મિત્રો શિયાળાની ઋતુમાં બજારમાં અનેક પ્રકારના ફળ જોવા મળે છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. તેમાંથી જ એક ફળ છે બોર જે શિયાળાની ઋતુમાં સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. કારણ કે બોર પોષક તત્વોથી ભરપૂર હોય છે.
શિયાળાની ઋતુમાં બોરનું સેવન કરવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે બોરમાં ફોસ્ફરસ, મેંગેનીઝ, ઝીંક, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને આયર્ન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. તો આવો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીએ શિયાળાની ઋતુમાં બોર ખાવાથી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે.
1) ઇમ્યુનીટી મજબૂત બને:- શિયાળાની ઋતુમાં ઇમ્યુનિટી કમજોર થવાના કારણે તમે અનેક બીમારીઓનો શિકાર બની શકો છો. એવામાં જો તમે બોરનું સેવન કરો છો તો તેમાં હાજર વિટામિન સી ઇમ્યુનિટી ને બુસ્ટ કરવામાં મદદ કરે છે. જેનાથી તમે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રહી શકો છો.
2) હાડકા માટે ફાયદાકાર:- શિયાળાની ઋતુમાં બોરનું સેવન હાડકા માટે ફાયદાકારક હોય છે. કારણકે બોરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ઉપલબ્ધ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાથી જોડાયેલી બીમારીઓના જોખમને દૂર કરવામાં મદદ કરે છે.3) વજન ઘટાડવામાં ફાયદાકાર:- જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો તમારે બોરનું સેવન કરવું જોઈએ કારણ કે બોરમાં હાજર ફાઇબર વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4) પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- શિયાળાની ઋતુમાં બોરનું સેવન પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તેમાં હાજર તત્વ પાચન ક્રિયામાં સુધારો કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
5) અનિંદ્રા ની સમસ્યામાં ફાયદાકારક:- અનિન્દ્રની સમસ્યા થવા પર બોરનું સેવન ફાયદા કારક છે કારણ કે જો તમે બોર ને તમારા ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી તણાવ ઓછો થાય છે, જેથી કરીને ઊંઘ પણ સારી આવે છે અને અનિંદ્રા ની સમસ્યાથી છુટકારો મળે છે.
6) કેન્સરનું જોખમ ઘટાડે:- શિયાળાની ઋતુમાં જો તમે બોર ને તમારા ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ પણ દૂર થાય છે. કારણ કે તેમાં હાજર ગુણ કેન્સરના સેલ્સને વિકસતા અટકાવવામાં મદદ કરે છે.
7) ત્વચા માટે ફાયદાકારક:- શિયાળાની ઋતુમાં બોરનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. કારણ કે તેનું સેવન કરવાથી શરીરમાં હાજર ઝેરીલા પદાર્થો બહાર નીકળે છે. જેથી ત્વચાથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચા સ્વસ્થ બને છે.
8) લોહીની કમી દૂર થાય:- શરીરમાં લોહીની કમી થવા પર જો તમે બોરનું સેવન કરો છો તો આ ફાયદાકારક છે. કારણ કે તેમાં આયર્નનું સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે લાલ રક્ત કોષિકાઓના નિર્માણમાં મદદ કરે છે. જેથી લોહીની કમી દૂર થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay