આપણે કઠોળ તો અંકુરિત કરીને ખાઈએ જ છીએ. જેમ કે, ચણા, મગ અને જવ વગેરે ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય અંકુરીત બાજરીનું સેવન કર્યું છે? જો ન કર્યું હોય તો આજે એના અઢળક ફાયદા જાણીને તેનું સેવન જરૂરથી શરૂ કરી દેશો. શિયાળામાં બાજરીનો રોટલો, બાજરીના લાડુ કે પછી બાજરીની અન્ય ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે.
પરંતુ જો તમે કંઈક સ્વાસ્થ્ય વર્ધક ખાવા ઈચ્છતા હોવ તો અંકુરિત બાજરીનું સેવન કરો. અંકુરિત બાજરી અનેક પ્રકારના પોષક તત્વો જેમ કે, વિટામીન બી 12, વિટામીન બી2 વિટામીન સી વગેરે હોય છે. એ વાસ્તવિકતા છે કે તમે જ્યારે બાજરીને અંકુરિત કરો છો તો તેમાં વિટામીન સી ની વૃદ્ધિ થાય છે, જે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.
તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો. ડાયટિશીયનનું કહેવું છે કે બાજરીનું સેવન કરવાથી તમારા શરીરને ગરમી મળે છે તેવામાં શિયાળામાં બાજરીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આમ બાજરીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક જરૂરી પોષક તત્વો મળી શકે છે. તો આજે આપણે આ લેખ દ્વારા અંકુરિત બાજરીનું સેવન કરવાથી મળતા લાભ વિશે જાણીશું.
1) કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે:- ડાયટિશીયન ના જણાવ્યા પ્રમાણે અંકુરિત બાજરીનું સેવન કરવાથી હૃદયથી જોડાયેલી સમસ્યાઓથી બચી શકાય છે. વળી બાજરીમાં ફાઇબર અને મેગ્નેશિયમ વધારે હોય છે. આ બંને તત્વ હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. એવામાં જો તમે બાજરીને અંકુરિત કરીને ખાવ છો તો આ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને નષ્ટ કરીને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જેના કારણે તમે બ્લોકેજ જેવી હૃદયથી જોડાયેલી સમસ્યાઓના જોખમ ને ઘટાડી શકો છો.
2) વજન ઘટાડવામાં ઉપયોગી:- અંકુરિત બાજરીનું સેવન કરવાથી તમારા શરીરમાં હાજર એક્સ્ટ્રા ચરબી ઓછી થઈ શકે છે. વળી આમાં ફાઇબર હોય છે સાથે જ આ ધીમે ધીમે પચે છે જેની કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તેનાથી તમારી ભૂખ લાંબા સમય સુધી નિયંત્રિત રહી શકે છે. આ ઓવર ઈટિંગની સમસ્યાને ઘટાડવામાં અસરકારક છે.
એવામાં અંકુરિત બાજરીનું સેવન કરવાથી તમારા શરીરનું વધતું વજન ઘટાડી શકાય છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો અંકુરિત બાજરી ની સાથે સાથે બાજરીનો રોટલો,બાજરીની ખીચડી જેવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.
3) આંતરડા માટે ફાયદાકારક:- ડાયટિશીયન કહેવું છે કે આ આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. કારણ કે આમાં અદ્રવ્ય શીલ ફાઇબર હોય છે. તે પાચન શક્તિને વધારવામાં તમારી મદદ કરે છે. અંકુરિત બાજરીનું સેવન કરવાથી પ્રીબાયોટિક્સની જેમ કાર્ય કરે છે. જો તમે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા ઇચ્છતા હોવ તો દરરોજ અંકુરિત બાજરીનું સેવન કરો.
4) ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:- ડાયટિશીયન ના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ પણ આનું સેવન કરી શકે છે. આનું સેવન કરવાથી તેમનું બ્લડશુગર નિયંત્રિત રહે છે. જો તમે તમારા ડાયાબિટીસને નિયંત્રિત કરવા ઇચ્છતા હોવ તો, અંકુરીત બાજરી ની જગ્યાએ અંકુરિત બાજરીની ખીચડી, રોટલો કે દલીયા ના ફોમ માં આનુ સેવન કરી શકો છો. તેનાથી તમને સકારાત્મક પરિણામ મળશે. કારણ કે આ તમારા બ્લડ શુગરને વધવા નથી દેતું. તમારી એનર્જીને બરકરાર રાખે છે.
5) કેન્સરથી બચાવે:- ડાયટિશીયન જણાવે છે કે અંકુરિત બાજરીનું સેવન કરવાથી કેન્સરથી બચાવ કરી શકાય છે. આમાં ફાઈટોકેમિકલ હોય છે જેમાં કેન્સર વિરોધી ગુણ હાજર હોય છે. એવામાં જો તમને કેન્સરનું જોખમ હોય તો તમે નિયમિત રૂપે અંકુરિત બાજરીનું સેવન કરી શકો છો. સાથે જ આ મેટાબોલીઝ્મ સિન્ડ્રમ ને મેન્ટેન કરવામાં તમારી મદદ કરે છે.
6) ગ્લુટન ફ્રી:- ડાયટિશીયનનું જણાવવું છે કે અંકુરિત બાજરી ગ્લુટન ફ્રી હોય છે. જો કોઈ વ્યક્તિને ઘઉં જેવી વસ્તુઓ ન પચતી હોય તો તે બાજરાનું સેવન કરી શકે છે. કારણ કે તેમાં ગ્લુટન બિલકુલ પણ નથી હોતું.
7) હાઈ બ્લડ પ્રેશર કરે નિયંત્રિત:- અંકુરિત બાજરીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે તમારા બીપીને નિયંત્રિત કરી શકે છે. જો તમને હાઈ બીપી ની સમસ્યા રહેતી હોય તો તમે આને તમારા ડાયટમાં નિયમિત રૂપે શામેલ કરો.
8 ) અસ્થમા ના દર્દીઓ માટે ફાયદાકારક:- બાજરીનું સેવન કરવાથી અસ્થમા માં થતી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. અંકુરિત બાજરીનું નિયમિત રૂપે સેવન કરવાથી શ્વાસ લેવામાં થતી ગભરામણ ને દૂર કરી શકાય છે. સાથે જ તેનાથી ઘઉં થી થતી એલર્જી કરતા પણ ઓછી થાય છે.
9) ત્વચા માટે ફાયદાકારક:- સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ અંકુરિત બાજરી ફાયદાકારક છે. વળી આમાં એમિનો એસિડ હોય છે જે શરીરમાં કોલેજન નું નિર્માણ કરે છે. તેનાથી તમારી ત્વચામાં કોલેજનનું સ્તર મજબૂત થાય છે. તેના સેવાથી ત્વચાનું લચીલાપણું દૂર કરી શકાય છે. સાથે જ કરચલીયોની સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે .
10) સંધિવાને દૂર કરવામાં અસરકારક:- અંકુરિત બાજરીનું સેવન કરવાથી સંધિવામાં થતી સમસ્યાઓ ને પણ દૂર કરી શકાય છે. તેના સિવાય આ સાંધામાં સોજો, દુખાવો અને લાલાશને દૂર કરે છે. સંધિવામાં થતી શારીરિક નબળાઈને પણ દૂર કરી શકે છે.
11) વાળના ગ્રોથ માટે શ્રેષ્ઠ:- અંકુરિત બાજરીનું સેવન કરવાથી વાળનો ગ્રોથ પણ ખૂબ જ સારો થાય છે.વળી વાળ માટે પ્રોટીન અત્યંત જરૂરી હોય છે. બાજરી પ્રોટીનથી ભરપૂર હોય છે. એવામાં જ્યારે તમે તેનું સેવન કરો છો તો તમારા વાળને ભરપૂર રૂપે પ્રોટીન મળે છે, જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે.
12) આયર્નની ઉણપ પૂરી કરે:- ડાયટિશીયન જણાવે છે કે જો તમારા શરીરમાં આયર્નની કમી હોય તો તમે અંકુરિત બાજરીનું સેવન કરો. અંકુરીત બાજરીનું સેવન કરવાથી શરીરમાં આયર્નની કમીને પૂરી કરી શકાય છે. કારણ કે આ આયર્નનો સારો સ્ત્રોત છે. જો તમને એનીમિયાની ફરિયાદ હોય કે શરીરમાં ઓક્સિજનની કમી હોય તો તમે અંકુરિત બાજરીનું સેવન કરી શકો છો. ડાયટિશીયનનું કહેવું છે કે સો ગ્રામ બાજરીમાં તમને એક મિલીગ્રામ આયર્ન મળી શકે છે. શિયાળામાં આનું સેવન કરવાથી તમને પરિણામ સારું મળી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…