આપણા રસોઈ ના મસાલા અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. એવો જ એક મસાલો ઈલાયચી છે. ઇલાયચી બે પ્રકારની હોય છે એક લીલી અને બીજી કાળી. લીલી એલચી ની તાસીર ઠંડી છે તેથી તે પિત્તના રોગોમાં ઉપયોગી છે. કાળી ઇલાયચી તરીકે ઓળખાય છે, જે ભોજન બનાવતી વખતે મસાલા રૂપે વપરાય છે.
ઈલાયચી એક એવી વસ્તુ છે જેનું સામાન્ય રીતે મીઠાઈ ની વસ્તુઓ બનાવવા માટે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે આ જમવાનો સ્વાદ વધારવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. ઈલાયચી ના સેવન થી હૃદય સંબંધિત સમસ્યા, ચિંતા હેડકી, ત્વચાનું સંક્રમણ, મોઢાની દુર્ગંધ વગેરે સમસ્યાઓ દૂર કરી શકાય છે.
ઈલાયચી માં ઉપલબ્ધ તત્વ :- ઈલાયચી માં હેલ્ધી શરીર માટે ખૂબ જ ઉપયોગી એવા દરેક તત્વો ઉપલબ્ધ છે જેવા કે ડાયટરી ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેડ, આયર્ન અને ફોસ્ફરસ વગેરે મુખ્ય રૂપે છે.
શું કહે છે આયુર્વેદ એક્સપર્ટ :- ઇલાયચી બે પ્રકારની હોય છે એક લીલી અને બીજી કાળી. લીલી ઈલાયચી મોઢાની દુર્ગંધ દૂર કરવા, મીઠાઈ બનાવવા અને ભોજનની સુગંધ વધારવા માટે ઉપયોગી છે. કાળી ઇલાયચી એલચા તરીકે ઓળખાય છે, જે ભોજન બનાવતી વખતે મસાલા રૂપે વપરાય છે. દેશના પ્રખ્યાત આયુર્વેદિક એક્સપર્ટ નું માનવું છે કે ઇલાયચીનો એન્ટીઓક્સીડેન્ટ તત્વ બ્લડ સર્ક્યુલેશનને સામાન્ય બનાવે છે. જેથી મૂડ સ્વિંગ્સ માં પણ રાહત મળે છે.
ઈલાયચી ના સેવન ના ફાયદા :- ઈલાયચી માં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ફ્લોટિંગ ગુણ ઉપલબ્ધ હોય છે. જો તમે પીરિયડ્સ દરમિયાન આનું સેવન કરો તો દુખાવામાં આરામ થાય છે. ઈલાયચી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં ડિપ્રેશનને દૂર કરવા માટે કરાય છે. આયુર્વેદિક ડોક્ટર ડિપ્રેશન દૂર કરવા ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાની સલાહ આપે છે. ઈલાયચી ની તાસીર ઠંડી હોય છે એટલે તેનો ઉપયોગ એસિડિટીમાં પણ કરી શકાય છે. ઈલાયચી પાચન તંત્રને મજબૂત બનાવે છે. ઈલાયચી ખાવાથી શરીરમાં બ્લડ જામતું નથી. તેથી અસ્થમા અને બ્રોકાઈટિસ થી પિડીત રોગીઓ માટે ઈલાયચી ખૂબ જ ફાયદાકારી છે.
એક દિવસમાં કેટલી ઈલાયચી ખાવી જોઈએ? :- તમે દરરોજ બે ઇલાયચીનું સેવન કરી શકો છો. દિવસમાં બે-ત્રણવાર કે ગભરામણ થવા પર ઇલાયચીનું સેવન કરવું ફાયદાકારી છે.
ઈલાયચી ખાવાનો સાચો સમય :- રાત્રે સુતા પહેલા ઓછામાં ઓછી બે ઇલાયચીને ગરમ પાણી સાથે લઈ શકાય છે. તેનાથી તમને ઉંઘ સારી આવશે.