કુદરતે આપણને અનેક પ્રકારની અદભુત વસ્તુઓ પ્રદાન કરી છે જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે. આપણને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક નાની મોટી સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાના ઉપચાર રૂપે આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આમળાનું સેવન લોકો અલગ-અલગ પ્રકારે કરે છે. આમળા એ બહુમુખી ફળ છે જે ઔષધીય ગુણોની સાથે અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. અને તેનો ન માત્ર અનેક આયુર્વેદિક ઔષધીઓમાં પ્રયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ત્વચાના સ્વાસ્થ્ય માટે વાળના સ્વાસ્થ્ય માટે અને હેલ્થ સપ્લીમેન્ટ તરીકે પણ પ્રયોગ કરવામાં આવે છે. સાથે જ લોકો આમળાના ફળથી આમળાનો મોરમ્બો, કેન્ડી, ચુરણ અને આમળાના જ્યુસ એમ અનેક રૂપે તેના સ્વાસ્થ્ય લાભો નો આનંદ લે છે.
પરંતુ શું તમે ક્યારેય આમળાના પાણીનું સેવન કર્યું છે? શું તમે જાણો છો આમળાનું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને જબરજસ્ત ફાયદા મળે છે અને તેને બનાવવાનું પણ ખૂબ જ સરળ છે? આજે આપણે આ લેખના માધ્યમથી આમળાના પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે તે જાણીશું.
આમળાનું પાણી પીવાના ફાયદા:-
1) પેટ સંબંધિત સમસ્યાઓ:- સવારના સમયમાં આમળાનું પાણી પીવાથી પાચન મજબૂત થાય છે અને પેટ સંબંધીત સમસ્યાઓ દૂર થાય છે. આ કબજિયાત, અપચો, બ્લોટીંગ, ગેસ અને અન્ય પેટથી જોડાયેલી સમસ્યાઓથી પણ રાહત પ્રદાન કરે છે. સાથે જ ભોજનમાંથી પોષક તત્વોના અવશોષણમાં પણ મદદરૂપ થાય છે.
2) ત્વચા અને વાળ:- આમળાનું પાણી એક શ્રેષ્ઠ ડીટોક્ષ ડ્રીંક હોવાની સાથે જ લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે. આ વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ થી પણ ભરપૂર છે. જેનાથી આ ન માત્ર ખીલ, પિમ્પલ ડાઘ, ધબ્બા વગેરેને દૂર કરીને ત્વચામાં નિખાર લાવે છે. વાળને મજબૂત બનાવીને ખરતા રોકે છે, ડેન્ડ્રફ દૂર કરવાની સાથે જ જાડા અને શાઈની વાળ મેળવવામાં મદદ કરે છે.
3) ડાયાબિટીસ:- સવારમાં ખાલી પેટે આમળાના પાણીનું સેવન કરવાથી હાઈ બ્લડ શુગરને ઘટાડવામાં અને સામાન્ય રાખવામાં મદદ મળે છે. આ ફ્રી રેડીકલથી લડવામાં અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને દૂર કરવામાં ફાયદાકારક છે.
4) મગજ:- આ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. મગજની કોશિકાઓને નુકસાનથી બચાવવા અને બ્રેઇન ફંક્શન સારા બનાવવામાં ખૂબ જ લાભદાયક છે. આ યાદશક્તિ અને મગજ તેજ કરવામાં પણ મદદરૂપ થાય છે.
5) વજન:- પાચનને તંદુરસ્ત રાખવાની સાથે મેટાબોલિઝમને તેજ કરવામાં મદદ કરે છે. જેનાથી ભોજનનું પાચન સારી રીતે થાય છે અને વધારે કેલેરી બર્ન થાય છે. તેનાથી તમને શરીરમાં સ્વસ્થ વજન બનાવી રાખવામાં મદદ મળશે,સાથે જ વેટ લોસ કરવામાં પણ મદદરૂપ છે.
6) આંખોનું તેજ:- આમળા વિટામિન એ,સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જેનાથી આ આંખો માટે ખૂબ જ લાભદાયક છે.આ અંધત્વથી બચાવે, મેક્યુલર ડિજનરેશનને રોકવા અને આંખોની રોશની વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે.
7) હૃદય:- આમળાનું પાણી પીવાથી બીપી નિયંત્રિત રહે છે,ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે અને હૃદય ને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે.કારણ કે આ હાર્ટ એટેક, સ્ટ્રોક અને ફેલિયર જેવી સમસ્યાઓના પ્રમુખ જોખમ કારક છે.
8) મહિલાઓ માટે:- આમળાનું પાણી પીવાથી હોર્મોનલ અસંતુલન ની સમસ્યામાં સુધાર થાય છે. પીસીઓએસ વાળી મહિલાઓ માટે ફાયદાકારક છે. અને આ પ્રજનન ક્ષમતામાં પણ સુધાર કરે છે. પિરિયડ્સ ને નિયમિત કરવામાં પણ મદદરૂપ થાય છે.
આમળાનું પાણી કેવી રીતે બનાવવું: તમને એવો પ્રશ્ન થાય કે, આમળાનું પાણી કેવી રીતે બનાવવું ? તો તમને જણાવી દઈએ કે આમળાનું પાણી બે રીતે બનાવવામાં આવે છે. જે ખુબ જ સરળ છે. તો ચાલો જાણીએ એ બે રીતો…
200 ml પાણીમાં એક થી બે ચમચી આમળા નો પાવડર ઉકાળી લો અને ગાળીને તેનું સેવન કરી શકો છો તમે તેમાં મધ મેળવીને પણ પી શકો છો. 250 ml પાણીમાં બે આખા આમળા નાખીને ઉકાળી શકો છો. સરસ રીતે ઉકળે અને જ્યારે પાણી થોડું રહી જાય એટલે તેને ગાળીને મધ નાખીને સેવન કરો અને ઉકાળેલા ફળને પણ સાથે ખાઈ લો. આ પાણી તમે સવારમાં ખાલી પેટે સેવન કરી શકો છો, તેનાથી તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદા મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay