આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ નો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી કેટલીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. એવી જ એક ઔષધિ જેઠીમધ છે. જે કબજિયાતથી છૂટકારો મેળવવા માટે અત્યંત ફાયદાકારક છે. આ પેટ ફૂલવું અથવા અપચાની સમસ્યા દૂર કરવામાં લાભકારી છે. આવો જાણીએ તેનો ઉપયોગ કરવાની રીત.
જેઠીમધ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જે કેટલાય પ્રકારે શરીર માટે ફાયદાકારક છે. જેઠીમધમાં એવા કેટલાય ગુણ છે જે શરદી – કફ થી લઈને પેટની સમસ્યાઓ દૂર કરે છે. પહેલાના જમાનાના લોકો આનો ઉપયોગ કરીને કેટલાય રોગોથી મુક્તિ મેળવતા હતા. કેટલાક લોકો આનો ઉપયોગ ત્વચા ની સુંદરતા વધારવા માટે કરતાં હતાં, તો કેટલાક લોકો આનો ઉપયોગ શરીરનો સોજો દૂર કરવા કરતા હતા.
બદલાતી ઋતુમાં આ અસ્થમા અને શ્વાસ થી જોડાયેલી બીમારીઓને દૂર કરવામાં પણ મદદગાર છે. પરંતુ આજે આપણે કબજિયાતમાં જેઠીમધ કેવી રીતે અસરકારક છે તેની વાત કરીશું. જુના કબજિયાતથી પીડિત લોકો માટે જેઠીમધ એક રામબાણ ઈલાજ છે. તો આવો જાણીએ કબજિયાતમાં જેઠીમધનો ઉપયોગ કરવાની રીત અને ફાયદા.
કબજિયાતમાં કેવી રીતે ફાયદાકારક છે જેઠીમધ:-
1. જેઠીમધ વાળી ચા:- જો તમને વારંવાર થોડા દિવસો પછી કબજિયાતની સમસ્યા રહેતી હોય તો દરરોજ સવારે જેઠીમધ વાળી ચા પીવી જોઈએ. જેઠીમધ વાળી ચા પીવાથી તમારું મેટાબોલિઝમ સારૂં રહેશે. અને તમે જે ખાશો તો તે સારી રીતે પચી જશે. તેના સિવાય આ પેટની સાથે આતરડાની પણ સફાઈ કરે છે, અને મળને નરમ બનાવી ને કબજિયાતથી રાહત અપાવે છે. તેના સિવાય જે લોકોને ગેસની સમસ્યા રહે છે તેમના માટે પણ જેઠીમધ ખૂબ જ ફાયદાકારક છે.આ ગેસને આંતરડામાંથી વધતા રોકે છે. જેઠીમધ ફૂડ પોઈઝનીંગ, પેટના અલ્સર અથવા આપચા થી પણ બચવામાં મદદ કરે છે.
2. આંતરડાની ગતિ ને સુધારવામાં મદદ કરે છે જેઠીમધ નો પાવડર:- જેઠીમધ નો પાવડર આતરડાની ગતિ ને ઠીક કરવા મા ઉપયોગી છે. જ્યારે તમને કબજિયાત થાય ત્યારે આ પાવડરને રાત્રે ગરમ પાણી સાથે લઈ શકો છો. તેના માટે તમે જેઠીમધના મૂળ્યા ને પીસીને તેનો પાવડર બનાવી ને ઉપયોગ કરી શકો છો. જે લોકોમાં ફાઇબર ની ઉણપ હોય છે તેમને કબજિયાતની સમસ્યા વધુ રહે છે, અથવા તો જે લોકો પાણી ઓછું પીવે છે તેમને પણ આ સમસ્યા રહે છે. એવામાં જેઠીમધ નો પાવડર મળમાં લાળ ઉમેરે છે અને તેને મુલાયમ બનાવે છે. આવી રીતે આ આંતરડાની ગતિ ને ઠીક કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
3. જેઠીમધ અને ગોળ લો:- જેથી મધના મૂળિયાને ખાંડી લો અને તેમાં ગોળ મેળવી ને નવશેકા પાણી સાથે લો. આ પાચનક્રિયા અને આંતરડાના કામકાજ માં તેજી લાવે છે, આ પેટની પરત ને શાંત કરે છે અને સંતુલનને પુનઃસ્થાપિત કરે છે. એક કુદરતી એન્ટાસિડ હોવાના કારણે આ પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ના સ્ત્રાવને ઓછું કરે છે, જે બદલામાં છાતીમાં બળતરા અને પેપ્ટીક મ્યુકોસા ના કારણે જઠરનો સોજો ઓછો કરે છે.
4. સવારમાં ખાલી પેટે ગરમ પાણી સાથે જેઠીમધ નું સેવન કરો:- સવારમાં ખાલી પેટે ગરમ પાણી સાથે જેઠીમધ લેવાથી ઘણા ફાયદા થાય છે. પાચનને વધારે છે અને કબજીયાત થી રાહત અપાવે છે. જેઠીમધમાં સક્રિય યૌગિક ગ્લાઇસીરાઈઝીન અને કારબેનોક્સોલોન હોય છે જે કબજિયાત, પેટ ની પરેશાની, અપચો, એસિડિટી અને પેટની અન્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. આ એક હળવા રેચક ના રૂપમાં પણ કામ કરે છે, મળ ત્યાગ ને ઉત્તેજિત કરવામાં અસરકારક છે.
5. છાશમાં મેળવીને લો જેઠીમધ:- પેટની બીમારીઓ જેવી કે સોજો, અપચો, એસીડીટી, પ્લોટીંગ અને કબજિયાત આ દરેક મા છાશ ફાયદાકારક છે. જેઠીમધના મૂળિયામાં હાજર કાર્બનોકસોલોન અને ગ્લાઈસિરાઈઝીન થી પેટની આ સમસ્યાઓને તૈયારીમાં રાહત મળે છે. સાથે જ તેનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ શરીરમાં સોજાની સમસ્યાને દૂર કરે છે. આવી રીતે આ પેટના સોજાને દૂર કરવામાં ઉપયોગી છે.
તેના સિવાય આનો એન્ટીઓક્સીડેન્ટ ગુણ શરીરમાં દુખાવો અને સોજો ઉત્પન્ન કરવા વાળા ફ્રી રેડિકલ્સ ના પ્રભાવને પણ ઓછો કરે છે. જેઠીમધ ની એક ખાસ વાત એ પણ છે કે તેના આ ફાઈટોએસ્ટ્રોજેનિક યૌગિક શરીરમાં હોર્મોનલ અસંતુલન ને ઠીક કરવામાં મદદ કરે છે, જેમાં મોનોપોઝ ના લક્ષણમાં ઉણપ આવે છે. તેના સિવાય આ ઇમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay