ઋતુ પ્રમાણે મળતા ફળો માં પોતાનો અલગ ગુણ હોય છે. ઉનાળાની ઋતુમાં કેટલાક એવા ફળ મળે છે જેનું સેવન જરૂરથી કરવું જોઈએ. આવા ફળો આપણને નીરોગી રાખવામાં મદદરૂપ થાય છે. ઉનાળુ ફળો માં કેરી, લીચી, તરબૂચ, સક્કરટેટી સિવાય તમે કાળા રંગના જાંબુ નું પણ જરૂરથી સેવન કરો. આ ફળ બહારથી કાળું દેખાય છે પરંતુ અંદરથી રીંગણ કલરનું એટલે કે ફાલસા કલર નું હોય છે અને તેને ખાવાથી પણ પૂરી જીભ જાંબુડા જેવા કલરની થઈ જાય છે. તે છતાં લોકો તેને હોંશે હોંશે ખાય છે. કારણ કે આ રસીલા ફળ નો સ્વાદ જ ખાટો-મીઠો છે, જે બાળકોથી લઈને મોટાઓ પણ તેને ખાવાનો આનંદ લે છે.
જાંબુ અનેક રીતે પોષક તત્વોથી ભરપૂર છે. આ ફળની સાથે તેના પાન, છાલ અને બીજ દરેક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જાંબુમાં પાણીનું પ્રમાણ પણ વધારે હોય છે.તેથી, ઉનાળામાં તેને ખાવાથી ડિહાઇડ્રેશન, હોટ સ્ટ્રોકથી બચાવે છે. ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ આવવાના કારણે શરીરમાંથી પાણી ની કમી થઈ જાય છે અને સાથે જ ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ પણ બગડી જાય છે. એવામાં જાંબુ ખાવું ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ જ સારું ફળ છે. ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલને નિયંત્રિત રાખવા માટે જાંબુ અત્યંત અસરકારક છે. તેના ફાયદા જાણવા અંત સુધી વાંચતા રહો.
જાંબુમાં હાજર પોષક તત્વો:- ન્યુટ્રિશનિસ્ટ ના જણાવ્યા પ્રમાણે જાંબુ ગરમીમાં જરૂરથી ખાવા જોઈએ કારણ કે આ એવુ ફળ છે જે તમને આ ઋતુ માં થતી દરેક સમસ્યાઓથી બચાવે છે. આમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન સી અને બી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં વિટામિન બી જેવા રાઇબોફ્લેવિન, થિયામીન, ફોલિક એસિડ, નિયાસીન, વિટામિન-બી6 વગેરે પણ હોય છે. સાથે જ જાંબુમાં કેલરી અત્યંત ઓછી હોય છે. સો ગ્રામ જાંબુમાં માત્ર 62 કેલરી હોય છે.
જાંબુ ના ફાયદા:-
1) આમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી હોય છે. તેથી આ હાડકા માટે અત્યંત ફાયદાકારક ફળ છે. આ હાડકાને સુરક્ષા કવચ પ્રદાન કરે છે. આના સેવનથી ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાઓ થતી નથી.
2) જાંબુમાં આયર્નના તત્વ વધારે હોય છે એવામાં જાંબુનું સેવન એવા લોકોએ જરૂર કરવું જોઈએ જેમને વારંવાર એનિમિયાની સમસ્યા થતી હોય. દરરોજ જાંબુ ખાવાથી શરીરમાં લોહીની કમી થતી નથી.
3) જાંબુમાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક ક્ષમતાને પણ મજબૂત બનાવે છે. તેનાથી તમે અનેક રીતે ઇન્ફેક્શન, મોસમી બીમારીઓથી પણ બચી શકો છો. વીટામીન સી ત્વચા માટે પણ લાભદાયક છે. ત્વચા ને નિખારે છે, સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી તત્વ પણ હોય છે જે ઇન્ફેક્શન અને અનેક પ્રકારના રોગોથી લડવામાં મદદ કરે છે.
4) જાંબુમાં એન્ટી-એજીંગ નું એવું તત્ત્વ પણ હાજર હોય છે જે ઓછી ઉંમરમાં જ વૃદ્ધત્વના લક્ષણોથી તમને બચાવે છે. આ ફળના સેવનથી તમારી ઉંમર પણ લાંબી થાય છે.
5) ઉનાળામાં અપચો થવાથી પણ વધારે લોકો પરેશાન રહે છે એવામાં જાંબુ ખાવાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ નથી થતી.
6) જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ફળ છે. આ હાયપોગ્લાયસેમિક હોય છે. જે શરીરમાં બ્લડ શુગર લેવલને સ્થિર બનાવી રાખવામાં મદદ કરે છે. હકીકતમાં કોઈપણ બીજા ફળની તુલનાએ જાંબુને ડાયાબિટીસથી બચાવ કરવા વાળું શ્રેષ્ઠ ફળ કહેવાય છે.
7) આવી સ્થિતિમાં જમ્યા બાદ જો તમે સ્નેક્સ કે ફળનું સેવન કરવા ઇચ્છતા હોવ તો જાંબુ ખાવું પરફેક્ટ અને હેલ્ધી બની શકે છે. તેનાથી બ્લડ શુગર લેવલ મેઈન્ટેન રહે છે. આ શરીરને અનેક આવશ્યક પોષક તત્વ પ્રદાન કરે છે.
8) મૂળરૂપથી રીંગણી કલર નું આ ફળ તમારી અનહેલ્દી જીવનશૈલી ,એક્સરસાઇઝ ની ઉણપ અને શુગર ફળોના સેવનથી સ્વાસ્થ્ય ને થતા નુકસાનથી બચાવે છે.