આપણી પાસે કુદરતી સંપત્તિનો અખૂટ ખજાનો છે. જેમાં અવનવી વનસ્પતિઓ છે. અને આ વનસ્પતિઓના ચમત્કારિક ફાયદા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આપણા આયુર્વેદમાં ઘણી વનસ્પતિઓનો ઔષધિના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા આયુર્વેદમાં તુલસીના છોડને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે. આ પવિત્ર છોડનું ધાર્મિક મહત્વ પણ છે. દસકાથી આનો ઉપયોગ વિશેષરૂપે ઘરેલુ ઉપચારના રૂપમાં જ કરવામાં આવ્યો છે. તુલસીના છોડનું ચા, રસ અને સૂકા પાવડરના રૂપમાં વિવિધ રીતે સેવન કરી શકાય છે.
તુલસીના પોષક તત્વ:- તુલસી વિટામીન અને ખનીજ નો ભંડાર છે. આમાં વિશેષરૂપે વિટામીન સી, કેલ્શિયમ, ઝીંક, આયર્ન અને ક્લોરોફિલ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય આમાં સીટ્રીક, ટારટરિક અને મૈલિક એસિડ ઉપલબ્ધ હોય છે. તુલસીમાં એન્ટિઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે.
ખાલી પેટે તુલસીના પાન ખાવાના ફાયદા:- ખાલી પેટે તુલસીના પાન ખાવાથી તમને આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય બંને તરફથી ફાયદો થઈ શકે છે. વર્ષોથી તુલસીના પાનને ઉપચાર માટે સૌથી મોટી જડીબુટ્ટીઓમાંની એક ગણવામાં આવે છે. સવાર-સવારમાં તુલસીના પાન ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. તુલસીના પાન માં એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે જે સંક્રમણથી લડીને શરીરને મજબૂત બનાવે છે.
ઈમ્યુનિટી મસિસ્ટ:- સવારમાં ખાલી પેટે તુલસીના પાન ચાવવા જોઈએ. તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવી રાખે છે. સાથે જ તુલસીના પાન સોજો ઓછો કરવા અને તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે.
કેન્સર:- તુલસીના પાનમાં એન્ટી કાર્સિનોજેનિક અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આ ઘટકો રક્ત પ્રવાહને સીમિત કરીને મૌખિક અને સ્તનની વૃદ્ધિ અટકાવવામાં મદદ કરે છે.
બ્લડ શુગર:- સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રાખી શકાય છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તુલસીના પાન ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું મેટાબોલિઝ્મ સુવ્યવસ્થિત રહે છે, જેનાથી લોહી માં હાજર સુગર તમને એનર્જી આપવાનું કામ કરે છે.
ફેફસાના રોગો:- તુલસીના પાન કેફીન, વિટામીન સી, સિનોલ અને યુજેર્નોલથી ભરપૂર હોય છે, જે ફેફસામાં સંક્રમણને ઠીક કરવામાં મદદ કરે છે. તેના સિવાય તુલસીના પાન ને ફેફસાના નુકસાન માટે એક જરૂરી દવા માનવામાં આવે છે. જે મુખ્ય રૂપે ક્ષય રોગ અને ધૂમ્રપાનના કારણે થાય છે.
સાંધાના દુખાવા:- સાંધાના દુખાવામાં થતા સોજા અને બળતરાની સમસ્યાને દૂર કરવા તુલસી શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં સોજો ઓછો કરવાવાળા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તુલસી ગઠીયા વા ની સમસ્યાથી પીડિત દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, કારણ કે આનાથી સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવાની મદદ મળે છે.
તણાવ:- તુલસી શરીરમાં હાજર સ્ટ્રેસ હોર્મોન કાર્ટિસોલ ના સ્તરને જાળવી રાખવામાં સહાયક છે. શરીરમાં કાર્ટિસોલનું સ્તર ઓછું થવાથી તણાવ પણ ઓછો રહે છે. આના દ્વારા બેચેની દૂર થાય છે અને મૂડ ફ્રેશ રહે છે.
પાચન શક્તિ:- તુલસી પાચનતંત્રને મજબૂત કરવામાં સહાયક છે. તુલસી પાચન માટે જરૂરી ગેસ્ટ્રીક રસને છોડવા માટે શરીરને ઉત્તેજિત કરે છે જેનાથી પાચન સરળતાથી થાય છે. આના સિવાય આ લીવર અને મુત્રાશયને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
શરદી – ઉધરસ:- તુલસીમાં ઉપલબ્ધ યુજીનોલ અને એન્ટી ઓક્સીડંટ લાળ ને બહાર કાઢવામાં મદદ કરે છે. સાથો સાથ તુલસીની ચા માં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટીરિયલ ગુણ પણ હોય છે, જેથી શરદી ઉધરસના લક્ષણોને દૂર કરવામાં મદદ મળે છે. ઇમ્યુનિટી પાવર ને મજબૂત બનાવે છે તુલસી. ઔષધીય ગુણોનો ખજાનો છે તુલસી. કોરોના કાળ માં જરૂર કરો તુલસીનું સેવન.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…