આપણી આસપાસ કુદરતી વનસ્પતિનો ખજાનો છે અને આ વનસ્પતિઓ ઔષધીય કામ કરે છે. આપણા આયુર્વેદમાં અનેક પ્રકારની જડીબુટ્ટીઓ છે જેને મોટામાં મોટી બીમારીઓમાં ઉપયોગમાં લેવાય છે, એવું જ એક અગથિયાનુ વૃક્ષ છે જેને આયુર્વેદમાં ઘણુ ફાયદાકારક માનવામાં આવે છે. આ વૃક્ષનું ફૂલ, પાન, મૂળ અને છાલ એમ દરેક વસ્તુ દવાના રૂપમાં અનેક રોગોમાં અસરકારક છે. આજે આપણે આ લેખમાં અગથિયાના ફૂલના ફાયદા વિશે જાણીશું.
અગથિયાના ફૂલમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી અલ્સર ગુણોથી ભરપૂર હોય છે. આ ફૂલોનો ઉપયોગ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે કરાય છે. અગથિયાના ફૂલનો ઉપયોગ અર્ક, પાવડર વગેરેના રૂપમાં કરી શકાય છે. જો તમને ડાયાબિટીસ, માથાનો દુખાવો, ખંજવાળ વગેરેની સમસ્યાઓ હોય તો અગથિયાનું ફૂલ ફાયદાકારક થઈ શકે છે. આયુર્વેદાચાર્યે જણાવેલા અગથિયાના ફૂલના ફાયદા જાણવા માટે આગળ વાંચતા રહો.
1) માથાના દુખાવામાં ફાયદાકારક:- અગથિયાના ફૂલનો ઉપયોગ માથાનો દુખાવો ઠીક કરવા માટે કરી શકાય છે. માથાનો દુખાવો થવા પર અગથિયાના ફૂલો નો અર્ક પીવાથી ઘણી રાહત થાય છે. આ અર્ક ડોક્ટરની સલાહ પર પીવાથી માથાના દુઃખાવામાં ઘણો આરામ મળે છે. અગથિયાના ફૂલ આંખોની સમસ્યાને પણ દૂર કરી શકે છે.
2) પેટની સમસ્યામાં ઉપયોગી:- આજના સમયમાં લોકોને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો વધારે કરવો પડે છે. જો તમને પેટની સમસ્યા હોય તો અગથિયાના ફૂલોનો અર્ક પીવો ફાયદાકારક છે. અગથિયાના ફૂલમાં એન્ટી અલ્સર ગુણ હોય છે, જે પેટના અલ્સરને ઠીક કરવામાં અસરકારક છે. અગથિયાંના ફૂલ નો અર્ક ગેસ, પેટ નો દુખાવો અને આંતરડાના સોજાને દૂર કરવામાં રામબાણ છે.
3) ખંજવાળથી રાહત?:- અગથિયાના ફૂલોમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ તત્વ ત્વચાના ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. તેના માટે તમે અગથિયાના ફૂલનો પાવડર બનાવી લો. આ પાવડરને ખંજવાળ વાળી જગ્યા પર લગાવો. તેનાથી તમને ઘણો આરામ મળશે, પરંતુ જો ગંભીર કારણોના લીધે ખંજવાળ થઇ રહી હોય તો ડોક્ટરની સલાહ પર જ આનો ઉપયોગ કરવો.
4) ડાયાબિટીસમાં લાભદાયક:- અગથિયાના ફૂલ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે અગથિયાના ફૂલનો અર્ક ટાઇપ-2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તમે અગથિયાનો ઉકાળો પી શકો છો. તેનાથી બ્લડશુગર નિયંત્રિત રહે છે. અગથિયાના ફૂલોમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
5) ગઠિયા વા માં ફાયદાકારક:- અગથિયાના ફૂલમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ આર્થરાઈટ ગુણ હોય છે. આ ગુણ સંધિવાના દર્દીઓ માટે જરૂરી હોય છે. અગથિયાના ફૂલ સંધિવા દરમિયાન થતો સોજો અને દુખાવાને દૂર કરવા માં મદદ કરે છે. તેથી જો તમને સંધિવાની તકલીફ હોય તો તમે ડોક્ટરની સલાહ પર આ ફૂલનો ઉપયોગ કરી શકો છો
અગથિયા ના ફૂલ ના નુકસાન:- જો ઓછી માત્રામાં અગથિયાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કોઇ નુકશાન નથી થતું, પરંતુ જો તમે વધુ માત્રામાં અગથિયાના ફુલનું સેવન કરશો તો તેનાથી સ્વાસ્થ્ય ને નુકસાનદાયક થઈ શકે છે. તેથી તમારે હંમેશા ડોક્ટરની સલાહ પ્રમાણે જ અગથિયાના ફુલનું સેવન કરવું જોઈએ.
તેના સિવાય અગથિયાના ફૂલ વજન ઘટાડવા આંતરડાનું ઇન્ફેકશન, શરદી-કફ અને ગળાની ખરાશથી પણ રાહત આપે છે. તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે તમે અગથિયાના ફૂલનો અર્ક અને પાવડર લઈ શકો છો. એટલું જ નહીં કેટલાક લોકો અગથિયાના ફૂલનું શાક બનાવીને પણ ખાવાનું પસંદ કરે છે, પરંતુ જો તમને કોઈ સમસ્યા હોય તો આયુર્વેદિક ડોક્ટરની સલાહ લીધા બાદ જ આગથિયાના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay