મિત્રો આપણા ભારતીય રસોડામાં એવી અનેક ખાદ્ય સામગ્રીઓ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને અનેક બીમારીઓના જોખમને પણ દૂર કરી શકાય છે. આ ખાદ્ય સામગ્રીઓ માંથી એક છે લીંબુ. લીંબુ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.
ચહેરાના ડાઘ, ધબ્બા અને ખીલથી લઈને સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓમાં તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. લીંબુમાં વિટામિન સી હોય છે. આયુર્વેદમાં લીંબુને મહત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે. જેને શ્રેષ્ઠ રોગ નાશક અને રોગપ્રતિકારક શક્તિ વધારવા વાળા ફળના રૂપમાં નિષ્ણાતો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. લીંબુ ને ઘરેલું ઉપચાર અને દવાના રૂપે ઉપયોગ કરાય છે. પોષક તત્વોથી ભરપૂર લીંબુના અનેક ફાયદા છે. તો ચાલો જાણીએ લીંબુનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે.
લીંબુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભો:-
1) કબજિયાત:- જો તમને પાચન કે પેટ સંબંધિત સમસ્યા હોય તો તમે લીંબુના રસનું સેવન કરી શકો છો. સવારમાં ઊઠીને ખાલી પેટે બે ગ્લાસ પાણીમાં એક લીંબુ અને થોડું મીઠું નાખીને પીઓ. સાંજે પણ લીંબુ મીઠું નું પાણી પીઓ. આમ કરવાથી કબજિયાતથી રાહત મળશે.
2) ઉલટી:- તેના સિવાય જો તમને ઉલટી થઈ રહી હોય તો અડધા કપ પાણીમાં લીંબુનો રસ, જીરું અને એક ઈલાયચીના દાણાને પીસીને મેળવી લો. બે કલાકના અંતરે આ પીવાથી ઉલટી બંધ થઈ જશે.
3) ખાટા ઓડકાર:- ખાવા પીવાની ખોટી આદતોના કારણે ખાવાનું પચતું નથી જેના કારણે એસીડીટી વધી જાય છે અને ખાટા ઓડકાર આવવા લાગે છે. તેને દૂર કરવા માટે પાણીમાં લીંબુનો રસ, ખાંડ અને થોડું મીઠું મેળવીને પીવાથી રાહત મળે છે.
4) ચહેરાના ડાઘ ધબ્બા ખીલ દૂર કરે:- ત્વચા પર થતા ડાઘ,ડબ્બા અને ખીલની સમસ્યાથી ઘણીવાર લોકો પરેશાન હોય છે. તેનો સસ્તો અને ફાયદાકારક ઈલાજ છે લીંબુ. એક ચમચી મલાઈમાં એક ચતુર્થાંશ લીંબુ નીચવીને દરરોજ ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની રંગત પણ સાફ થશે અને ખીલથી પણ છુટકારો મળશે. લગભગ એક મહિનામાં આમ કરવાથી તમને તેની અસર જોવા મળશે.
5) વજન ઘટાડે:- વજન ઘટાડવા કે સ્થૂળતાને દૂર કરવા માટે લીંબુનો રસ લાભદાયક છે. દરરોજ સવારમાં એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવીને સેવન કરવાથી વજન ઓછું થાય છે.
6) વાળ ખરતા અટકાવે:- જો ટાલની ફરિયાદ થઈ રહી હોય તો લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી વાળ ખરતા અટકી જાય છે. પાકેલા કેળામાં લીંબુનો રસ મેળવીને પેસ્ટ બનાવી લો અને નિયમિત રૂપે વાળની જડોમાં લગાવો. તેનાથી ટાલની ફરિયાદ દૂર થાય છે. લીંબુના રસને આમળા પાવડરની સાથે મેળવીને પણ વાળમાં લગાવી શકો છો. તેનાથી ખોળો દૂર થાય છે અને વાળ કાળા અને લાંબા બને છે.
7) દુખાવામાં રાહત આપે:- લીંબુ અનેક પ્રકારના દુખાવામાં પણ ફાયદાકારક હોય છે પેટનો દુખાવો હોય કે દાંતનો દુખાવો, સાંધાનો કે કાનના દુખાવામાં લીંબુના રસ નો ઉપયોગ કરી શકાય છે.
- પેટનો દુખાવો :- પેટના દુખાવાથી રાહત મેળવવા માટે અજમો, જીરું અને ખાંડને સરખી માત્રામાં બારીક પીસી લેવું. મીઠું અને થોડું લીંબુનો રસ મેળવીને ગરમ પાણી સાથે સેવન કરવું.
- દાંતનો દુખાવો :- જો દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય તો બે થી ત્રણ લવિંગ પીસીને તેમાં લીંબુનો રસ મેળવી લો. અને અસરગ્રસ્ત દાંતમાં લગાવીને આંગળીથી હળવેથી ઘસો.
- સાંધાનો દુખાવો :- સાંધામાં દુખાવાની સમસ્યાથી પરેશાન હોવ તો લીંબુના રસ ની માલિશ કરવાથી કે લીંબુનું પાણી પીવાથી ફાયદો થાય છે.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay