મિત્રો આપણું ભોજન રોટલી વગર અધૂરું હોય છે. તેથી સવારનું હોય કે સાંજનું ભોજન હોય તેમાં રોટલી નો સમાવેશ તો અવશ્ય હોય જ છે. મોટાભાગે આપણે ઘઉંની રોટલી નું સેવન કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રો આજે અમે તમને જવની રોટલી ના ફાયદા જણાવીશું જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
મિત્રો જુના જમાનામાં જવ એક મહત્વપૂર્ણ અનાજ માનવામાં આવતું હતું. તેને બધા અનાજોમાં એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત હતું. તેનું મુખ્ય કારણ જવ માં વિટામિન અને મિનરલની ઉચ્ચ માત્રા હોય છે. જવને ઘણા લોકો બાર્લી ના નામથી પણ જાણે છે. જવનું ચલણ ઓછું થઈ ગયું હોય પરંતુ તેનાથી મળતા ફાયદા બિલકુલ ઓછા નથી થયા. નવી જનરેશનના ઘણા ઓછા લોકો જવ માંથી મળતા લાભ વિશે જાણતા હશે. જવ ની રોટલીનું સેવન આપણા શરીરને અનેક ફાયદા પહોંચાડી શકે છે. આજના આ લેખમાં અમે જવની રોટલી ખાવાના ફાયદા વિશે જાણાવીશું.
જવ ની રોટલીમાં કયા કયા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે:- જવ ના લોટથી બનેલી રોટલી પોષક તત્વોનો ભંડાર છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર, ઝીંક જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેના સિવાય જવ ની રોટલીમાં વિટામીન સી, વિટામિન ઈ, રાયબોફ્લેવીન, નિયાસીન અને થીયામીન જેવા અનેક વિટામિન પણ હાજર હોય છે. આ બધા તત્વોની ઉપસ્થિતિના કારણે આપણને જવના લોટના ફાયદા પ્રાપ્ત થાય છે.
જવ ની રોટલી ખાવાના ફાયદા:-
1) હૃદય:- જો તમને હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તો જવની રોટલી ખાવાથી ફાયદો થાય છે. એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે જવ માં બીટા ગ્લુકેન નામનું એક તત્વ હાજર હોય છે. આ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તેનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને જમા થતા રોકે છે, જેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઓછી રહે છે. તેથી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે જવ ના લોટની રોટલી ખાવાનું શરૂ કરી દો.
2) ઇમ્યુનિટી:- બીમારીઓની ઝપટમાં સરળતાથી આવી જવાનું કારણ કમજોર રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. જોબની રોટલી નું સેવન કરવાથી ઇમ્યુનિટી વધવામાં મદદ મળે છે જાવમાં હાજર બીટા ગ્લુકેન રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે જવની રોટલી સિવાય તમે તેના પાન અને જવ ના દલીયા ને તમારા આહારમાં સામેલ કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો.
3) મેદસ્વિતા:- જવ ની રોટલી ખાવાના ફાયદામાં સ્થૂળતાને ઘટાડવું પણ સામેલ છે. વધતા વજનના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી બધી બીમારીઓનું કારણ વધતી સ્થૂળતા જ હોય છે. જવ માં બીટા ગ્લુકેન, ડાયટરી ફાઇબર, ક્વોલીફૅનલ્સ, પૉલીસૈકરાઈડ ઉપલબ્ધ હોય છે. આ બધા તત્વોની ઉપસ્થિતિના કારણે જ વજન ઘટાડવામાં મદદ મળે છે. જવ ની રોટલીમાં ફાઇબર હાજર હોય છે જેના કારણે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
4) પાચનતંત્ર:- પાચન ક્રિયાને સ્વસ્થ રાખવા માટે તમે જવ ની રોટલીનું સેવન કરી શકો છો. એક સંશોધન પ્રમાણે જવ માં હાજર ડાયટરી ફાઇબર ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. આમાં હાજર બીટા ગ્લુકેન અને બ્યુટરીક એસિડ પાચનશક્તિને વધારે છે. આ આધારે આપણે કહી શકીએ છીએ કે જવની રોટલી ખાવાના ફાયદા પાચનતંત્ર માટે પણ છે.
5) દાંત અને હાડકા:- હાડકા અને દાંતના સ્વાસ્થ્યને સારા બનાવવા માટે જવ ની રોટલી ફાયદાકારક છે. જવની રોટલીમાં ફોસ્ફરસ ઉપલબ્ધ હોય છે જે હાડકા અને દાંતના સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદ કરે છે. તેના સિવાય જવ માં હાજર બિટા ગ્લુકેન દાંતને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. જવ ની રોટલી ને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.
6) ડાયાબિટીસ:- ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જવ ની રોટલી ખાવાના ફાયદા જોવા મળે છે. એક વૈજ્ઞાનિક શોધ પ્રમાણે જવ ના લોટમાં હાજર ફેલોલીક્સ અને બીજા ગ્લુકેનના કારણે આમાં એન્ટિ ડાયાબિટીક પ્રભાવ હોય છે. જવ ની રોટલી નો આ ગુણ ટાઈપ બે ડાયાબિટીસના દર્દીઓને ઉચ્ચ લાભ પ્રદાન કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
7) ગર્ભાવસ્થા:- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ જવ ની રોટલી નું સેવન કરીને ફાયદો લઈ શકે છે. આ સમયમાં મહિલાઓને આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમની સૌથી વધારે જરૂર હોય છે. બાળકના વિકાસ માટે એ જરૂરી તત્વ છે. જવ ની રોટલીમાં આ તત્વ ઉચ્ચ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે બાળકના માનસિક વિકાસની સાથે સાથે હાડકાને પણ મજબૂતી પ્રદાન કરે છે. ડોક્ટર ગર્ભાવસ્થા દરમિયાન સુગર નિયંત્રિત કરવા માટે પણ જવની રોટલી ખાવાની સલાહ આપે છે.
8) એનિમિયા:- શરીરમાં આયર્નની કમી થવાના કારણે એનીબીઆ રોગ થાય છે. જોબની રોટલી ના પોષક તત્વો તમને આ સમસ્યા માંથી બહાર કાઢવામાં મદદ કરે છે. જવ ના લોટ ની રોટલી આયર્નનો એક સારો સ્ત્રોત છે. તેથી કહેવામાં આવે છે કે જવ ની રોટલી નું સેવન કરવાવાળા લોકોમાં એનિમિયા રોગ થવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે.
9) કેન્સર:- જવ ની રોટલી ખાવાના ફાયદામાં જો વાત કરીએ તો તેનું સેવન કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે. એક વૈજ્ઞાનિક શોધ પ્રમાણે જવ માં બીટા ગ્લુકેન, ફાઈટોસ્ટેરોલ, રજીસ્ટેન્ટ સ્ટાર્ચ, ફિનોલિક્સ જેવા તત્વો ઉપલબ્ધ હોય છે આ બધા તત્વોની ઉપસ્થિતિના કારણે જવ એન્ટી કેન્સરથી યુક્ત હોય છે. જવ ની રોટલી ના આ ગુણ મુખ્ય રૂપે પેટ અને લીવરના કેન્સરથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે પહેલાથી જ કેન્સરના દર્દી હોવ તો આ બીમારીનું યોગ્ય ઈલાજ પણ કરાઓ.
10) લીવર:- જવ ની રોટલી ના સેવન ના લાભ ના લિસ્ટ માં લીવરનું સ્વાસ્થ્ય પણ સામેલ છે. એક વૈજ્ઞાનિક શોધ પ્રમાણે જવ માં લીવરને સુરક્ષા પ્રદાન કરવા વાળા ગુણ હેપ્ટોપ્રોટેક્શન ઉપલબ્ધ હોય છે. તેનું કારણ જવ ની રોટલીમાં હાજર બીટા ગ્લુકેન પેન્ટોસન અને ફીનોલેક્સ તત્વની ઉપસ્થિતિ છે. તેથી તમે લીવરના સ્વાસ્થ્યને સારું બનાવવા માટે જવ ની રોટલી ને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay