આજનું દુષિત પર્યાવરણ, અનિયમિત ભોજન અને તણાવગ્રસ્ત જિંદગી આપણા સ્વાસ્થ્યને અસર કરે છે અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. પરંતુ આ બીમારીઓ સામે લડવા માટે આપણું રસોઈ ઘર જ પૂરતું છે. શાકનો રંગ અને સ્વાદ વધારવા માટે લીલા ધાણા ખૂબ જ ઉપયોગી છે. લીલા ધાણા કેટલાય પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. સામાન્ય રીતે કોથમરીનો ઉપયોગ દાળ કે શાકમાં કરવામાં આવે છે.
જે ધાણાને તમે શાકભાજી સાથે ફ્રીમાં મેળવો છો, શું તમે તેના ફાયદા અને લાભ વિશે ક્યારેય જાણ્યું છે? તમે જમવાનું બનાવ્યા બાદ તેને કોથમરીથી સજાવટ કરો છો. રસોઈમાં બનતા ભોજનમાં કોથમરી નાખવામાં આવે છે આ ખાવાનો સ્વાદ વધારવાની સાથે જ તેની સુગંધથી જમવાનું વધારે ટેસ્ટી લાગે છે.
કોથમરી જમવાનું સ્વાદિષ્ટ બનાવવાની સાથે જ આ એક ઔષધીય છોડ પણ છે. જે અનેક ગુણોથી ભરપૂર છે. તેના સેવનથી અનેક રોગોથી છુટકારો મળે છે. કોથમરી પાચન શક્તિ વધારવામાં કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત કરવામાં અને ડાયાબિટીસ અને કિડની ની સાથે અનેક રોગોમાં અસરકારક ઔષધીનું કામ કરે છે. આમાં પ્રોટીન, ચરબી, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, મિનરલ વગેરે હોય છે જે તેને શક્તિશાળી બનાવે છે. તેના સિવાય કોથમરીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટીન, થીયામીન, પોટેશિયમ અને વિટામીન સી પણ ઉપલબ્ધ હોય છે. તેના ગજબના ફાયદા જાણવા સંપૂર્ણ લેખ વાંચો.
1) ડાયાબિટીસમાં ફાયદાકારક:- કોથમરી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે એક રામબાણ ઈલાજ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમરી જડીબુટ્ટીથી સહેજ પણ ઓછા નથી. આનું નિયમિત સેવન કરવાથી બ્લડમાં ઇન્સ્યુલિનની માત્રા નિયંત્રિત કરી શકાય છે.
2) કિડનીના રોગોમાં લાભદાયક:- કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કોથમરી તમારી કિડની માટે ફાયદાકારક છે. કોથમરીમાં ઘણાય એવા તત્વો હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
3) પાચન શક્તિ વધારે:- પાચન શક્તિ વધારવામાં કોથમરી (લીલા ધાણા) ન માત્ર પેટની સમસ્યાઓને દૂર કરે છે પરંતુ આ તમારી પાચનશક્તિને પણ વધારે છે. પેટની સમસ્યા એટલે કે પેટમાં દુખાવો થાય ત્યારે અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી કોથમરી નાંખીને પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
4) કોલેસ્ટ્રોલ ઘટાડે:- કોથમરી ખાવાની સુગંધ જ નથી વધારતા પરંતુ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં પણ ફાયદાકારક છે. કોથમરીમાં એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે તેના માટે કોલેસ્ટ્રોલથી પીડિત દર્દીએ કોથમરીના બીજને ઉકાળીને તેનું પાણી પીવાથી ફાયદો થાય છે.
5) એનિમિયાથી રાહત:- કોથમરી તમારા શરીરમાં લોહીને વધારે છે. આ આયર્નથી ભરપૂર હોય છે તેથી આ એનિમિયાને દૂર કરવામાં ફાયદાકારક છે. સાથે જ એન્ટિઓક્સિડન્ટ, મિનરલ, વિટામિન એ અને સી થી ભરપૂર હોવાના કારણે કોથમરી કેન્સરથી પણ બચાવે છે.
6) આંખોની રોશની વધારે:- કોથમરીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ કોથમરીનું સેવન કરવાથી આંખોની રોશનીમાં વધારો કરવામાં મદદ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)