંતુ તમારા માંથી મોટાભાગના લોકો દૂધીને ખાધા બાદ તેની છાલને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો દૂધીના છાલ પણ આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં અનેક રીતે ફાયદાકારક છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી દુધીની છાલથી થતા કેટલાક ફાયદા વિશે જણાવીશું.
દુધીની છાલમાં વિટામીન b1, b6 અને b3 વગેરે પ્રાપ્ત થાય છે. આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું પુષ્કળ પ્રમાણ હોય છે. જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. દુધીની છાલ તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આ તમારી ત્વચા પર થતા ડાઘ, ધબ્બા, સન ટેનિંગ અને સન બર્ન જેવી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ દૂધીની છાલથી સ્વાસ્થ્યને થતા કેટલાક ફાયદા વિશે.
1) સન ટેનિંગ:- તાપમાં અવારનવાર તપતી ત્વચાથી દરેક જણ પરેશાન રહે છે. સન ટેનિંગ આજના સમયમાં એક સામાન્ય અને પરેશાન કરવા વાળી સમસ્યા છે. સન ટેનિંગ દૂર કરવા માટે દૂધીની છાલ ખૂબ જ ફાયદાકારક છે. દુધીની છાલમાંથી બનાવેલો ફેસપેક ત્વચા પર લગાવવાથી થોડાક જ દિવસોમાં ટેનિંગ દૂર થઈ જાય છે. તેના માટે તમે માત્ર દુધીની છાલને પીસી લો અને અસરગ્રસ્ત જગ્યા પર થોડા સમય માટે લગાવીને રહેવા દો. તમે ઈચ્છો તો દુધીની છાલને સીધી સ્કિન પર ઘસી પણ શકો છો. તેનાથી પણ તમારી સન ટેનિંગની સમસ્યા દૂર થશે.
2) ડલ સ્કિન:- દુધીની છાલમાં મિનરલ અને વિટામિન પ્રાપ્ત થાય છે,જે તમારી ત્વચા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમારી સ્કિન પણ ડલ થઈ ગઈ હોય કે સ્કીનનો નિખાર જતો રહ્યો હોય તો તમે પણ દુધીની છાલને એક ગ્લોઇંગ સ્કીન ફેસ માસ્ક બનાવી શકો છો. તેના માટે દૂધીની છાલને પીસીને તેમાં ચંદનનો પાવડર મેળવી લો અને તેને ચહેરા પર 30 મિનિટ માટે લગાવી લો. તેનાથી તમારી ત્વચામાં કુદરતી નિખાર આવી જશે. સાથે જ ત્વચા પર રહેલા ડાઘ ધબ્બા પણ દૂર થવા લાગશે, ત્વચા થઇ જશે એકદમ સાફ અને સુંદર.
3) પાચન:- દુધીની છાલમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. દુધી ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક શાક છે. જેટલા ફાયદા દૂધીના હોય છે લગભગ તેટલા જ તેની છાલના પણ હોય છે. દુધીની છાલનું સેવન કરવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. કબજીયાત, ઝાડા અને એસિડિટી વગેરે જેવી સમસ્યા નથી થતી. દુધીની છાલનું અત્યંત ટેસ્ટી શાક બનાવીને તમે તેના પાચનતંત્ર ના ફાયદા ઉઠાવી શકો છો. તેનું સેવન કરવાથી તમારી પાચન પ્રક્રિયા પણ તેજ બને છે.
4) બવાસીર:- બવાસીર એટલે કે પાઈલ્સ એક ખૂબ જ તકલીફ વાળી બીમારી છે. આ સમસ્યામાં ગુદાના બહારના અને અંદરના ભાગમાં સોજો આવે છે, જેના કારણે ગુદાના ભાગમાં મસો જામી થઈ જાય છે. બવાસીર માટે દૂધીની છાલ ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે તમે દૂધીની છાલને તાપમા સુકવીને પાવડર બનાવી લો અને આ પાવડરને પાણીમાં મેળવીને નિયમિત રૂપે પીવો. તેનાથી તમને આ સમસ્યામાં ખૂબ જ આરામ મળશે.
5) બળતરા:- દૂધીના છાલની તાંસીર સંપૂર્ણ રીતે ઠંડી હોય છે તેથી શરીરમાં થઈ રહેલી કોઈપણ પ્રકારની બળતરાને શાંત કરવા માટે દૂધી ખૂબ જ સારી માનવામાં આવે છે. ત્વચા પર થઈ રહેલી બળતરાથી રાહત મેળવવા માટે દૂધીની છાલ લો અને તમારા હાથ પગ કે અસરગ્રસ્ત ભાગમાં ધીરે ધીરે ઘસો. તેનાથી તમને ઘણી જ રાહત મળશે. ઠંડક મેળવવા માટે તમે તમારા પગના તળિયામાં પણ દૂધીની છાલને ઘસી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…