મિત્રો ઉનાળાની ગરમીમાં ભોજન ની સાથે સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ મુખ્ય રૂપે ડુંગળી જરૂર ખાવી જોઈએ. ગરમીમાં તેના અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે. તો આવો જાણીએ ડુંગળીના 10 અચૂક લાભ વિશેની સંપૂર્ણ અને ઉપયોગી માહિતી.
1) ગરમીના દિવસોમાં ડુંગળી કોઈ અમૃતથી ઓછી નથી. દરરોજ ભોજનમાં ડુંગળીને સામેલ કરીને અને ક્યાંક બહાર જવા પર પોતાની સાથે એક નાની ડુંગળી રાખીને તમે ગરમીના પ્રકોપથી બચી શકો છો. આ લૂ લાગવાથી તમને બચાવશે.
2) લૂ લાગવાથી કે ગરમીના કારણે થતી અન્ય સમસ્યાઓમાં ડુંગળીનો પ્રયોગ લાભદાયક હોય છે. ડુંગળીને કકરી પીસીને પાણીમાં નાખો અને આ પાણીમાં પગ નાખીને બેસી જાવ. તેનાથી વધેલી ગરમી અને લૂ ઉતરી જશે. હાથની હથેળીઓ પર આને ઘસવાથી ફાયદો થાય છે.
3) શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. આ ન કેવળ અનેક પ્રકારની બીમારીઓથી તમને બચાવે છે પરંતુ શાકભાજીમાં રાંધતી વખતે તેનો ઉપયોગ થવાના કારણે વિટામિન સી ના રૂપમાં પણ ફાયદાકારક છે.
4) માથા પર ગરમી ચઢી જવાની સ્થિતિમાં વાળમાં ડુંગળીનો રસ લગાવીને રાખો અને એક કલાક બાદ ધોઈ લો. આમ એક થી બે દિવસમાં કરતા રહો, માથામાં ઠંડક મળશે સાથે જ વાળ પણ મુલાયમ બનશે.
5) મોટાભાગે લોકો અપચાની સમસ્યાથી પરેશાન રહે છે. જો તમને પણ આ સમસ્યા પરેશાન કરતી હોય તો તમે પણ ડુંગળીનું સેવન જરૂર કરો. ડુંગળીના સેવનથી શરીરમાં પાચક રસ નો પ્રવાહ વધે છે જે ખાવાને પચાવવામાં મદદરૂપ થાય છે.
6) કેન્સર જેવા રોગોથી બચવા માટે ડુંગળી એક શ્રેષ્ઠ ઔષધી છે. આ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તેમાં વિટામિન સી પણ ઉપલબ્ધ હોય છે, જે કેન્સરને અટકાવવામાં મદદરૂપ થાય છે.
7) શ્વાસ સંબંધી રોગો થવા પર ડુંગળી ખૂબ જ લાભદાયક છે તેના સિવાય ગઠીયા ના ઈલાજમાં પણ ડુંગળી નો ઉપયોગ કરવામાં આવે છે. શેકેલી ડુંગળી ખાવાથી પણ અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે.
8) કાનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવા પર ડુંગળીને રાખમાં શેકીને તેનો હુંફાળો રસ કાઢી લેવો. હવે આ રસને કાનમાં નાખવા પર કાનનો દુખાવો અને અન્ય સમસ્યાઓ દૂર થાય છે.
9) મહિલાઓમાં માસિક ધર્મથી જોડાયેલી સમસ્યાઓ થવા પર ડુંગળીના રસમાં મધ મેળવીને સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે. વધારે પડતો દુખાવો થવાની સ્થિતિમાં પણ આનાથી લાભ થાય છે.
10) તેના સિવાય ત્વચા અને વાળના સૌંદર્યને વધારવા માટે પણ ડુંગળીના રસ નો પ્રયોગ કરવામાં આવે છે, સાથે જ ચામડીના રોગો થવાની સ્થિતિમાં ડુંગળીના રસ સાથે તલ કે અળસીનું તેલ મેળવીને લગાવવાથી લાભ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay