આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિનો ખજાનો છે. આ વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ વનસ્પતિઓ માં એક સરગવાની સિંગ છે જેને આયુર્વેદમાં પણ ઔષધી ના રૂપે ઉપયોગમાં લેવાય છે. સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.તેના કઠોળ થી લઈને પાન સુંધી નો ઉપયોગ અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. પરંતુ શું તમે જાણો છો સરગવા ના બીજ નો ઉપયોગ શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે? આ બીજ સરગવાના કઠોળમાંથી મળે છે.
જ્યારે તે કાચા હોય છે ત્યારે અત્યંત કોમળ હોય છે. પરંતુ સુકાયા એકદમ કઠણ થઇ જાય છે. આયુર્વેદ પણ તેનો ઉપયોગ કરવા માટે સલાહ આપે છે. આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે સરગવા ના બીજ નો ઉપયોગ શેકીને કે બાફીને કરી શકાય છે. તેના સિવાય તેના બીજમાંથી તેલ અને પાવડરનું પણ નિર્માણ કરી શકાય છે. આ બીજ અનેક પ્રકારના પોષક તત્વો જેવા કે વિટામીન, કેલ્શિયમ, આયર્ન અને એમીનો એસિડ થી ભરપૂર હોય છે. આના ઉપયોગથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. તેના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
સરગવા ના બીજ ના ફાયદા:-
1) કબજિયાતથી રાહત:- સરગવાના બીજમાંથી ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે એવામાં આ બીજ તમારા પાચનતંત્ર માટે અત્યંત સારા ગણાય છે. આ બીજનો દવાના રૂપમાં ઉપયોગ કરવાથી પાચન તંત્રમાં સુધારો કરી શકાય છે. એવામાં આ કબજિયાત જેવી સમસ્યાથી છૂટકારો આપવામાં અત્યંત લાભદાયક છે.
2) ઊંઘમાં લાવે સુધારો:- સારી ઊંઘ માટે સરગવા ના બીજ નો ઉપયોગ કરી શકાય છે. આનું સેવન કરવા માટે સરગવા ના બીજ ને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. સવારમાં આ પાણીને પીવો. આ રીતે તમે રાત્રે પણ આ પાણી પી શકો છો. તેનાથી અનિંદ્રાથી રાહત મળે છે સાથે જ આ તમારા શરીરને એનર્જીએટિક રાખે છે.
3) આયર્નથી ભરપૂર:- સરગવાના બીજા આયર્નથી ભરપૂર હોય છે. જો તમારા શરીરમાં આયર્નની ઊણપ હોય તો આનુ સેવન કરી શકો છો. આ તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પણ સારું બનાવવામાં અસરકારક છે, તથા શરીરના દરેક અંગોને નિરોગી રાખે છે.
4) સાંધાના દુખાવામાં રાહત:- સરગવાના બીજ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. હાડકામાં થતી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જો તમારા શરીરમાં હાડકા ને લગતી કોઇ સમસ્યા હોય તો આ બીજ તમારા માટે એક સારી દવાના વિકલ્પ રૂપ છે. આના બીજમાંથી તૈયાર તેલ નો ઉપયોગ તમે તમારા સાંધા પર પણ લગાવી શકો છો, તેનાથી તમને ઘણી રાહત મળશે.
5) કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે:- શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે સરગવા ના બીજ નો ઉપયોગ કરી શકાય છે સરગવાના બીજમાં ખરાબ કોલેસ્ટરોલને દૂર કરવાનો ગુણ હોય છે. સાથે જ આ સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં તમારી મદદ કરે છે.
6) કેન્સરના સેલને વધતા અટકાવે:- સરગવા ના બીજ નો ઉપયોગ કેન્સરના સેલને વધતા રોકે છે. આ બીજ કેન્સરની સંભાવનાઓને દૂર કરે છે સાથે જ કેન્સર જેવી ભયંકર બીમારીઓથી તમારી સુરક્ષા કરે છે.
7) હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ:- સરગવાના બીજ હૃદય ના સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. આ બીજ તમારી ધમનીઓમાં બ્લડ સરકયુલેશન સારુ કરે છે. એવામાં તેના ઉપયોગથી તમે હૃદયના હુમલાના જોખમને દૂર કરી શકો છો. સરગવાના બીજ નો ઉપયોગ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે, જોકે આ બીજ નો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay