આપણા રસોઈ ઘરમાંથી જ સરળતાથી મળી રહેતા મસાલા આપણી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘણા ફાયદાકારક સાબિત થાય છે. તેવા જ મસાલામાં એક અજમાનો સમાવેશ થાય છે જેને આપણા ભારતીય રસોડામાં ઘણો જ ઉપયોગ કરવામાં આવે છે.આ તમારી પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. અજમાથી પાચન, ગેસ, અપચો જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
કેટલાક લોકો પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે માર્કેટમાંથી અજમાનું ચૂરણ ખરીદે છે. આ ચૂર્ણ પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે, પરંતુ કેટલાક ચૂર્ણમાં મિલાવટ હોવાની સંભાવના રહે છે. એવામાં જો તમે ઈચ્છો તો અજમાનું ચૂર્ણ ઘરે જ તૈયાર કરી શકો છો. અને ઘરે જ તૈયાર કરેલા ચૂર્ણમાં મીલાવટ પણ નથી હોતી. જે તમને અનેક પ્રકારની સમસ્યાઓથી દૂર રાખે છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને અજમાનું ચૂર્ણ તૈયાર કરવાની રીત જણાવીશું.
અજમાનું ચૂર્ણ તૈયાર કરવાની રીત:- અજમો-20 ગ્રામ, સિંધવ મીઠું-10 ગ્રામ, જીરુ-10 ગ્રામ, સંચળ-10 ગ્રામ, ફુદીનાનો પાવડર લગભગ એક ગ્રામ. સૌથી પહેલા ખલ દસ્તામાં અજમો, સિંધવ મીઠું, જીરું અને સંચળને સરસ રીતે પીસી લો. એ વાતનું ધ્યાન રાખવું કે આમાં તમારે પાણી મિક્સ નથી કરવાનું. હવે આ તૈયાર ચૂર્ણમાં લગભગ એક એક ગ્રામની પડીકી બનાવી લો અને નિયમિત રૂપે નવશેકા ગરમ પાણી સાથે અજમાના આ ચૂર્ણનું સેવન કરવું. આનાથી કબજિયાત અને આપચા જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેના સિવાય આ તમારા સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારે ફાયદાકારક બની શકે છે.
અજમાના ચૂર્ણ ના ફાયદા:-
1) ગેસ અને અપચો દૂર કરે:- નિયમિત રૂપે જો તમે અજમાના ચૂર્ણનું સેવન કરો છો તો આ તમને અપચાથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. વિશેષ રૂપે જો તમે ડેસ્ક જોબ કરો છો તો અજમાના ચૂર્ણ ની એક પડીકી તમારી સાથે જરૂર રાખવી. મોટાભાગના લોકોને લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે મેટાબોલિઝમ કમજોર થવા લાગે છે જેના કારણે ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યા થાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે તમે અજમાના ચૂર્ણનું સેવન કરી શકો છો.
2) વજન ઘટાડે:- અજમો અને સંચળ વજન ઘટાડવામાં અસરકારક છે. આનાથી તમારું મેટાબોલીઝમ બુસ્ટ થાય છે જે વજનને ઘટાડી શકે છે. તેના સિવાય સંચળમાં એન્ટી ઓબેસિટી ગુણ હાજર હોય છે, જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે.
3) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- સંચળ અને અજમાનું મિશ્રણ ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. અજમો અને સંચળ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરવામાં તમારી મદદ કરે છે. તેના સિવાય આ વાયરલ સંક્રમણને પણ દૂર કરવામાં તમારી મદદ કરે છે.
અજમાનુ ચૂર્ણ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેના સેવનથી તમારી અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે.જોકે ધ્યાન રાખવું કે જો તમને સમસ્યા વધારે સમયથી થઈ રહી હોય કે વધી રહી હોય તો તેવી સ્થિતિમાં એક્સપર્ટ ની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…