મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ફળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આવા ફળોની યાદીમાં એક સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે જેને દરેક જણ પસંદ કરે છે અને વિશેષ રૂપે બાળકોનું તો આ મનગમતું ફળ છે. લાલ લાલ સ્ટ્રોબેરી સ્વાદની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેની સાથે જ તેની સુગંધ બીજા ફળોથી પણ ખૂબ જ અલગ હોય છે.
સ્ટ્રોબેરીમાં વિટામિન સી, એન્ટિઓક્સિડેન્ટ, એન્ટી ઇંફ્લેમેટરી, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. સ્ટ્રોબેરીના સેવનથી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ સ્ટ્રોબેરીના અવનવા ફાયદા વિશે.
1) વજન:- સ્ટ્રોબેરીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે વ્યક્તિને વધતા વજનને ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે જ આ ફાઇબરનો પણ ખૂબ જ સારો સ્ત્રોત છે. જે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખે છે. આના સેવનથી તમે વધતા વજનને ઘટાડી શકો છો.
2) બ્લડ પ્રેશર:- બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવા વાળા લોકો માટે પણ સ્ટ્રોબેરીનું સેવન લાભદાયક છે. આમાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
3) હૃદય:- સ્ટ્રોબેરી એન્ટિઓક્સિડન્ટ અને પોલીફેનોલ્સ કમ્પાઉન્ડ થી ભરપૂર હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. જો તમે હૃદયની સમસ્યાઓને દૂર રાખવા ઈચ્છતા હોય તો સ્ટ્રોબેરીનું સેવન જરૂર કરો. તેનાથી તમે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવાની સાથે સાથે હાર્ટ એટેક ના જોખમને પણ દૂર કરી શકો છો.
4) દાંત:- દાંતો થી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે સ્ટ્રોબેરીનું સેવન કરવું ફાયદાકારક છે. તેનાથી દાંત અને પેઢા ની મજબૂતી વધારી શકાય છે. જણાવીએ કે આમાં હાજર વિટામીન સી દાંતની પીળાશને દૂર કરે છે.
5) હાડકા:- સ્ટ્રોબેરીનું સેવન કરવાથી હાડકાને મજબૂતી મળે છે. તેમાં હાજર ગુણ હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિશેષ રૂપે તેમાં હાજર મેગ્નેશિયમ હાડકાના ઘનત્વ ને વધારીને તેને મજબૂત બનાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay