મિત્રો એવું પણ કહેવાય કે શિયાળો એટલે ભરપૂર શાકભાજીની ઋતુ. આ ઋતુમાં આપણને અવનવા શાકભાજી નો સ્વાદ માણવાનો આનંદ મળે છે. આવા જ શાકભાજીમાં એક વટાણા છે જેના ઘણા બધા સ્વાસ્થ્યને લાભ થાય છે, સાથે જ નુકસાન પણ થાય છે. વટાણા એક લોકપ્રિય શાક છે.
વટાણા એ એક નાના બીજ વાળી સિંગો હોય છે. વટાણા નો ઉપયોગ અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો બનાવવા માટે કરવામાં આવે છે. કેટલીક વાનગી તો વટાણા વગર અધુરી છે, જેમ કે મટર પનીર, પુલાવ અને વેજ બિરયાની વગેરેનો સ્વાદ વધારવા માટે થોડાક વટાણા પણ પૂરતા હોય છે. વટાણાને અંગ્રેજીમાં Peas કહેવામાં આવે છે. વટાણા નું વૈજ્ઞાનિક નામ પાયસમ સેટાઇવમ (Pisum sativum) છે.
વટાણાના ફાયદા:- વટાણા આપણા ભોજનનો સ્વાદ વધારવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. આયુર્વેદ પ્રમાણે વટાણામાં કેટલાક એવા પોષક તત્વો ઉપલબ્ધ છે જે અનેક બીમારીઓના ઈલાજમાં ફાયદાકારક હોય છે.
1) વટાણાનુ સેવન કેન્સરથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે કારણ કે વટાણામાં એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં કેન્સર કોશિકાઓને વિકસતા રોકે છે. વટાણામાં હાજર કૌમેસ્ટ્રોલ શરીરને કેન્સરથી લડવામાં શક્તિ પ્રદાન કરે છે
2) હૃદય રોગથી પીડિત લોકો માટે પણ વટાણાનું સેવન લાભદાયક છે. વટાણામાં ઉપલબ્ધ એન્ટિઓક્સિડેન્ટ તત્વ હાર્ટ અટેક અને હાઈ બીપી ના જોખમને દૂર કરવાની સાથે હૃદયથી જોડાયેલી બીમારીઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
3) વટાણામાં ઉપલબ્ધ વિટામીન સી આપણા વાળ માટે ફાયદાકારક છે. આ વાળને ખરતા રોકે છે સાથે જ તેને લાંબા અને મજબૂત બનાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે.
4) ત્વચા માટે વટાણાનું સેવન ફાયદાકારક છે કારણ કે વટાણામાં એન્ટીરીન્કલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ ઉપલબ્ધ હોય છે, જે આપણી ત્વચા માટે લાભદાયક છે.
5) ડાયાબિટીસના રોગથી પીડિત લોકો માટે વટાણાનું સેવન ફાયદાકારક છે. કારણ કે વટાણામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં બ્લડ સુગરના ના સ્તરને નિયંત્રિત રાખવામાં સહાયક છે.
6) હાડકાને મજબૂત બનાવી રાખવા માટે વટાણાનું સેવન ફાયદાકારક છે. વટાણામાં વિટામિન કે ની ભરપુર માત્રા ઉપલબ્ધ હોય છે જે હાડકાને મજબૂત બનાવી રાખવા માટે આવશ્યક છે. તેના સિવાય વટાણાનું સેવન હાડકામાં થતા ઓસ્ટીયોપોરાસીસ ના જોખમને દૂર રાખે છે
7) વજનને ઘટાડવા માટે પણ વટાણાનું સેવન ફાયદાકારક છે. કારણ કે વટાણામાં ઓછી કેલેરી અને ઓછું ફેટ હોય છે, જે વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે. વટાણામાં ફાઇબરનું પ્રમાણ પણ ઉપલબ્ધ હોય છે, જે અનિયમિત ભૂખને કંટ્રોલ કરીને વજનને વધતા રોકે છે.
8) રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે વટાણાનું સેવન લાભદાયક છે કારણ કે વટાણામાં આયર્ન, ઝિંક, મેંગેનીઝ, અને કોપર ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે શરીરને રોગોથી લડવાની ક્ષમતા પ્રદાન કરીને રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કાર્ય કરે છે.
9) ગર્ભાવસ્થાના સમયમાં ગર્ભવતી મહિલાઓ માટે વટાણાનું સેવન લાભદાયક છે કારણ કે વટાણામાં કેલ્શિયમ અને ફોલિક એસિડ ની સાથે અનેક એવા વિટામિન અને પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલામાં થતી કમજોરીને દૂર કરીને તેને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
10) પાચનતંત્રને મજબૂત બનાવી રાખવા માટે વટાણાનું સેવન ફાયદાકારક છે. વટાણામાં ફાઇબર, વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવાની સાથે પાચનતંત્રને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
11) વટાણાનું સેવન આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ના વધુ પ્રમાણને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે એક શોધ પ્રમાણે વટાણામાં એન્ટી કોલેસ્ટ્રોલ ગુણ ઉપલબ્ધ હોય છે જે શરીરમાં વધારે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખે છે.
12) સ્મરણશક્તિને વધારવા માટે વટાણાનું સેવન લાભદાયક છે. એક શોધ પ્રમાણે વટાણામાં આલ્ફા લીનોલિક એસિડ, પાયસન સૈપોનિન અને વિટામિન બી, સી અને એ ઉપલબ્ધ હોય છે જે યાદ શક્તિ વધારવામાં મદદ કરે છે.
13) વધુ પડતું વટાણા નું સેવન કરવાથી પેટ અને પાચન માટે નુકસાનદાયક બની શકે છે તેથી વટાણાનું વધુ સેવન કરવાથી બચવું. નાના બાળકોએ પણ વટાણાનું સેવન વધારે ન કરવું જોઈએ કારણ કે વટાણાનું વધારે સેવન કરવાથી બાળકોને ઝાડા ની સમસ્યા થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay