ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દરેક ફળના અલગ અલગ ગુણ હોય છે. આવું જ એક ફળ સીતાફળ છે જે ખૂબ જ મીઠું, સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. શિયાળામાં અત્યારે માર્કેટમાં સીતાફળ ખૂબ જ જોવા મળે છે. સીતાફળના અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદા છે. આ ફળને લક્ષ્મણ ફળ ના નામથી પણ ઓળખાય છે.
પોતાના ખૂબ જ સારા સ્વાદ ના કારણે આ સીતાફળના નામથી દુનિયાભરમાં પ્રચલિત છે. સીતાફળની ખેતી મોટાભાગે આફ્રિકા અને દક્ષિણ પૂર્વી એશિયાઈ વિસ્તારમાં કરવામાં આવે છે. સીતાફળનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓના ઘરેલુ ઉપચાર રૂપે કરી શકાય છે
સીતા ફળ ના ઉપયોગ ની રીત:- સીતાફળને સલાડમાં મિક્સ કરીને, કેક બનાવવામાં, આઈસ્ક્રીમ બનાવવામાં અને અન્ય ફળોની જેમ સીધી રીતે પણ ખાઈ શકાય છે.
સીતાફળ ના ફાયદા:- 1) સીતાફળનું નિયમિત રૂપે સેવન કરવાથી આંખોનું સ્વાસ્થ્ય સારું રહે છે. સીતાફળમાં બીટા કેરોટીન, વિટામીન એ અને વિટામિન સી જેવા તત્વો પ્રાપ્ત થાય છે. જેનાથી આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ મળે છે. તેના સિવાય સીતાફળમાં પ્રાપ્ત થતા વિટામીન એ ની મદદ થી આંખ સંબંધીત બીમારીઓનું જોખમ પણ દૂર કરી શકાય છે.
2) સીતાફળનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓના લક્ષણને પણ ઘટાડવામાં સરળતા રહે છે. સીતાફળમાં એન્ટી ડાયાબિટીક ગુણ પ્રાપ્ત થાય છે જેનાથી લોહીમાં શુગરની માત્રા ઓછી થાય છે. ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકોને સીતાફળનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
3) સીતાફળનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીના જોખમથી બચવા માટે ઘણી મદદ મળે છે. એક શોધ પ્રમાણે સીતા ફળમાં એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે જેનાથી પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના જોખમોથી બચી શકાય છે. સીતાફળનું નિયમિત રૂપે સેવન કરવાથી શરીરમાં કેન્સરની કોશિકાઓ વિકસિત નથી થઈ શકતી જેનાથી કેન્સરનું જોખમ ઘટે છે.
4) સીતાફળનું નિયમિત રૂપે સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓથી બચાવ કરવામાં ઘણી મદદ મળે છે. સીતાફળમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જેનાથી પેટ સંબંધી વિકારોને દૂર કરવામાં સરળતા રહે છે. સીતાફળનું સેવન કરવાથી પેટમાં કબજિયાત, અપચો, દુખાવો અને કળતરની સમસ્યાથી છૂટકારો મળે છે. તેના સિવાય સીતાફળના ઉપયોગથી પેટનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે
5) સીતાફળનું સેવન કરવાથી શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં સુધારો થાય છે, જેનાથી અસ્થમા જેવી બીમારીઓનું જોખમ ઘટે છે. સીતાફળનો ઉપયોગ શ્વાસ લેવાની તકલીફ જેવી સમસ્યામાં રાહત મળે છે. તેના સિવાય શ્વસનતંત્રના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં સીતાફળ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જેનાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે.
6) સીતાફળનું સેવન કરવાથી લીવર અને કિડનીના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ મળે છે. એક શોધ પ્રમાણે સીતાફળમાં પ્રાપ્ત થતા પ્રાકૃતિક ગુણોની મદદથી લીવર અને કિડનીની કાર્યક્ષમતાનમાં સુધારો થાય છે. જેનાથી શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદ મળે છે.
7) સીતાફળ નો નિયમિત રૂપે ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જેનાથી અનેક પ્રકારની બીમારીઓ અને સંક્રમણના જોખમથી બચાવ કરવામાં મદદ મળે છે. સીતાફળમાં હાજર બીટા કેરોટીન યુક્ત ગુણોનો પ્રભાવ ઘટાડવાનું કાર્ય કરવાની સાથે સાથે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને પણ મજબૂતી પ્રદાન કરે છે,જેનાથી સંક્રમણના કારણે થતી બીમારીઓથી લડવાની ક્ષમતામાં વધારો થાય છે.
8) સીતાફળના ઉપયોગથી ગઠિયા વા જેવી બીમારીના લક્ષણોને દૂર કરવામાં સરળતા રહે છે. સીતાફળમાં દર્દ નિવારક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પ્રાપ્ત થાય છે જેનાથી ગઠિયાવા ના કારણે થતા સાંધાના દુખાવા અને સોજાની સમસ્યામાં રાહત મળે છે. ગઠીયા વાના દર્દીઓએ સીતાફળ નું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
9) સીતાફળના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રિત રહે છે. જેનાથી હાઈ બીપી ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. એક શોધ પ્રમાણે સીતાફળનું જ્યુસ દરરોજ સેવન કરવાથી શરીરમાં વધેલા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ મળે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા લોકોએ સીતાફળનું સેવન અવશ્ય કરવું જોઈએ જેનાથી તેમને ઘણો ફાયદો થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…