દહીં એક પ્રકારનું દૂધ ઉત્પાદક છે. દહીંનો ઉપયોગ કરીને આપણે અનેક પ્રકારની વિવિધ વાનગીઓ બનાવીએ છીએ. દહીંમાં ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા જ લાભ મળે છે. તેવી જ રીતે જીરાના પણ અનેક ફાયદા છે. જીરુ એક પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. દહીં અને જીરામાં ઘણા બધા ઔષધીય ગુણ હાજર હોય છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી રૂપે કરવામાં આવે છે.
દહીં અને જીરું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં ઉપલબ્ધ થતા પોષક તત્વો શરીરને અનેક રોગોથી સુરક્ષિત રાખે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. દહીંની તસીર ઠંડી અને જીરુ ની તાસીર ગરમ હોય છે. આજે આપણે દહીં સાથે જીરુંનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણીશું.
દહીં:- દહીમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, ઝીંક અને સેલેનીયમની સાથે રાઈબોફ્લેવીન, વિટામીન b6 અને વિટામીન b12 જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
જીરુ:- જીરામાં એનર્જી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, ઝીંક, સેલેનિયમ, વિટામીન એ, વિટામીન સી, વિટામિન ઈ, વિટામીન કે,બીટા કેરોટીન, કોલિન, સિયાસીન, સેન્ચ્યુરેટેડ ફેંટી એસિડ, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલી અનસેચ્યુરેટેડ એસિડ વગેરે જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
દહીં અને જીરું ના ફાયદા:-
1) દહીં અને જીરાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. દહીં અને જીરામાં ઉપલબ્ધ પોષક તત્વો કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં ફાઇબરનું યોગ્ય પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે કબજિયાતમાં, પેટનો દુખાવો, મળ નીકળવામાં મુશ્કેલી, ગેસ વગેરે સમસ્યાને નાશ કરીને પાચન તંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
2) દહીં અને જીરાનું સેવન કરવું હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે હૃદય સંબંધી રોગોથી સુરક્ષા કરીને હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રૂપે દહી અને જીરાનું સેવન કરવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાથી બચી શકાય છે. તેના સિવાય દહી અને જીરું શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે.
3) દહીં અને જીરાનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. દહીં અને જીરામાં એન્ટી ડાયાબિટીક ગુણ હાજર હોય છે. જે ડાયાબિટીસના લક્ષણોને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ દહીં અને શેકેલા જીરાનું સેવન કરવું જોઈએ તેનાથી ડાયાબિટીસમાં થતી સમસ્યાઓ ઓછી થાય છે.
4) દહીં અને જીરાનું સેવન હાઈ બ્લડપ્રેશરના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં મેગ્નેશિયમનું યોગ્ય પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓએ દરરોજ દહીં અને જીરાનું સેવન કરવું લાભદાયક સાબિત થાય છે.
5) દહીં અને જીરાનું સેવન કરવાથી પેટ સંબંધિત રોગોથી બચી શકાય છે. દહીં અને જીરામાં ઘણા બધા પોષક તત્વો પ્રાપ્ત થાય છે જે પાચનતંત્ર સંબંધિત અનેક રોગોથી સુરક્ષા કરવામાં મદદરૂપ થાય છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. દહીમાં સારા બેક્ટેરિયા ઉપલબ્ધ હોય છે જે પેટને સ્વસ્થ રાખવામાં ખૂબ જ અસરકારક છે.
6) દહીં અને જીરાનું સેવન કરવું હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીમાં યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે જે હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હાડકા સ્વસ્થ રાખવા અને હાડકા સંબંધિત રોગોથી સુરક્ષિત રહેવા માટે દરરોજ દહીં અને જીરાનું સેવન કરવું જોઈએ. આ હાડકા માટે અત્યંત લાભદાયક છે.
7) દહીં અને જીરું રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. દહીમાં પ્રોબાયોટિક ઉપલબ્ધ હોય છે જે શરીરમાં અનેક રોગોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. દરરોજ દહીં અને જીરાનું નિયમિત રૂપે સેવન કરવાથી આ રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…