મિત્રો આપડે જયારે ઘરમાં કોઈ વ્રત કે ઉપવાસ કરવાનો હોય અથવા તો ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે આપડે કેલા જરૂર લાવીએ છીએ. પણ ઘણી વાર કેળા થોડા દિવસ પડિયા રહે એટલે તે વધારે પાકી જાય છે અથવા કાળા પડી જાય છે. આમ થવાથી આપડે કેળા ને બગડી ગયા અથવા હવે ન ભાવે કે ન ખવાય તેમ કરી ને બહાર ફેકી દેતા હોઈએ છીએ કે ગાય માતાને આપીએ છીએ…..
પણ મિત્રો ખરેખર તો વધારે પાકેલા કેળા ખાવાથી શરીરમાં વધારે ફાયદો થાય છે. તે તણાવ અને ચિતા પણ દુર કરવામાં મદદ કરે છે. પાકેલા કેળાનું સેવન કરવાથી ઘણી વધી બીમારીઓથી છુટકારો પણ મળે છે. તો ચાલો આપડે જાણીએ વધારે પાકેલા કેળા ખાવાના ફાયદા વિશેની સંપૂર્ણ માહિતી…
વધારે પાકેલા કેળા ખાવાના ફાયદાઓ:- 1) વધુ પાકેલા કેળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, કેળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. માટે અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવે છે અને શરીરના કોષોને નુકસાન થતું અટકાવે પણ છે.
2) પાકેલા કેળા ખાવાથી પાચનતંત્ર પણ મજબુત રહે છે અને જલ્દી પાચન પણ થાય છે. કમજોર પાચન વાળા લોકોએ વધુ પાકેલા કેળાનું સેવન જરૂર કરવું જોઈએ. પાકેલા કેળા ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે અને શરીરમાં નબળાય દુર થાય છે.
3) વધુ પાકેલા કેળાનું સેવન હ્રદય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. કેમ કે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સારી એવી મદદ કરે છે સાથે જ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીથી બચાવે છે.
4) મિત્રો વધારે પાકેલા કેળાની છાલમાં એક પદાર્થ ઉત્પન્ન થાય છે, જેને ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર કહેવાય છે, તે કેન્સર સાથે સાથે બીજા અસામાન્ય કોષોનાં વિકાસને અટકાવાનું માટે કામ કરે છે. માટે આપડે પાકેલા કેળાને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી જોઈએ. જે આવા ગંભીર રોગો સામે લડે છે.
5) વધુ પાકેલા કેળાનું સેવન કરવાથી હાર્ટબર્નની સમસ્યામાં રાહત મળે છે. વાસ્તવમાં, તે એન્ટાસિડનું કામ કરે છે. તેમાં રહેલા ગુણો પેટના અંદરના સ્તરોને હાનિકારક એસિડથી બચાવે છે. આને ખાવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
6) હાલની ભાગદોડમાં મોટા ભાગના લોકોને એસિડિટીની સમસ્યા રેહતી હોય છે, તેને દુર કરવા માટે વધુ પાકેલા કેળાનું સેવન કરવાથી આ સમસ્યા દુર થાય છે. તે એન્ટાસિડનું કામ કરે છે અને અંદર રહેલા ગુણો પેટની અંદરના સ્તરોને એસિડથી બચાવે છે. માટે તમારે હાનિકારક એસિડથી બચવા પાકેલા કેળાનું સેવન કરવું જોઈએ.
7) મોટાભાગના લોકોને માંસપેશીઓના (સ્નાયુના) દુખાવાની સમસ્યા રહેતી હોય છે, ઘણી વાર દવા લેવાથી પણ સારું પરિણામ નથી મળતું પણ જો તમે ઈચ્છો તો તમે વધુ પાકેલા કેળાનું સેવન કરશો તો તમને આ માંસપેશીઓના દુખાવાથી પણ જરૂર રાહત મળશે કેમ કે તેમાં મોટી માત્રામાં પોટેશિયમ હોય છે, જે માંસપેશીઓના (સ્નાયુના) દુખાવાની સમસ્યા કે ખેંચાણથી રાહત અપાવવામાં જરૂર મદદ કરે છે.
8) મિત્રો આવી ઘણી બધી બીમારીઓથી દુર રહેવા માટે તમારે પાકેલા કેળાને સામાન્ય સમજીને ફેકવા કરતા તેનું અવશ્ય સેવન કરવું જોઈએ કેમ કે કેળામાં ઘણા બધા પોષકતત્વો હોય છે, સાથે ભરપુર માત્રામાં વિટામીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. માટે મિત્રો દરરોજ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay