અનહેલ્ધી ડાયટ, અનએક્ટિવ લાઈફસ્ટાઇલ અને વધતો તણાવ કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આવી સમસ્યાઓ દૂર કરવા માટે ફળ આપણને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઋતુ પ્રમાણે મળતા ફળ નો પોતાનો જ આગવો ગુણ હોય છે. અમુક એવા ફળ હોય છે જે બારેય માસ મળતા હોય છે. તેમાં એક સફરજન છે. સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આના દ્વારા રોગોથી લડવા માટે કેટલાય આવશ્યક તત્વો મળેછે. સફરજનમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન વિટામીન એ, વિટામીન સી વગેરે ઉપલબ્ધ હોય છે. સાથે જ તેમાં સોડિયમ અને ઝીંક પણ હોય છે.
આપણે સફરજન તો ખાતા જ હોઈએ છે પરંતુ શું તમે ક્યારેય સફરજનનો મુરબ્બો ખાધો છે? આ મુરબ્બો ખાવાથી પણ કેટલાય પ્રકારના ફાયદા થાય છે. આનુ સેવન કરવું સ્વાસ્થ્ય અને સ્વાદ માટે પણ ઘણું સારું છે. સફરજનનો મુરબ્બો ખાવાથી હાડકામાં સોજો, ગઠિયો વા, મગજ અને હૃદય ના રોગો ની સમસ્યામાં ઘણો આરામ મળે છે, સાથે તણાવ અને ચિંતામાંથી પણ રાહત થાય છે. આવો સફરજનના મુરબ્બા ના ફાયદા અને બનાવવાની રીત વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
સફરજનના મુરબ્બા ના ફાયદા:-
1. કબજિયાત:- જો તમને કબજિયાતની સમસ્યાથી અતિશય પરેશાન છો તો તમારે સફરજનના મુરબ્બાનું સેવન કરવું જોઈએ. આનાથી કબજીયાત અને હળવા ગેસની પરેશાનીમાં રાહત મળે છે. સફરજનનો મુરબ્બો ખાવાથી કબજિયાતની સમસ્યામાં ઘણો આરામ મળે છે. આમાં ફાયબર ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ જૂના કબજિયાતની સમસ્યાને પણ ઠીક કરવામાં અસરકારક છે.
2. ત્વચા:- સફરજનના મુરબ્બા થી ત્વચાની સમસ્યાઓમાં પણ ઘણો ફાયદો થાય છે. આમાં એન્ટીઓક્સિડેન્ટ અને પ્રોટીન ઉપલબ્ધ હોય છે, જે કોલેજ ના ઉત્પાદન માં ઘણું સારું માનવામાં આવે છે.આની મદદથી ત્વચાની રંગત માં પણ નિખાર આવે છે. તેના સિવાય આનાથી ડાગ-ધબ્બા અને કરચલીઓને દૂર કરવામાં ઘણી મદદ મળે છે.
3. તણાવ:- સફરજનનો મુરબ્બો મનને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં સહાય કરે છે. રોજિંદા કામ અને કોઈ માનસિક પરેશાની ના કારણે જો તમે ખૂબ જ પરેશાન અને તણાવમાં રહેતા હોવ તો તમારે સફરજનના મુરબ્બા નું સેવન અવશ્ય કરવું જોઈએ. આ ખૂબ જ સ્વસ્થ અને નરમ હોય છે. આનાથી તમને તણાવ દૂર કરવામાં મદદ મળે છે.
4. કોલેસ્ટ્રોલ:- સફરજનનો મુરબ્બો ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. આ મુરબ્બા થી બેચેની, કમજોરી, ગભરાહટ મહેસૂસ થવા પર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. જો તમને હાઈ કોલેસ્ટોરોલ ની સમસ્યા હોય તો તમને સફરજનના મુરબ્બા થી લાભ થઈ શકે છે.
5. હાઈ બ્લડપ્રેશર:- હાઈ બ્લડપ્રેશર જેવા રોગોમાં પણ સફરજનનો મુરબ્બો ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનના મુરબ્બા માં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં સહાય કરે છે. સફરજનનો મુરબ્બો હૃદયની માસપેશીઓને મજબૂત બનાવે છે જેથી રક્તચાપ ના લક્ષણો ને દૂર કરવામાં મદદ મળે છે.
સફરજનનો મુરબ્બો બનાવવાની રીત:- સફરજનનો મુરબ્બો બનાવવા માટે તમે એક કિલો સફરજન ને પાણીથી ધોઈને સુતરાઉ કાપડથી સરસ રીતે લૂંછી લો અને સાફ કરી લો. હવે સફરજનની છાલ ઉતારીને તેમાંથી બીજ પણ કાઢી લો. હવે પ્રેશર કૂકરમાં બે લીટર પાણીમાં સફરજન નાખી દો. ધ્યાન રાખવું કે સફરજન પાણીમાં ડૂબેલા હોવા જોઈએ. જો પાણીની વધુ જરૂરિયાત હોય તો તેમાં વધુ પાણી નાખી દેવું. આ સફરજન ને પાણીમાં ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી સફરજન નરમ અને કોમળ ન થઈ જાય. સાથે જ તમે ચાસણી બનાવવા માટે એક લિટર પાણીમાં એક કિલો ખાંડ નાંખી દો.
હવે પાણીમાં ખાંડ નાખીને તેને ઉકળવા દો. જ્યાં સુધી ચાસણી ના તાર ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવી. ત્યાર બાદ ઉકળેલા સફરજનમાં ચાસણી નાંખી દો પછી આ બન્નેને ઉકાળો. ચાસણી જ્યાં સુધી બે તાર જેટલી ઘટ્ટ ન થાય ત્યાં સુધી આને ઉકાળવા દેવી. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને તેમાં કેસર નાખો, સફરજનના મુરબ્બા નો સ્વાદ વધારવા માટે તમે તેમાં ઈલાયચી, બદામ અને કાજૂ પણ નાખી શકો છો. આ મુરબ્બા ને તમે કાચની બોટલમાં સ્ટોર કરી શકો છો.
સફરજનનો મુરબ્બો ક્યારે ખાવો જોઈએ:- સફરજનનો મુરબ્બો તમે સવારના સમયમાં ખાઈ શકો છો.જોકે, સાંજે પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ સવારમાં આનું સેવન કરવાથી તમને અનેક લાભ મળે છે. તેના સિવાય એક દિવસમાં એક જ સફરજનના મુરબ્બા નુ સેવન કરવાની કોશિશ કરવી. સંતુલિત માત્રામાં સેવન કરવાથી તમને અનેક લાભ મળે છે. જો તમને ગળ્યુ વધુ પસંદ હોય તો તમે આને અડધી માત્રા પણ લઈ શકો છો.
સફરજનના મુરબ્બા ના નુકસાન:- સફરજનનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે. જો તમને પ્રેગ્નેન્સી દરમિયાન ડાયાબિટીસની સમસ્યની ફરિયાદ હોય તો આનું સેવન કરવાથી બચવું, કારણ કે ખાંડની અધિક માત્રા તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ આનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. સફરજનના મુરબ્બા ના બીજ તમારે ન ખાવા જોઈએ, કારણ કે આ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક થઈ શકે છે. જો આના સેવનથી તમને એલર્જી કે રેસિશ ની સમસ્યા હોય તો આનું સેવન ન કરવું. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન સફરજનના મુરબ્બા નું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.