મિત્રો શાકભાજી અનેક રીતે આપણા માટે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તેથી આપણા વડવાઓ પણ દરેક પ્રકારની શાકભાજી ખાવાની સલાહ આપે છે. આવી શાકભાજી માંથી એક બ્રોકોલી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બ્રોકોલી ફુલાવર જેવું દેખાતું એક શાક છે. જેનો ઉપયોગ ખાવાના રૂપમાં કરવામાં આવે છે. બ્રોકોલી લીલા રંગનું હોય છે, તેથી તેને લીલું ફુલાવર પણ કહેવામાં આવે છે. અને બ્રોકોલી ની તાસીર ઠંડી હોય છે.
બ્રોકોલી ની ખેતી કરવા માટે ઠંડા જળવાયુની જરૂરિયાત હોય છે. તેથી બ્રોકોલી ને સપ્ટેમ્બર પૂરો થયા પછીથી ફેબ્રુઆરી સુધી ઉગાડવામાં આવે છે. ભારત માં મુખ્ય રૂપે બ્રોકોલીની ખેતી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવે છે.
બ્રોકોલી ખાવાના ફાયદા:- જો બ્રોકોલી ખાવાના ફાયદા ની વાત કરીએ તો બ્રોકોલી માં ઉપલબ્ધ પોષક તત્વો સારા સ્વાસ્થ્યની સાથે શારીરિક બીમારીઓના લક્ષણને પણ ઘટાડીને તેનાથી બચાવ કરવામાં મદદ કરે છે. તથા આ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. પરંતુ બ્રોકોલી નું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કેટલીક શારીરિક સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. તો આજે આપણે બ્રોકોલીનું સેવન કરવાથી કયા કયા ફાયદા થાય છે તે જાણીશું.
બ્રોકોલીમાં ઉપલબ્ધ પોષક તત્વો:- બ્રોકોલીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર અને સેલેનીયમ ની સાથે વિટામીન એ,વિટામીન સી, વિટામિન ઈ, વિટામીન b6, વિટામીન કે, ફોલેટ અને બીટા કેરોટીન જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
બ્રોકોલીનું સેવન કરવા ની રીત:- બ્રોકોલીનું શાક બનાવીને ખાઈ શકાય છે. તેના સિવાય બ્રોકોલીનું સેવન રાયતું, સલાડ, પાસ્તામાં મેળવીને ઈંડાની સાથે, આમલેટ બનાવીને અને બાફીને પણ ખાઈ શકાય છે.
બ્રોકોલી ખાવાના ફાયદા:-
1) હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે બ્રોકોલીનું સેવન ફાયદા કારક હોય છે કારણ કે બ્રોકોલીમાં પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ ઉપલબ્ધ હોય છે. વળી નિષ્ણાતો પ્રમાણે પોટેશિયમ યુક્ત આહાર નું સેવન હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા અને તેને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
2) બ્રોકોલીમાં હાજર કેલ્શિયમ હાડકાના સ્વાસ્થ્ય માટે મુખ્ય રૂપે કાર્ય કરે છે. જે હાડકાને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવાની સાથે જ વધતી ઉંમરમાં થતા હાડકાં ના ફેક્ચર ના જોખમથી પણ બચાવવામાં મદદ કરે છે. તેથી કહેવાય છે કે હાડકાને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે બ્રોકોલીનું સેવન લાભદાયક છે.
3) બ્રોકોલીમાં એન્ટી ડાયાબિટીક ગુણ ઉપલબ્ધ હોય છે. જે લોહીમાં હાજર સુગરના સ્તરને ઘટાડીને તેને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને ડાયાબિટીસથી બચાવ કરવામાં મદદરૂપ થાય છે. તેથી કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્રોકોલી નું સેવન ફાયદા કારક છે.4) હૃદયના સ્વાસ્થ્ય માટે પણ બ્રોકોલી નું સેવન ફાયદા કારક છે. કારણ કે એક શોધ પ્રમાણે બ્રોકોલીમાં હાજર સેલેનિયમ અને ગ્લુકોસીનોલેટ્સ જેવા તત્વ શરીરમાં હૃદયને સ્વસ્થ રાખવા વાળા પ્રોટીનના પ્રમાણને વધારવાનું કાર્ય કરે છે. જે હૃદયને સ્વસ્થ રાખવા ની સાથે હૃદયથી જોડાયેલા રોગોના જોખમને પણ દૂર કરવામાં મદદ કરે છે.
5) બ્રોકોલીમાં એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે. જે શરીરમાં કેન્સર કોશિકાઓને વિકસવાથી અટકાવવામાં મદદ કરે છે અને કેન્સરથી બચાવ કરવામાં મદદરૂપ થાય છે. તેથી કહેવાય છે કે કેન્સરથી બચવા માટે બ્રોકોલીનું સેવન ફાયદા કારક છે
6) બ્રોકોલીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની સાથે જ કૈરોટોનોઈડ, લ્યુટિન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. જે આંખોની રોશની વધારવાથી લઈને વધતી ઉંમરમાં થતી આંખોની અન્ય તકલીફથી પણ બચાવ કરવામાં મદદ કરે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે તમે બ્રોકોલીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
7) વધતી ઉંમરની અસરને ઘટાડવા માટે અને ત્વચા ને જવાન બનાવી રાખવા માટે બ્રોકોલીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે બ્લોકોલીમાં એન્ટિઓક્સિડેન્ટની સાથે વિટામીન સી પણ ઉચ્ચ પ્રમાણ ઉપલબ્ધ હોય છે,જે ત્વચા ના ડાઘ ધબ્બા, ફાઈન લાઇન્સ અને કરચલીઓને દૂર કરીને વધતી ઉંમરના લક્ષણોને રોકે છે. તેના સિવાય આ ત્વચા ને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી પણ બચાવવામાં મદદ કરે છે અને ત્વચાને કુદરતી ચમક પ્રદાન કરવામાં મદદ કરે છે.
8) બ્રોકોલીમાં હાજર ફાઇબર પાચન સ્વાસ્થ્ય માટે મુખ્ય ઘટકના રૂપમાં કાર્ય કરે છે. જે પાચનમાં સુધારો કરીને ભોજનને સારી રીતે પચાવવાનું કાર્ય કરે છે. તથા પાચનતંત્રને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે તેના સિવાય ફાઇબર, ગેસ, કબજિયાત અને અપચા જેવી અન્ય પેટની સમસ્યાઓને પણ દૂર કરે છે.
9) એલર્જી થી બચાવવા માટે બ્રોકોલીનું સેવન કરી શકાય છે. બ્રોકોલીમાં એન્ટી એલર્જી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ ઉપલબ્ધ હોય છે જે એલર્જી થી બચાવ કરવામાં મદદ કરે છે. તેના સિવાય બ્રોકોલી શરીરના અન્ય વાયરસ અને બેક્ટેરિયાના કારણે થતા સંક્રમણથી પણ બચાવે છે અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ને વધારવામાં મદદરૂપ થાય છે
10) બ્રોકોલીમાં હાજર વિટામીન એ, વિટામીન સી અને વિટામીન b6 વાળના સ્વાસ્થ્ય માટે મુખ્ય રૂપે કાર્ય કરે છે. જે વાળને ભરપૂર પોષણ પ્રદાન કરીને વાળના વિકાસમાં મદદરૂપ થાય છે, તથા વાળને મજબૂત બનાવે છે. વાળને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે તમે બ્રોકોલીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
11) વધતા વજનને ઓછું કરવા માટે બ્રોકોલીનું સેવન ફાયદા કારક છે. કારણ કે બ્રોકોલીમાં ઓછી વસા અને ઓછી કેલેરી ઉપલબ્ધ હોય છે. તેના સિવાય તેમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. અને અનિયમિત ભૂખને નિયમિત કરવામાં મદદ કરે છે, જે વજનને ઘટાડવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay