મિત્રો આજના જંક ફૂડના જમાનામાં અનેક પ્રકારની બીમારીઓ ઘેરી વળે છે. આવી બીમારીઓના કારણે શરીર કમજોરી નો અહેસાસ કરે છે અને કોઈપણ કાર્ય કુશળતાપૂર્વક કરી શકાતું નથી, તેથી આપણા વડીલો હંમેશા શાકભાજી ખાવાની સલાહ આપે છે. આવી શાકભાજીમાં એક પરવળ છે જેનો સમાવેશ આયુર્વેદની શ્રેણીમાં થાય છે. હમણાંના શાક માર્કેટમાં પરવળ ખૂબ જ જોવા મળે છે. લીલા રંગના પરવળના ગુણો વિશે મોટાભાગના લોકો નથી જાણતા. આમાં ઘણા બધા વિટામીન, મિનરલ પ્રાપ્ત થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી બની રહે છે.
આમાં વિટામીન એ, વિટામીન b1, b2, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આનો ઉપયોગ મૂત્ર સંબંધિત સમસ્યાઓ અને ડાયાબિટીસની સારવાર માટે મુખ્ય રૂપે કરવામાં આવે છે. તેના સિવાય આનાથી કબજિયાત, ત્વચાની સમસ્યા, પાચન સંબંધિત સમસ્યા, એજિંગ, કમળો વગેરે ને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તો આવો આપણે આ પરવરના બીજા અન્ય ગજબના ફાયદા વિશે જાણીએ.
1) લોહી:- લોહીની શુદ્ધિ કરવા માટે આ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આ આપણા શરીરમાં લોહીને સાફ કરવામાં મદદ કરે છે અને ત્વચાની માવજત કરે છે. વળી શરીરમાં લોહીની સફાઈ થવી અત્યંત જરૂરી છે જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. પરવળ લોહીની શુદ્ધિ તો કરે જ છે પરંતુ તમારા રક્ત પ્રવાહને પણ સારું બનાવે છે.
2) પાચન:- રવળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે સાચી રીતે પાચન માટે ખૂબ જ જરૂરી છે.તે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને લીવરને પણ ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. તેના નિયમિત સેવનથી તમારું પાચનતંત્ર હંમેશા યોગ્ય રીતે કામ કરશે.
3) એજિંગ:- પરવળમાં એન્ટિઓક્સિડન્ટ,વિટામીન એ અને બી હાજર હોય છે. જે ફ્રી રેડીકલ્સના અણુઓને નિયંત્રિત રાખે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ઘટાડે છે.
4) કબજિયાત:- જો તમારા આંતરડામાં લાંબા સમય સુધી કચરો રહે છે, તો તે ઘણા રોગોનું કારણ બનવા લાગે છે, તેથી કબજિયાતની બીમારીને હળવાશથી ન લેવી જોઈએ. જો તમે કબજિયાતથી પીડાઈ રહ્યા હોવ તો પરવળના બીજ કબજિયાત દૂર કરવામાં મદદરૂપ બને છે.
5) બ્લડ શુગર:- જોકે બ્લડ શુગર એક લાઇફ સ્ટાઇલ અને વંશાનુગતથી જોડાયેલી બીમારી છે. પરંતુ ખાણી પીણીમાં બદલાવ લાવીને તમે તેને કંટ્રોલ કરી શકો છો. જ્યારે પણ તમે પરવળ બનાવો છો તો તેના બીજને ફેંકવા નહીં. પરવળને તમારા ભોજનમાં રેગ્યુલરલી સામેલ કરો. આ તમારાં બ્લડ સુગર લેવલ ને નિયંત્રણ માં રાખશે.
6) વજન:- પરવળમાં કેલેરી અત્યંત ઓછી હોય છે. અને ફાઇબરથી ભરપૂર હોય છે. એવામાં જો તમે નિયમિત પરવળનું સેવન કરો છો તો આ તમારા ભોજનને વધારશે નહીં અને તમારા પેટને પણ ભરેલું રાખશે જેનાથી તમને જલ્દી ભૂખ નહીં લાગે. આ ફૂડ ક્રેવિંગ પણ ઘટાડે છે.
7) ઇમ્યુનિટી:- આયુર્વેદ પ્રમાણે પરવળ તમારી ઇમ્યુનિટી ને વધારે છે.આ બદલાતી ઋતુમાં થતી ઠંડી અને ફલૂ થી તમને દૂર રાખે છે.
8) કમળામાં:- લીવર માટે પરવળ ફાયદાકારક છે તેથી આ કમળાના ઈલાજ માટે પણ ઘણુ કામ આવે છે. આ લીવરના કાર્યોની ક્ષમતાને વધારે છે અને પાચનતંત્રમાં સુધાર કરે છે.
પરવળ ના અન્ય આયુર્વેદિક ઉપયોગ અને પ્રયોગ કરવાની રીત:- માથામાં દુખાવો થવા પર પરવળની જડ ને પીસીને માથા પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. પરવળના પાનને ઘીમાં તળીને ખાવાથી આંખોની સમસ્યા દૂર થાય છે. હરપીસ રોગમાં પરવળના પાનને, મગની દાળ અને આમળાના રસનો ઉકાળો બનાવીને પીવાથી દુખાવામાં રાહત મળે છે. સ્મોલ પોક્સના શરૂઆતી લક્ષણ દરમિયાન આની જડ અને પાનને જેઠીમધના પાવડર સાથે મેળવીને તેનો ઉકાળો પીવાથી રાહત મળે છે. ધાણા સાથે પરવળના પાન અને જડ ને સરખી માત્રામાં લઈને ઉકાળો બનાવો.આ ઉકાળાનું સેવન કરવાથી તાવ ઉતરી જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)