મિત્રો આપણે જાણીએ છીએ તેમ કે લીલા શાકભાજી ખાવાથી અઢળક ફાયદા થાય છે અને શરીરને તમામ પોષકતત્વો મળી રહે છે, માટે લીલા શાકભાજીનું સેવન જરૂર કરવું જોઈએ. આજે આપણે એક એવા લીલા શાકભાજી વિશે જાણીશું જે આપણા સ્વસ્થ્ય માટે છે સૌથી બેસ્ટ અને તેનું નામ છે કોબી, હા મિત્રો બજારમાં મળતી આ સસ્તી કોબી છે સૌથી વધુ ફાયદાકારક.
ઓછી કેલેરી વાળી આ કોબી જેટલી સ્વાદિષ્ઠ હોય છે એટલી જ આપણા શરીર માટે પોષ્ટિક હોય છે, આમાં વધુ માત્રામાં (90% થી વધુ) પાણી હોય છે, કોબીમાં પ્રોટીનનો પાવર હાઉસ હોય છે સાથે જ તેમાં એન્ટીઑકિસડન્ટોનો ભંડાર પણ મળી આવે છે. કોબી ખાવાનો સૌથી મોટો ફાયદા તે છે કે તેને તમે કાચી અથવા સૂપ બનાવીને કે તમને ફાવે તેમ ખાઈ શકો છો અલગ-અલગ રીતે પોષક ગુણોથી ભરપૂર શાકભાજી છે.
કોબી લાલ, લીલા અને સફેદ રંગમાં પણ જોવા મળે છે, આ કોબી પોષક ગુણોથી ભરપૂર હોય છે, આ તમારા સ્વસ્થ્ય સાથે-સાથે ત્વચા માટે વધુ ફાયદાકારક છે, તમે કોબીને રોજ તમારા ખોરાક માં લઈ શકો છો, કોબી વિટામિન સી અને એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર શાકભાજી છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સારી રીતે મદદ રૂપ થાય છે.કોબીમાં ફાઇબર, બીટા કેરોટીન, વિટામિન B1, B6, વિટામિન K, E અને C સહીત ઘણા વિટામિન જોવા મળે છે. જે તમારા વાળ, ત્વચા અને શરીરની ઘણી બધી બીમારીઓને દુર કરવામાં છે અસરકારક. જો તમારે હંમેશા સ્વસ્થ રહેવું હોય તો કોબીનું સેવન કરવા લાગો.
કોબી જ ખાવાના ફાયદાઓ:-
1) કોબીમાં ભરપુર માત્રામાં વિટામીન C મળી આવે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને વાયરલ બીમારીઓને દુર કરે છે સાથે જ ગંભીર બીમારીઓ દુર કરવાનું કામ કરે છે.
2) કોબીમાં દૂધ જેટલું જ કેલ્શિયમ મળે છે, જે તમારા હાડકાને મજબુત કરે છે. માટે જે લોકોને દૂધ પીવાનું પસંદ નથી તેવા લોકોએ કોબીનું સેવન જરૂર કરવું જોઈએ, પેટ અને પાચન માટે પણ કોબી ફાયદાકારક સાબિત થાય છે.
3) કોબીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કેમ કે તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ જે તમને ગેસ્ટ્રાઇટિસ જેવી વિકૃતિઓ સામે લડવામાં મદદ કરે છે. કોબીમાં વધુ ફાઈબર અને ઓછી કેલરી હોય છે જે તમારું વજન ઘટાડે છે, કોબીનું રોજ સેવન કરવાથી તે તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
4) જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તે લોકોએ કોબીનું સેવન જરૂર કરવું જોઈએ, કેમ કે તે રેસાયુક્ત હોય છે, જે પાચનને સરળ કરે છે અને કબજિયાતથી રાહત આપે છે. મિત્રો કબજિયાત એ એવી એક બીમારી છે જે બીજી બીમારીઓને નોતરે છે. માટે કબજિયાતની સમસ્યાને જલ્દી દુર કરવી જરૂરી છે.
5) કોબીનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે, કોબીમાં હાજર કાર્બિનોલ, સિનિગિન અને ઈન્ડોલ તમને કેન્સરથી બચાવે છે, તેમાં સલ્ફોરાફેન જોવા મળે છે, તે કેન્સરના કોષોને વિકસિત થતા અટકાવવામાં મદદ કરે છે.
6) કોબીમાં લેક્ટિક એસિડ સારી માત્રામાં મળી આવે છે જે સ્નાયુઓને ઇજા થાય તો બચાવે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોબીનું સેવન કરવાથી તમારા સ્નાયુઓ એકદમ સ્વસ્થ રહે છે.
7) કોબી આંખો માટે પણ ખુબ જ ફાયદાકારક છે, કોબીમાં જોવા મળતુ બીટા કેરોટીન આંખીની રોશની વધારે છે અને સાથે જ કોબીમાં વિટામિન Eની હાજરી આંખની તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. કોબનું સેવન કરવાથી મોતિયાની બીમારીમાં પણ રાહત મળે છે.
8) કોબી વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે, કોબીનું સેવન કરવાથી કે સૂપ અને તેનું મંચુરિયન ખાવાથી પેટ ભરેલું હોય તેવું લાગે છે માટે થોડી થોડી વારે ભૂખ નથી લાગતી. કોબીમાં ફાયબર હોય છે જે વજન ને કંટ્રોલમાં રાખે છે.
9) કોબુનું નિયમિત સેવન કરવાથી સોજા દુર થાય છે અને હ્રદય સંબંધિત તમામ સમસ્યાઓથી બચી શકાય છે કેમ કે કોબીમાં કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે જેથી હ્રદયને લગતી બીમારીઓ દુર થાય છે.
10) જો તમને પેટમાં ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા હોય તો તમારે કોબીનું સેવન ન કરવું જોઈએ, નહી તો પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. માટે ડોક્ટરની સલાહ જરૂર લેવી ત્યાર પછી જ કોબીનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay