દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકાક અને ગુણકારી હોય છે. ઉનાળાની ઋતુમાં આપણે મોટાભાગે કેરી, તરબૂચ, સક્કરટેટી જેવા મોસમી ફળોનું સેવન કરીએ છીએ. પરંતુ બીલીનું ફળ ઘણા જ ઓછા લોકો ખાય છે. તમે આ ભારતીય ફળથી અપરિચિત હશો પરંતુ તમે આની ન્યુટ્રીશન વેલ્યું ને નજર અંદાજ ન કરી શકો. બીલીનું ફળ વુડ એપલ ના નામથી પણ ઓળખાય છે.
આમાં અનેક ચિકિત્સકીય અને ઔષધીય ગુણ હોય છે. બીલીનું ફળ ભારતના સૌથી જૂના ફળો માંથી એક છે. આ કારણે પ્રાચીન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં આનું ઘણું વર્ણન છે. બીલીના સિવાય આના ઝાડ, પાન દરેક ની વિશેષતા જણાવવામાં આવી છે અને તેને પૂજનીય પણ ગણાવ્યું છે. તેથી આનો ઉપયોગ ધાર્મિક ઉદ્દેશ્ય માટે પણ કરી શકાય છે જેમ કે પૂજા અને અનુષ્ઠાન વગેરે માં.
આ જ રીતે બીલીનું શરબત પણ તમને અનેક પ્રકારના લાભ પહોંચાડે છે. કારણ કે તેમાં બીટાકેરોટિન અનેક જરૂરી મિનરલ અને વિટામીનથી ભરપૂર હોય છે. જેમકે રાઇબોફ્લેવિન, થાયમીન, વિટામીન સી વગેરે. બીલીના શરબતથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે જાણવા માટે આગળ વાંચતા રહો.
ઈમ્યુનિટી બૂસ્ટ કરે:- બેલના શરબતમાં વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ નું પ્રમાણ વધારે હોય છે જે તમારી ઇમ્યુનીટી ને વધારવામાં મદદ કરે છે. ઉનાળામાં આ સરબત પીવાથી તમને બેક્ટેરિયા અને વાયરસ થી થતા સંક્રમણથી બચવા માં મદદ મળે છે.
એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર:- બીલીના રસમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે તેથી આ સોજા વાળા અંગોમાં આરામ આપે છે અને શાંત કરે છે. ગઠિયા વા ના આયુર્વેદિક ઉપચાર માં બિલી ના પલ્પને બીજી અન્ય વસ્તુ સાથે ઉપયોગ કરી શકાય છે કારણ કે આમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે.
લોહીને સ્વચ્છ કરે:- બીપી નું શરબત બ્લડ પ્યુરીફાયર ના રૂપમાં કામ કરે છે. કારણ કે આમાં મિનરલ્સ હોય છે જે શરીરના ટોક્સિન્સ ને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના સિવાય આ નેચરલ ડિટોક્સીફાયર ના રૂપમાં પણ કામ કરે છે જે લીવર અને કિડની ને હેલ્ધી રાખવા માં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરે:- ટ્રાઇગ્લિસરાઇડ્સ, સીરમ અને ટીશ્યુ લિપિડ પ્રોફાઇલ્સ બીલીના શરબત થી પ્રભાવિત થાય છે. પરિણામે, રક્ત કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે નિયમિતપણે બીલીના શરબતનું સેવન એ એક શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.
સ્કિન ઈન્ફેક્શન માં ઉપયોગી:- ઉનાળાના દિવસોમાં સ્કિનની સમસ્યાઓ અને રેસિશ સતત થતા રહે છે. પરંતુ તમે બીલીના ફળથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.ના કેવળ બીલી નો રસ પરંતુ બીલીના પાન, તેલ પણ સ્કિન ને સંક્રમિત કરતા સામાન્ય પ્રકારના ફંગલ થી આપણને બચાવે છે. આ સ્કિન પર ચકામા અને ખંજવાળને ઠીક કરવામાં પણ મદદરૂપ છે.
પાચન માટે સારુ:- બીલીના ફળમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ગેસ્ટ્રિક અને અલ્સરને કંટ્રોલ કરે છે. તો પાચનને લગતી સમસ્યાઓથી બચવા માટે તમારે આ જાદુઈ શરબતને પીવું જોઈએ.