આજના સમયમાં દરેક માતા-પિતા પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે સતર્ક રહે છે. બાળકને સંપૂર્ણ પોષણ મળે તેનું ખાસ ધ્યાન રાખે છે. પોતાનું બાળક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તેની સંપૂર્ણ કાળજી રાખે છે. દરેક પેરેન્ટ્સને એ પ્રશ્ન થાય છે કે પોતાના બાળકને શું ખવડાવવું અને શું ન ખવડાવવું? અને બાળકો પણ ખાવાની બાબતમાં ખૂબ જ નખરા કરે છે, ત્યારે બાળકોને ફળ ખવડાવવા જોઈએ. દરેક ફળ અલગ અલગ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
એવામાં જો બાળકને કીવી ફળ ખવડાવવામાં આવે તો એ અતિ ફાયદાકારક છે. કીવીને અત્યંત પૌષ્ટિક ફળ માનવામાં આવે છે અને આ ફાઇબર અને આયર્નથી ભરપૂર હોય છે. કીવી ખાવાથી એનીમિયા અને કબજિયાતની બીમારી થતી નથી. બાળકોના આહારમાં કીવીને શામિલ કરતા પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે બાળકોને આ ફળ આપવાથી કયા ફાયદા થાય અને કયા નુકસાન થાય છે.
તો આ લેખ દ્વારા અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું અને બાળકને કીવી કઈ ઉંમરે ખવડાવાય તથા તેના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું. કિવિને ચાઈનીઝ ગૂજબેરી પણ કહેવાય છે. આનો સ્વાદ મીઠો હોય છે. આ વિટામિન, પોટેશિયમ અને હાઈટ્રી ફાઈબરથી ભરપૂર હોય છે. આ ફળ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે ઇમ્યૂનિટીને વધારે છે અને તેમાં કેલરી પણ ઓછી હોય છે.
બાળકને ક્યારેય ખવડાવવું:- પીડીઆટ્રીશ્યનની સલાહ પ્રમાણે આઠ થી દસ મહિનાના શિશુને કીવી ખવડાવી શકાય છે. જો કીવી ખવડાવ્યા બાદ બાળકને ડાયપર રેસીસ કે પેટમાં ગડબડ થઈ રહી હોય તો થોડા મહિના સુધી શિશુને કીવી ન ખવડાવવું.
કેવી રીતે ખવડાવવું:- તમે કોઈપણ નવું ફુડ બાળકને કેવી રીતે ખવડાવો છો એ તમારા પર આધાર રાખે છે. જો તમે બાળકને કોઈ પણ નવું ફૂડ નથી ખવડાવ્યુ તો તમે કીવી પહેલીવાર ખવડાવી શકો છો. પહેલીવાર ક્યારેય બે ફૂડ ને એક સાથે ના ખવડાવવા જોઈએ. પહેલા તેને થોડીક માત્રામાં ખવડાવો અને જુઓ કે તેની અસર કેવી વર્તાય છે. જો તમને એવું લાગે કે બાળકને આનો સ્વાદ પસંદ આવે છે તો તમે એને દરરોજ ખવડાવી શકો છો.
કીવી ખાવાના ફાયદા:- કીવી ખવડાવવાથી બાળકને નીચે પ્રમાણે ના ફાયદા થાય છે. કીવીમાં વિટામિન સી વધુ હોય છે જેનાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. કીવી ફાઈબરથી ભરપૂર હોય છે જેનાથી બાળક ને કબજિયાત નથી થતું. આ બીમારીઓથી લડવા વાળું એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને ઇમ્યૂનિટીને વધારે છે. કીવી અન્ય ખાદ્ય પદાર્થોથી આયર્નને શોષણ કરવામાં વધારો કરે છે.
કીવી ખાવાથી શું થાય છે:- કીવી માં ફાઈટોન્યુટ્રિયન્ટ્સ હોય છે જે ડીએનએ ને રિપેર કરવામાં મદદ કરે છે. આ ફળ ખાવાથી ત્વચા હેલ્ધી થાય છે. આનાથી બાળકનો વિકાસ પણ સારી રીતે થાય છે. કીવી અસ્થમાં, હાઈ બીપી, પથરી અને સ્થૂળતાથી બચાવે છે.
ક્યારે ન ખવડાવવું:- કીવી થી એલર્જી તો નથી થતી પરંતુ આ ફળ એસિડિક હોય છે. આનાથી ડાયપર રેસીસ થઈ શકે છે. જો કીવી ખાધા બાદ બાળક ને પેટમાં પ્રોબ્લેમ, રેસીસ કે બાળક મોઢામાંથી થુંકી રહ્યું હોય તો તેને થોડા મહિના માટે આ ફળ ન ખવડાવો. જો બાળકને એસિડ રીફલક્સ હોય તો એક વર્ષ સુધી કીવી ન ખવડાવવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay