આપણા ભારતમાં એવા અનેક ફળ થાય છે જેના વિશે આપણને ખબર પણ નથી હોતી કે આપણે તેના ગુણો વિશે પણ નથી જાણતા. પ્રાચીન આયુર્વેદ ગ્રંથોમાં ફાલસાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભારત સિવાય નેપાળ, પાકિસ્તાન, થાઈલેન્ડ અને લાઓસમાં પણ ઉગાડવામાં આવે છે. આયુર્વેદાચાર્ય પ્રમાણે ફાયદામાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન એ, બી અને સી ઉપલબ્ધ હોય છે. ગરમીમાં આનુ જ્યુસ અમૃત તુલ્ય છે.
1) લૂ થી બચાવે ફાલસા:- આ ફળ છે જે નાનુ અને અત્યંત નાજુક હોય છે. આ ફળ માત્ર ઉનાળામાં જ નજર આવે છે, તે પણ મેં – જૂન મહિનામાં. પરંતુ ગુણોના વિષયમાં આ અત્યંત મજબૂત છે. આમાં અસંખ્ય વિટામીન અને મિનરલ હોય છે. આ ગરમી અને લૂ ને દૂર કરવામાં ઘણુંજ અસરકારક છે. આ બહુગુણી છે અને ગરમીમાં નેચરલ ટોનિકનુ કામ કરે છે. હજારો વર્ષોથી ભારતમાં ઊગી રહયું છે આ ખાટું મીઠું ફળ ફાલસા.
2) પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં વર્ણન:- આ ફળ ની ઉત્પત્તિ ભારતમાં જ માનવામાં આવે છે. આ ફળ જ્યાં પણ પહોંચ્યું છે તે ભારતમાંથી જ ગયું છે. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં ફાલસાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેને ‘પુરુષકં’ કહેવામાં આવ્યું છે. ગ્રંથોમાં આના રસનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આજકાલ આ ભારત સિવાય નેપાળ, પાકિસ્તાન, કંબોડિયા, થાઈલેન્ડ અને લાઓસમાં પણ ઉપલબ્ધ હોય છે અને ઉગાડવામાં આવે છે.
ફાલસા અત્યંત નાજુક ફળ હોય છે. અને તેને ઘણા લાંબા અંતરે નથી લઈ જઈ શકાતું. તેથી તે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવતું નથી અને તેથી જ તેનો સ્થાનિક રીતે વપરાશ થાય છે અને તેનું ઉત્પાદન બે મહિનામાં પૂરું થઈ જાય છે. જે શહેરોની આસપાસના ગામ હોય છે, ત્યાં સુધી આ ફળ પહોંચી જાય છે.
3) અત્યંત સ્થાનિક અને સીમિત છે ફાલસા નો પાક:- વનસ્પતિ વિજ્ઞાન ના એક પ્રોફેસર દ્વારા ફળ અને શાકભાજી ની ઉત્પત્તિ અને તેના પ્રચાર-પ્રસાર માટે ખુબ સરસ લખ્યું છે. તેમણે લખેલી પુસ્તકો અને શોધ દ્વારા દુનિયાભરમાં ફળો-શાકભાજી અને ડ્રાય ફ્રૂટ ના પાક ની ઉત્પત્તિ કેન્દ્ર ની જાણકારી આપી છે. પરંતુ તેમણે ક્યાંય પણ ફાલસાનો ઉલ્લેખ નથી કર્યો. તેનો અર્થ એ છે કે ફાલસા ભારતનું ફળ તો છે પરંતુ આનો પાક એકદમ સ્થાનીક અને સીમિત છે. તેના સિવાય કોઈપણ પશ્ચિમના દેશમાં ફાલસા ને લઈને કોઈપણ જાણકારી નથી.
4) ઉનાળા માં ફાલસા નું જ્યુસ અમૃત સમાન:- આયુર્વેદાચાર્ય પ્રમાણે ફાલસા પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન, સલ્ફર, વિટામિન-એ, બી, સી ઉપલબ્ધ હોય છે. ઉનાળામાં આનુ જ્યુસ અમૃત સમાન છે. આ પેટમાં બળતરા અને રક્ત સંબંધી બીમારીઓમાં લાભ દાયક છે કારણ કે આની તાસીર ઠંડી છે, ઉનાળામાં આનું સેવન સૂર્યનાં વિકિરણો થી પણ બચાવે છે. આની એક વિશેષતા એ પણ છે કે આ યુરિન સંબંધી સમસ્યાઓને રોકે છે અને યુરિનમાં બળતરા પણ શાંત કરે છે. આ થાક પણ દૂર કરી દે છે
5)કાચા ફાલસાનું ન કરવું સેવન:- કાચા ફાલસા નું સેવન ન કરવા માટે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ પ્રમાણે કાચા ફાલસા જલ્દી નથી પચતા. આ કઠણ અને ખાટા તો હોય જ છે સાથે પિત્તકારક પણ હોય છે. તેથી આનુ સેવન વધુ માત્રામાં ન કરવું જોઈએ. મુખ્ય વાત એ છે કે પાકેલા ફાલસા તો શીતળ હોય છે પરંતુ કાચા ફાલસાની તાસીર ગરમ માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)