આપણા રસોડામાં રહેલા મસાલામાં અનેક પ્રકારના પોષક તત્વો અને ગુણો રહેલા હોય છે. આ ગુણો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આવા મસાલામાં એક સફેદ મરી છે જે દરેકના ઘરમાં વાનગી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા જ હોય છે. આ પોષકતત્વોથી ભરપૂર છે અને શરીરને ઊર્જા પ્રદાન કરે છે. આનો સ્વાદ અત્યંત તીખો હોય છે. કાળા મરી એક સ્વાસ્થ્યવર્ધક મસાલાઓમાં સામેલ છે. અનેક પ્રકારના શાકભાજી, સૂપ વગેરેમાં આનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી સ્વાદ વધવાની સાથે વાનગી તીખી પણ લાગે છે.
પરંતુ શું તમે જાણો છો કાળા મરી ની જેમ જ સફેદ મરી પણ એટલે કે વાઈટ પેપર પણ હોય છે. જી હા સફેદ મરી સ્વાદ અને પૌષ્ટિકતામાં અત્યંત ફાયદાકારક છે. સફેદ મરીમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કાર્બોહાઈડ્રેડ, એનર્જી, પ્રોટીન,ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ,પોટેશિયમ,ઝીંક,આયર્ન, વગેરે હોય છે. આવો જાણીએ ડાયટમાં સફેદ મરીને સામેલ કરવાથી સ્વાસ્થ્ય ને કયા કયા ફાયદા થઈ શકે છે.
સફેદ મરીના સ્વાસ્થ્ય લાભ:- સફેદ મરી ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. એક ખબર પ્રમાણે સફેદ મરીમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને ફ્રી રેડીકલથી લડવામાં મદદ કરે છે. ફ્રી રેડીકલ્સથી થતા નુકશાનમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે, જેમાં હૃદયના રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા વગેરે સામેલ છે. સફેદ મરીમાં કાળા મરીની તુલનાએ વધારે એન્ટિઓક્સિડન્ટ હોય છે. જેનો મતલબ એ છે કે સફેદ મરીમાં ફ્રી રેડીકલ્સથી લડવાની ક્ષમતા વધારે હોય છે.1) પેટમાં ગેસ:- જો તમને ગેસ બનવા કે પેટ ફુલવાની એટલે કે બ્લોટીંગની સમસ્યા રહેતી હોય તો પેટમાં બળતરા થાય છે. ત્યારે સફેદ મરી આ દરેક સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. આ મરીમાં પેપરીન નામનું એક તત્વ હોય છે. જે ગેસ ઘટાડવામાં ફાયદા કારક છે. તેના સિવાય આ પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. આ પાચનમાં સહાયતા કરે છે અને આંતરડાને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.
2) પાચનશક્તિ:- સફેદ મરી ગેસ્ટ્રીક એસિડના ઉત્પાદનને વધારીને પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ એસિડ પાચન માટે આવશ્યક છે. સાથે જ સફેદ મરીમાં ફાઇબર વધારે હોય છે. ફાઈબર આંતરડાની માસ પેશીઓના મુવમેન્ટને વધારવામાં મદદ કરે છે, કબજિયાત નથી થતો, પેટ સાફ રહે છે આંતરડા સ્વસ્થ રહે છે. સફેદ મરી પાચન સંબંધિત અનેક સમસ્યાઓ થી બચાવી રાખે છે.
3) બ્લડ પ્રેશર:- સફેદ મરી ફ્લેવોનોઈડ્સ, વિટામીન એ અને વિટામીન સી નો એક સારો સ્ત્રોત છે આ ઉચ્ચ રક્ત ચાપ ને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તમારું બ્લડ પ્રેશર નોર્મલ થી વધારે રહેતું હોય તો તમે તમારા ભોજનમાં સફેદ મરીને નિયમિત રૂપે શામિલ કરો.
4) હૃદય:- સફેદ મરી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે છે. સફેદ મરી હૃદયમાં બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં અસરકારક છે. જેના કારણે હાર્ટ એટેક થી બચાવ થઈ શકે છે. જો બ્લડ પ્રેશર નિયંત્રણ માં રહેશે તો હૃદય સંબંધીત બીમારીઓ, સ્ટ્રોક થવાની સંભાવના ઘણે અંશે ઓછી થઈ શકે છે.
5) માથાનો દુખાવો:- જ્યારે પણ તમને માથામાં દુખાવો થાય ત્યારે તમે સફેદ મરીનું સેવન કરો અને તમારા ભોજનમાં સામેલ કરો સફેદ મરીમાં કેપ્સેસીન નામનો કમ્પાઉન્ડ હોય છે જે માથાના દુખાવાને દૂર કરવામાં લાભદાયક છે. સાથે જ આ બ્લડ બેસલ્સને રિલેક્સ કરે છે. ન્યુરોન્સ ના કારણે કેપ્સેસિન સારી રીતે રક્તના પ્રવાહમાં મદદ કરે છે. આ રીતે માથાના દુખાવાને મહદ અંશે દૂર કરી શકાય છે.
6) શરીરમાં ઉર્જા:- સફેદ મરીમાં કેટલાક એવા તત્વો હોય છે જે શરીરમાં જતા જ તમારી ઊર્જાને ભરી દે છે સફેદ મરી મેંગેનીઝનો મુખ્ય સ્ત્રોત છે આ મિનરલ્સ શરીરમાં એનર્જીને નિર્માણ માટે અત્યંત જરૂરી હોય છે.
7) શુગર લેવલ:- આમાં હાજર પીપેરિન નામનું તત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. આ ઇન્સ્યુલિનની સક્રિયતાને પણ વધારે છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો સફેદ મરી નું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)