લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને નાના બાળકથી લઈને મોટા સુધી દરેકને ભાવતા હોય છે. આવા દરેકને ભાવતા શાકભાજીના લિસ્ટમાં એક ભીંડા છે. ભીંડાને અનેક રીતે બનાવી શકાય છે. આ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. ભીંડા અનેક પ્રકારના પોષક તત્વોનો ખજાનો છે.
આમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી, સી, થાયમીન અને રાઇબોફ્લેવિન જેવા પોષક તત્વો પ્રાપ્ત થાય છે. ભીંડો ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે અને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. માત્ર ભીંડો જ નહીં પરંતુ ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. ભીંડાના પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે જાણવા સંપૂર્ણ લેખ જરૂર વાંચો.
કેવી રીતે બનાવવું ભીંડાનું પાણી:- ભીંડાનું પાણી બનાવવા માટે આઠથી દસ ભીંડાને વચ્ચેથી કાપીને આખી રાત માટે બે ગ્લાસ પાણીમાં પલાળી દો. આખી રાત જ્યારે પાણીમાં ભીંડા પલળી જાય ત્યારે શીંગ માંથી વધેલા રસ ને નીચવી લો અને તેને પાણીમાં મેળવી દો. તમારું ભીંડાનું પાણી પીવા માટે તૈયાર થઈ ચૂક્યું છે.
તેના સિવાય ભીંડાના પાણીને ઉકાળીને પણ બનાવી શકાય છે. ભીંડાનું પાણી બનાવવા માટે બે ગ્લાસ પાણીને ગરમ કરો. આ પાણીમાં 10 થી 15 ભીંડાને વચ્ચેથી કાપીને નાખી દો. બે થી ત્રણ મિનિટ સુધી ભીંડાને પાણીમાં ઉકળવા દો. જ્યારે ભીંડાનો બધો જ રસ પાણીમાં નીકળી જાય ત્યારે તેને ગ્લાસમાં ગાળી લો. તમારું ભીંડાનું પાણી પીવા માટે તૈયાર થઈ ચૂક્યું છે.
ભીંડાનું પાણી પીવાના ફાયદા:-
1) ઇમ્યુનિટી વધારે:- ભીંડામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે તેથી ભીંડા નું પાણી ઇમ્યુનિટી ને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. બદલાતી ઋતુમાં જે લોકોને શરદી, ઉધરસ, તાવની સમસ્યા હોય છે તેઓએ અઠવાડિયામાં એક થી બે વાર ભીંડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
2) આંખોની રોશની વધારે:- ભીંડામાં વિટામિન એ અને બીટા કેરોટીન ઉપલબ્ધ હોય છે તેથી આ આંખોની રોશનીને વધારવાનું કામ કરે છે. આંખોની રોશની વધારવા માટે નિયમિત રૂપે ભીંડાનુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
3) એનીમિયાથી બચાવે:- ભીંડામાં ભરપૂર પ્રમાણમાં આયર્ન ઉપલબ્ધ હોય છે. આયર્નનુ વધુ માત્રામાં સેવન કરવાથી હિમોગ્લોબિન વધે છે, જેથી એનીમિયાં ની ફરિયાદ દૂર થાય છે. ભીંડામાં પોષક તત્વો લોહીના પ્રવાહને વ્યવસ્થિત કરવામાં મદદરૂપ થાય છે.
4) વજન નિયંત્રિત:- ભીંડાના પાણીના પોષક તત્વો વજન ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વજનને ઘટાડવા અને મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે મદદ મળે છે.
5) કબજિયાત:- ભીંડાના પાણીમાં પુરતી માત્રામાં ફાઇબર ઉપલબ્ધ હોય છે. ફાઇબર પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ભીંડાના પાણીમાં હાઈ ફાઇબર હોવાના કારણે આ પેટને સાફ કરવામાં અત્યંત અસરકારક છે. જેનાથી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.
ભીંડાનું પાણી ક્યારે પીવું જોઈએ?:- ભીંડાનું પાણીનું સેવન હંમેશા જમવાના અડધા કલાક પહેલાં કરવું જોઈએ. જમતા પહેલા ભીંડાના પાણીનું સેવન કરવાથી શરીરને તેના બધા જ લાભ મળે છે. ભીંડાના પાણીનુ સેવન ક્યારેય પણ ખાલી પેટે ન કરવું જોઈએ. જો તમે પ્રેગનેંટ હોવ કે નાના બાળકને સ્તનપાન કરાવતા હોય તો ભીંડાનું પાણી પીતા પહેલા ડોક્ટર કે ડાયટીશિયનની સલાહ અવશ્ય લેવી જોઈએ. જે લોકોને ભીંડાના પાણીનુ સેવન કરવાથી કોઈ એલર્જી થતી હોય તો તેમને આનુ સેવન ન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay