આપણા રસોડામાં ઉપલબ્ધ જીરુ લગભગ ભોજનમાં વઘાર કરવા ઉપયોગમાં લેવાય છે. જે ખાવાનો સ્વાદ બે ઘણો વધારી દે છે. સાથે જ જીરાનું સેવન સ્વાસ્થ્યને પણ અનેક પ્રકારના લાભ પહોંચાડે છે, પરંતુ શું તમે ક્યારેય પણ કાળીજીરીનું સેવન કર્યું છે? કાળીજીરીનું સેવન સ્વાસ્થ્યને અનેક લાભ પહોંચાડે છે કારણ કે કાળું જીરું ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.
કાળીજીરીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે કારણ કે કાળાજીરામાં આયર્ન, કેલ્શિયમ અને સાથે જ કોપર, પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ જેવા ગુણ ઉપલબ્ધ હોય છે. જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે તો આવો જાણીએ કાળીજીરીનું સેવન કરવાથી કયા કયા ફાયદા થાય છે.
1) ઇમ્યુનિટી મજબૂત:- કાળીજીરી આયર્ન, કોપર જેવા તત્વોથી ભરપૂર હોય છે તેથી જો તમે કાળીજીરીનું સેવન કરો છો તો તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. જેથી તમે વાયરસ અને બેક્ટેરિયા ની ઝપટમાં આવવાથી બચી શકો છો.
2) વજન ઘટાડવા:- જો તમે તમારા વધતા વજનથી પરેશાન હોવ અને વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તમે તમારા ડાયટમાં કાળીજીરીને સામેલ કરવું જોઈએ, કારણ કે કાળીજીરી એન્ટી ઓબીસીટી ગુણથી ભરપૂર હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
3) પેટના દુખાવો:- પેટમાં દુખાવાની સમસ્યા થવી એક સામાન્ય બાબત છે પરંતુ પેટમાં દુખાવાની ફરિયાદ થવા પર જો તમે કાળીજીરીનું સેવન કરો છો તો આ ફાયદાકારક છે. કારણકે કાળીજીરીમાં એનાલ્જેસિક ગુણ હાજર હોય છે જે દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
4) કેન્સર:- કેન્સર જેવી ઘાતક બીમારીના જોખમને દૂર કરવા માટે કાળીજીરીનું સેવન ફાયદા કારક છે. કારણ કે કાળીજીરીમાં એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે, જે કેન્સરના કોષોને વિકસતા અટકાવવામાં મદદ કરે છે.
5) માથાના દુખાવામાં:- માથાના દુખાવાની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે પરંતુ માથાના દુખાવાની ફરિયાદ થવા પર જો તમે કાળીજીરીનું સેવન કરો છો તો આ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે કાળીજીરીમાં એનાલ્જેસિક ગુણ ઉપલબ્ધ હોય છે, જે માથાના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
6) ત્વચા:- કાળીજીરીનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.કારણ કે કાળીજીરીમાં એન્ટી માઇક્રોબીયલ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ ઉપલબ્ધ હોય છે, જે ત્વચા સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી ત્વચા સ્વસ્થ રહે છે.
7) શરદી-કફ:- શરદી ઉધરસ ની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે. પરંતુ શરદી કફની ફરિયાદ થવા પર જો તમે કાળીજીરીનું સેવન કરો છો તો તેનાથી શરદી કફની સમસ્યા દૂર થાય છે. કારણ કે કાળીજીરીમાં એન્ટિવાયરલ ગુણો ભરપૂર પ્રમાણ માં હોય છે
8) કોલેસ્ટ્રોલ:- શરીરમાં વધતા કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે કાળીજીરીનું સેવન ફાયદા કારક છે કારણ કે કાળીજીરીમાં અનેક પ્રકારના એવા ગુણો ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ દૂર થાય છે. સાથે શરીરમાં જામેલી ગંદકીને પણ દુર કરે છે.
સેવન કરવાની રીત:- કાળીજીરી અજમો, મેથી લઈને તેને 10 મિનિટ માટે તવામાં શેકી લો, જ્યારે આ મિશ્રણ ઠંડુ પડે પછી તેને એક બોટલમાં ભરી લો. કાળીજીરી અજમો, મેથીના ચૂરણને દરોજ 3.5 ગ્રામ ની માત્રામાં ભોજન કર્યા 1 કલાક પછી ગરમ પાણી સાથે લઈ શકાય છે, અથવા કોઈ સમસ્યા થાય ત્યારે તમે ઉપયોગ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…