આજના મોટાભાગના લોકોને વજન વધવાની સમસ્યા પરેશાન કરે છે. અનેક ઉપાયો કરવા છતાં શરીરમાં કોઇ પરિવર્તન જોવા મળતું નથી. એવામાં ગ્રીન ટીનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક બની શકે છે. ગ્રીન ટી કેમેલીયા સાંઈનેનસીસ નામના છોડના પાન માંથી બનાવવામાં આવે છે. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે અત્યંત હેલ્દી માનવામાં આવે છે. જે લોકો નિયમિત રૂપે આનુ સેવન કરે છે તેમને હૃદયરોગ, વજન માં વધારો અને કોલેસ્ટ્રોલ લેવલ વગેરે સમસ્યાની સંભાવના ઘણી ઓછી રહે છે.
જો કે જે લોકો ગ્રીન ટી પીવે છે તેમને એ વાતની ખબર નથી કે કેટલી માત્રામાં અને કેટલી વાર પીવાથી શરીરને લાભ મળી શકે છે. તેથી આના અનેક ફાયદા નો લાભ નથી લઈ શકતા. ગ્રીન-ટી એન્ટિ-ઓક્સિડન્ટ હાજર હોય છે જે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે જે ફેટ દૂર કરવા માટે પણ સહાયક છે. આને પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે, જેનાથી તમારું વજન નિયંત્રિત રહે છે.
સંપૂર્ણ લાભ લેવા માટે કેટલા પ્રમાણમાં ગ્રીન ટી પીવી જોઈએ?:- ગ્રીન ટી તમને તરોતાજા બનાવી દે છે. આનો સ્વાદ પણ બીજી અન્ય ચા ની સરખામણીએ ઘણો અલગ હોય છે. જો તમને યોગ્ય રીતે ગ્રીન ટી બનાવવી હોય તો એક કપમાં 2 થી 3 ગ્રામ ગ્રીન ટી ના પાન નાખો. પાણીને સરસ રીતે ઉકાળી લો. પાણીને કપમાં નાખી દો અને બે થી ત્રણ મિનિટ સુધી છોડી દો. થોડું ઠંડુ થાય એટલે પીવો. તજજ્ઞ ના કહેવા પ્રમાણે એક દિવસમાં 2 થી 3 કપ ગ્રીન ટી નું સેવન વધુ લાભ પહોંચાડે છે. આમાં કેફીનની માત્રા કોફી ની સરખામણીએ ઘણી ઓછી હોય છે. તો આવો તેના ફાયદા જાણવા માટે આગળ વધીએ.
1) વજન ઘટાડવા માટે:- જો તમે દિવસ-રાત પોતાનું વજન ઘટાડવાના પ્રયત્નો કરતા હોવ તો ગ્રીન ટી પીવાનું શરૂ કરી દો. ગ્રીન ટી એક એવી ચા છે જેના ફાયદા વજન ઓછું કરવામાં સામેલ છે. આમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મેટાબોલિઝ્મને સારું કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં કેટલાક એવા એક્ટિવ યૌગિક હોય છે જે ફેટ બર્નિંગ હોર્મોનને પ્રભાવિત કરે છે. દરરોજ ગ્રીન ટીના સેવનથી કેલરી ઓછી કરી શકાય છે.
2) મોઢાના સંક્રમણથી બચાવે:- મોઢાના સંક્રમણ કે મોઢાથી સંબંધિત કોઇ અન્ય સમસ્યાથી બચવા માટે ગ્રીન ટી પી શકાય છે. એક અધ્યયન પ્રમાણે પેઢા સંબંધિત બીમારી પેરિયોડોન્ટલ ને દુર કરવા માટે સૌથી સારો ઉપચાર છે. દાંત ઉપર જામેલા બેક્ટેરિયલ પરત ને નિયંત્રિત કરે છે. આમાં હાજર પોલિફેનોલ્સ ગળ્યું ખાધા બાદ મોઢામાં હાનિકારક બેક્ટેરિયા નથી થવા દેતું.
3) ડાયાબિટીસથી બચાવે:- ડાયાબિટીસના દર્દીઓએ પણ ગ્રીન ટી પીવી જોઈએ. આનું નિયમિત રૂપે સેવન કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. પોલિફેનોલ્સ શરીરમાં ગ્લુકોઝ લેવલ ને સંતુલિત કરે છે. એક શોધ પ્રમાણે જે લોકો દિવસમાં લગભગ પાંચ થી છ કપ ગ્રીન ટી પીવે છે તેમને ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘણું ઓછું રહે છે. જોકે આટલી માત્રા માં ગ્રીન ટી પીવી યોગ્ય છે કે નહીં તે વિશે ડાયટિશ્યન ની સલાહ અવશ્ય લેવી.
4) કોલેસ્ટ્રોલ ઘટાડે:- ગ્રીન ટીના સેવનથી હૃદયના રોગ થવાની પણ સંભાવના ખૂબ જ ઓછી રહે છે. તેનાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે, કોલેસ્ટ્રોલ લેવલ બરાબર રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ શરીરમાં વધતા હૃદયના રોગો ની સંભાવના વધી જાય છે.
5) ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરે:- આમાં કેટેચિન્સ નામનું તત્વ હોય છે. જે ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે. ઇમ્યુનિટી બૂસ્ટ થવાથી શરીરમાં એન્ટીઓક્સીડન્ટથી થતા નુકસાનથી બચે છે. ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે તો તમે અનેક રોગોથી. 6) પાચન ક્રિયા સુધારે:- આમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે પાચન ક્રિયાને મજબૂત કરે છે. કેટેચીન્સ પાચન ઉત્સેચકોની ક્રિયાને ધીમી કરે છે, જેથી આંતરડા બધી કેલરી શોષી શકતા નથી. આ રીતે વજન પણ વધતું નથી. ગ્રીન ટી માં વિટામિન બી, સી અને ઈ વધુ હોય છે. આ પાચનશક્તિને મજબૂત બનાવે છે. પેટથી સંબંધિત અનેક સમસ્યાઓ ના કેન્સર ના જોખમને પણ દૂર કરે છે. જો તમે ગ્રીન ટી પીશો તો તમને તેના દરેક ફાયદા જરૂર મળશે.
7) કેન્સરની સંભાવના દૂર કરે:- પોલિફેનોલ્સ જેવા કે કેટેચીન્સ કેન્સર થવાની સંભાવનાને મોટા ભાગે દૂર કરે છે. કેટેચીન્સ બીજા અન્ય પોલિફેનોલ્સ સાથે મળીને મુક્ત કણોથી લડે છે. કોશિકાઓને ડીએનએથી થતા નુકસાનથી બચાવે છે. જોકે પોલિફેનોલ્સ ઇમ્યુનિટી સિસ્ટમને તંદુરસ્ત બનાવે છે, તેથી તમે અનેક પ્રકારના ગંભીર રોગોથી બચી શકો છો. લંગ, ત્વચા, બ્રેસ્ટ, પેટ અને આંતરડામાં થતાં કેન્સર થી ગ્રીન ટી સુરક્ષા પ્રદાન કરે છે. ગ્રીન ટી માં હાજર અનેક ઘટક તત્વો કેન્સર કોશિકાઓને વધતા અટકાવે છે.
8) બ્લડ પ્રેશર રાખે નિયંત્રીત:- જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે તેમને નિયમિત રીતે ત્રણ થી ચાર કપ ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ. આમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ સોજાને દૂર કરીને રક્તચાપ ને ઓછું કરે છે. એવું નથી કે લો બ્લડ પ્રેશરવાળા આનું સેવન નથી કરી શકતા. લો બ્લડપ્રેસરના દર્દીઓ પણ જ્યારે આનું નિયમિત સેવન કરશે તો તેમને કોરોનરી હૃદય રોગ અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.
9) તણાવ માં ઉપયોગી:- એક અભ્યાસ પ્રમાણે એ વાત સામે આવી છે કે ગ્રીન ટી માં હાજર પોલિફેનોલ્સ જેવા તત્વ માનસિક સમસ્યાઓ જેવી કે ચિંતા, તણાવ, ઉન્માદ વગેરે સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદાકારક છે. આમાં હાજર કેફિન પણ તણાવ નો ઇલાજ બની શકે છે. જો તમને ચિંતા, તણાવ વધુ રહેતું હોય તો નિયમિત રૂપે દિવસમાં ત્રણથી ચાર કપ ગ્રીન ટી પીવાથી લાભ થશે.
10) સંધિવાના ઈલાજમાં ઉપયોગી:- સંધિવાની સમસ્યા હાડકાં સંબંધિત છે. જો તમે ઇચ્છતા હોવ કે આ રોગ ન થાય તો તમે ગ્રીન ટી પીવો. આમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ સંધિવા થતા રોકે છે. તમે સોજો અને સંધિવાના થતા દુખાવા થી પણ બચી શકો છો. ગ્રીન ટી ની સાથે હાડકાનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે, જેનાથી તમે અસ્થિવા થી પણ બચી શકો છો.
ત્વચા માટે ફાયદાકારક:- ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ,વિટામિન અને મિનરલ્સ હોય છે તમે ગ્રીન ટીનો ઉપયોગ ગુલાબજળ સાથે પણ કરી શકો છો. ગુલાબજળમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે ત્વચાને મુલાયમ અને નમી પ્રદાન કરે છે. ગ્રીન ટી માં થોડું ગુલાબ જળ મેળવો. તેને કોટન વડે ચહેરા પર લગાવો અને ચહેરાની સરસ રીતે સફાઇ કરો. આનાથી ત્વચાની રંગત માં નિખાર આવી જશે. અને ત્વચા ઊંડાણપૂર્વક સાફ થશે જેનાથી ખીલ થવાની સંભાવના નઈ રહે.
જેમને વધુ ખીલ થાય છે તેઓ ગ્રીન ટીને ઠંડી કરીને તેમાં બે ચમચી દહી મેળવો. આ પેસ્ટને ત્વચા પર 15 મિનિટ સુધી લગાવીને છોડી દો. થોડાક જ દિવસોમાં ખીલ ગાયબ થઈ જશે. આ પેસ્ટમાં રહેલું લેક્ટિક એસિડ ડાઘ અને ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)