મિત્રો આજના ફાસ્ટ જમાનામાં માનવીના જીવનની ગતિ વિધિઓ પણ બદલાઇ ચૂકી છે. આપણે કેવી રીતે બેસીએ ઉઠીએ ત્યાં સુધી કે કેવી રીતે સુઈએ છીએ, આ બધી બાબતોની શરીરની મુદ્રા પર સીધી અસર થાય છે. ખુરશી પર કલાકો સુધી બેસી રહેવું તથા ગરદન ઝુકાવીને કલાકો સુધી ફોન પર ટાઈપિંગ કરવું આવી આદતો આપણા શરીરના બોડી પોશ્વરને 20 થી 30 વર્ષમાં કરી દેશે ખરાબ અને ગંભીર હાલત.
આખા દિવસ દરમિયાન ખુરશી પર બેસવું, ફોન કે લેપટોપ નો વધુ ઉપયોગ કરવો અને ઊંઘવાની ખરાબ સ્થિતિ આપણા બોડી પોશ્વર માટે ઘાતક સાબિત થાય છે. એક્સપર્ટે ગ્રાફિક પિક્ચર દ્વારા જણાવ્યું છે કે જો આપણે આપણી ખરાબ બોડી પોશ્વરને આવી રીતે નજર અંદાજ કરતાં રહીશું તો ભવિષ્યમાં તેના ખૂબ જ ખરાબ પરિણામ આવશે.
ટેક્સ્ટ ગરદન :- ટેક્સ્ટ ગરદન એ પુનરાવર્તિત તણાવની ઇજા અથવા ગરદનની ખોટી સ્થિતિ સાથે સંકળાયેલ સમસ્યા છે. આ મુશ્કેલી મોબાઈલ ફોન, કે સ્માર્ટ ગેજેટ નો ઉપયોગ કરતી વખતે ગરદનને કલાકો સુધી ઝુકાવીને એક જ પોઝિશનમાં રાખવાથી જોડાયેલી છે. ગરદનની ખરાબ પોઝિશન ‘સર્વાઇકલ સ્પાઇન કંપ્રેશરનું જોખમ વધી શકે છે.. સંકુચિત કરોડરજ્જુને કારણે હાથ અને આંગળીઓમાં કળતર અથવા દુખાવાનું ગંભીર સમસ્યા થઇ શકે છે.
કાઈફોસીસ :- આ ગ્રાફિકસ પિક્ચરમાં રીઢના ઉપરના ભાગની વક્રતા વધતી દેખાડવામાં આવ્યું છે. આ સમસ્યા સામાન્ય રીતે એવા લોકોને થાય છે જે લાંબા સમય સુધી ડેસ્ક કે ખુરશી પર બેસી રહે છે, અધ્યયન પ્રમાણે ખુરશી પર કલાકો સુધી બેસી રહેવાથી, કમર ઝુકાવી રાખવાથી કે પીઠ પર વજનદાર બેગ ટીંગાડવાથી પણ કાઈફોસીસ ની સમસ્યા વધી શકે છે.
સૈડ સોલ્ડર :- ગ્રાફિક્સ માં બંને ખભાને આગળની તરફ ઝૂકેલા દેખાડવામાં આવ્યું છે. તેનાથી વ્યક્તિની પીઠ છાતી વાળા ભાગ ને સરખી રીતે ફેલાવવા નથી દેતી અને તેનાથી લોકોને શ્વાસ લેવાની તકલીફ થઈ શકે છે. આ ખરાબ પિક્ચરમાં ને દુખાવો, પેટનું ફૂલવું અને માથાના દુખાવાનું જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
પોલી :- પોલી નામના આ ગ્રાફિક પિક્ચરમાં ફોટોને પોસ્ટર એક્સપર્ટે મેટ્રેસ સ્પેશિયાલિસ્ટ સાથે મળીને ડિઝાઈન કર્યું છે. તેથી ખરાબ પોશ્વરન તરફ વધી રહ્યા લોકોને સતર્ક કરી શકાય. એક અધ્યયનમાં હાલમાં જ જોવા મળ્યું કે બ્રિટનમાં લગભગ 70 ટકા લોકો કમરનો દુખાવો અને 67 ટકા લોકો ગરદનના દુખાવાની સમસ્યાથી સંઘર્ષ રહ્યાં છે.
બોડી પોશ્વરને માં કેવી રીતે આવશે સુધાર? :- તેના માટે શરૂઆતથી જ બાળકોને કમર સીધી કરીને બેસવાની સલાહ આપવામાં આવે છે. જો કે સ્ટ્રેન્થ અને સ્ટ્રેચ એક્સરસાઇઝ દ્વારા પણ આને સુધારી શકાય છે. સાથે જ સુવાની સ્થિતિમાં પણ સુધારો કરવો જરૂરી છે. રાત્રે સૂતી વખતે તમારું માથું છાતી અને પીઠના નીચેના ભાગમાં રાખો. આમ કરવાથી કરોડરજ્જુમાં થતા વળાંકના જોખમને ઘટાડી શકાશે અને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ સામનો પણ નહિ કરવો પડે અને શરીર ફીટ અને મજબુત રહશે.