કારેલાનું નામ સાંભળતા જ ઘણા બધા લોકો મોઢું બગાડી જાય છે અને કેહવા લાગે છે કે કડવા કરેલા કોણ ખાઈ, મને ન ભાવે અથવા હું ન ખાવ કારેલાનું શાક. પણ ખરેખર તો તે લોકો જાણતા જ નથી કે કરેલા જેટલા કડવા હોય છે એટલા જ આપણા સ્વસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે.
જો કે કારેલા મોટાભાગના લોકોને પસંદ નથી હોતા, પણ ઘણા બધા લોકો એવા પણ છે જેને કરેલા ખાવાનું ખુબ જ પસંદ આવે છે. જો તમને પણ કરેલા ખાવાનું પસંદ નથી કરતા તો આજે અમે તમને જાણીશું કડવા કરેલા ખાવાથી શરીરમાં થતા ચમત્કારિકફાયદા વિશે. તમને પણ આશ્ચર્ય થશે કે કડવું કારેલું ખાવાથી આવા-આવા પણ ફાયદાઓ થાય છે.
1) બ્લડ શુગર:- ડાયાબિટીસ કે હાઈ બ્લડ શુગરના દર્દીને ડોક્ટર હંમેશા કારેલાનું સેવન કરવાની સલાહ આપે છે. કેમ કે તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નીચે રહે છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરી, શરીરમાં એનર્જી પણ વધારે છે અને શરીરને ફીટ રાખે છે.
2) વજન:- જો તમે તમારા રોજીંદા આહારમાં કારેલાનું સેવન કરો છો તો તે તમારા વધતા વજન ને પણ ઘટાડે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. માટે તમારે વજન ઘટાડવું હોય તો જરૂર કારેલાનું સેવન કરવું જોઈએ.
3) લીવર:- કારેલાનું સેવન કરવાથી તે શરીરને ડિટોક્સિફાય કરવાનુ કામ કરે છે અને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનને ઘટાડે છે અને શરીરને અંદરથી સાફ રાખે છે. લીવર ને હંમેશા સ્વસ્થ રાખે છે. જો લીવરને લગતી અન્ય કોઈ સમસ્યા હોય તો વધુ માત્રામાં કારેલાનું સેવન ન કરવું. ડોક્ટરની સલાહ જરૂર લેવી.
4) રોગપ્રતિકારક શક્તિ:- કારેલામાં એવા એન્ટીઑકિસડન્ટો અને પોષક તત્વો મળી આવે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવામાં મદદ કરે છે સાથે જ શરીરમાં થતા અલગ અલગ ચેપી રોગો સામે લડવામાં મદદ કરે છે અને વાયરલ બીમારીઓથી બચાવે પણ છે.
5) પાચન:- કારેલાનું સેવન કરવાથી પાચન અને કબજિયાતને લગતી તમમાં સમસ્યા દુર થાય છે અને પેટ પણ સાફ આવે છે, કેમ કે કારેલામાં ફાયબર વધારે માત્રામાં મળી આવે છે જેથી કરીને પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં સારી મદદ કરે છે.
6) કોલેસ્ટ્રોલ:- કારેલાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને હ્રદયને લગતી બીમારી પણ દુર થાય છે, કોલેસ્ટ્રોલના દર્દીએ કોલેસ્ટ્રોલને લગતી બીમારી દુર કરવા માટે જરૂર કારેલનું સેવન કરવું જોઈએ. કારેલાનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચાને સાફ અને સુંદર બનાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay