આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિઓ આવેલી છે. આ વનસ્પતિ અનેક પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આવી જ એક વનસ્પતિમાં ફુદીનાના પાન છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ફુદીનો અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આનો ઉપયોગ ઔષધી રૂપે કરવામાં આવે છે. ફુદીનો એક કુદરતી તત્વ છે અને તેમાં અનેક ચમત્કારિક ગુણ હોય છે. આ ગેસ, એસિડિટી, અપચો જેવા રોગોને થોડીક જ ક્ષણોમાં ઠીક કરી દે છે.
પ્રાચીનકાળમાં યોનાનીઓ અને મિશ્રવાસીઓએ આનો હજારો વર્ષો સુધી ઔષધી રૂપે પ્રયોગ કર્યો, પરંતુ ત્યારબાદ આ એક વિશેષ પ્રકારની પ્રજાતિના રૂપમાં ઓળખાવા લાગ્યો. ફુદીનાના પાન નો ઉપયોગ અનેક પ્રકારે કરી શકાય છે. તમે ચા માં ફુદીનાનો ઉપયોગ કરી શકો છો કે પછી તેને કેપ્સુલ રૂપે પણ લઈ શકો છો.
તેના સિવાય આનું તેલ કે કેપ્સુલનો પણ ઉપયોગ કરી શકાય છે. સુંદરતા જાળવી રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી ત્વચા પર પણ ઉપયોગ કરી શકો છો. ચહેરા પર પ્રયોગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે થોડાક જ ટીપા નો ઉપયોગ કરવો. એક જ વારમાં વધારે તેલ લેવું નુકસાનદાયક બની શકે છે.
1) પેટની ખરાબી:- ફુદીનો કેટલીક વાર પેટ સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ રાહત પ્રદાન કરે છે. કેટલીક શોધોમાં એ વાત સામે આવી છે કે ફુદીનો બાળકોના પેટના દુખાવાને દૂર કરવામાં ઉપયોગી છે. ક્યારેક ક્યારેક આનો ઉપયોગ ઉલ્ટી અને ઉબ્કાને દૂર કરવા માટે પણ કરી શકાય છે.
2) માથાના દુખાવો:- ફુદીનામાં મેન્થોલ હોય છે. ફુદીનાના ગુણો પર કરવામાં આવેલા અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે માઈગ્રેન ના માથાના દુખાવામાં પણ રાહત આપે છે. ફુદીનાના તેલ થી માથાની માલિશ કરવાથી તણાવના કારણે થતા દુખાવામાં આરામ થાય છે.
3) મોઢાના જીવાણુ:- મોઢાના જીવાણુને મારવામાં મદદરૂપ થતો ફુદીનો ન કેવળ તમારા મોઢા ને તાજુ રાખે છે પરંતુ આ મોઢાની અંદર હાજર જીવાણુનો પણ નાશ કરવામાં મદદરૂપ થાય છે. આ તમારા દાંત પરના બેક્ટેરિયાને બનતા રોકે છે અને તેના ઉપયોગથી દાંતોની ચમક વધારી કરી દેશે સાફ અને સુંદર.
4) કફ:- ઋતુમાં બદલાવ આવતા શરદી-ઉધરસની સમસ્યા થવા લાગે છે ત્યારે ફુદીનો તેમાં રાહત પ્રદાન કરી શકે છે. મેન્થોલ તમને શરદી દરમિયાન સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરે છે.
5) ઉર્જા વધારે:- જ્યારે તમે લાંબા સમય સુધી કામ કરવાનું હોય અને તમે થાકનો અહેસાસ કરી રહ્યા હોય તો ફુદીનાને અવશ્ય સૂંઘવું જોઈએ. આ તમારી એનર્જીને બુસ્ટ કરે છે. જોકે ફુદીનાને સુઘવાથી શરીરમાં આંતરિક રૂપે કયા કયા બદલાવ થાય છે તેના વિશે વૈજ્ઞાનિકોમાં અનેક પ્રકારના મતભેદ છે.
6) બેક્ટેરિયા:- વૈજ્ઞાનિકોએ ફુદીનાના તેલનું ઇ.કોલી, લિસ્ટેરિયા અને સાલ્મોનેલા જેવા અનેક બેક્ટેરિયા પર પરીક્ષણ કર્યું. પરીક્ષણ દરમિયાન એ જાણવા મળ્યું કે ફુદીનો આ ત્રણેય જીવાણુઓના વિકાસને અટકાવે છે. તેની સાથે જ ફુદીનો સ્ટેફાયલોકોકસ ઓરિયસને પણ મારી શકે છે. સ્ટેફાયલોકોકસ ઓરિયસ ત્વચાના સંક્રમણનું કારણ બને છે.
7) વજન ઘટાડવા:- ફુદીના પર વૈજ્ઞાનિક સતત શોધ કરી રહ્યા છે. પરંતુ કેટલાક અધ્યયનોમાં એ જાણવા મળ્યું છે કે આનું સેવન તમારી ભૂખને દબાવી દે છે. જો તમે તમારુ વજન ઘટાડવા ઇચ્છતા હોવ તો તમે ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ભૂખ ઓછી લાગશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay