આજનું ખાનપાન અને રહેણી-કરણીના લીધે મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. કેટલાય લોકોની એવી ફરિયાદ છે કે ડાયેટિંગ કરવા છતાં વજન ઊતરતું નથી. તો હવે ગભરાવાની જરૂર નથી કારણ કે એક્યુપ્રેશર દ્વારા વજન ઘટાડી શકાય છે. એક્યુપ્રેશર એ ચીનની એક પ્રાચીન ટેકનીક છે જે આ દિવસોમાં ઘણી લોકપ્રિય બની રહી છે. આના દ્વારા શરીરમાં કેટલાક ખાસ બિંદુઓ પર દબાણ આપવામાં આવે છે, જેનાથી શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે. વ્યસ્ત જીવન શૈલીના કારણે એક્સરસાઇઝ અને ડાયટિંગ દરરોજ કરી શકાતું નથી. શરીરના ખાસ બિંદુઓ દબાવવાથી આની સારી અસર જોવા મળે છે. એક્યુપ્રેશર ટેકનીક ચીનમાં ઘણી પ્રચલિત છે.
જ્યારે વજન વધી જાય છે ત્યારે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર જોવા મળે છે, તેથી વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી બની રહે છે. મહદંશે લોકો વજન ઘટાડવા માટે ડાયટીંગ અને નિયમિત કસરત નો સહારો લે છે, પરંતુ આજકાલની વ્યસ્ત જીવનશૈલીના કારણે તે સંભવ થતું નથી. આવામાં મેદસ્વીતાપણું ઓછુ કરવા માટે એક્યુપ્રેશર ને અપનાવી શકાય છે. આ ચીનની પ્રાચીન ટેકનીક હવે ઘણી લોકપ્રિય બની રહી છે.
આ વજન તો ઘટાડે જ છે પણ સાથે સાથે તણાવ પણ ઓછો કરે છે, પાચન મા સુધાર લાવે અને ચયાપચયની ક્રિયાને અનુકૂળ કરવામાં અસરકારક સાબિત થાય છે. આપણા શરીરમાં કેટલાક ખાસ પોઇન્ટ હોય છે જેને એક્યુપંચર બિંદુ અથવા મધ્યાહ્નન રેખાઓ કહેવાય છે. આનો તમે તમારું વજન ઓછું કરવા માટે પ્રયોગ કરી શકો છો. આવો જાણીએ કયા પોઇન્ટ છે અને તેને કેવી રીતે દબાવવા.
સૈનિનજીયાઓ (SP6):- આ બિંદુઓ આંતરિક પગની ઘૂંટી ના હાડકા થી ત્રણ ઇંચ નીચે સ્થિત હોય છે. માનવામાં આવે છે કે આ પેટના નીચેના ભાગના અંગો અને પેરાસીમ્પેથેટિક તંત્રિકા તંત્ર ને અસર કરે છે. આની પર મસાજ કરવા માટે સૈનિનજીયાઓ બિંદુઓ માંથી એક બિંદુ પર એક કે બે આંગળી રાખો. હવે આંગળીઓથી આ બિંદુ પર હલકા હાથથી સીધો દબાવ આપો. હવે બે ત્રણ મિનિટ સુધી માલિશ કરો આ દરમિયાન સરકયુલર મોશન નો પ્રયોગ કરો. અને આવીજ રીતે બીજી તરફ પણ દોહરાવો.
રેનઝોન્ગ (GV26):- આ બિંદુ જ્યાં આ નાસિકાઓ મળે છે ત્યાં એક ઇંચથી પણ ઓછું નીચે સ્થિત હોય છે. આ બિંદુ ને એક ‘ફિલ્ટ્રમ’ પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મેદસ્વિતાથી લડવા માટે વિશેષરૂપે પ્રભાવી છે. આ બિંદુ ને દ્રઢ દબાવ સાથે માલિશ કરો. જો કે વધુ પડતું જોર ન લગાવવું.
જુહાઈ (SP10):- આ બિંદુ ઘૂંટણની ઉપર અને જાંઘની માંસપેશીઓની નીચે સ્થિત હોય છે. આ બિંદુ પ્લીહા મેરીડિયન ની સાથે સ્થિત છે. માનવામાં આવે છે કે આ બિંદુને દબાવવાથી બ્લડ સુગર ના સ્તરને ઘણો પ્રભાવ પડે છે. આને પણ બે આંગળીઓ વડે હલ્કા હાથથી દબાવવાનું છે.
ઝોઁગવાન (CV12):- આ બિંદુ નાભી થી ચાર ઇંચ ઉપર સ્થિત હોય છે. આ બિંદુ પેટ અને આંતરડાના અંગોને પ્રભાવિત કરે છે. આને હલકા હાથોથી બે-ત્રણ મિનિટ સુધી દબાવો. આ વજન ઓછું કરવાની સાથે પાચન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવામાં સહાયક છે.
જુસાનલી (ST36):- આ બિંદુ ઘૂંટણની ઢાંકણી થી લગભગ ૩ ઈંચ નીચે સ્થિત હોય છે. આ પેટની મધ્યાહ્નન રેખાની સાથે સ્થિત હોય છે. આ પેટના ઉપરના અંગોને પ્રભાવિત કરે છે. આ પેરાસીમ્પેથેટિક તંત્રિકા તંત્ર જે પાચન ને નિયંત્રિત કરે છે, તેનાથી શરીરને ઊર્જા મળે છે અને તેને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
નોંધ – પ્રસ્તુત લેખમાં જણાવેલ ટિપ્સને સલાહ કે વાળો સામાન્ય જાણકારી માટે આપવામાં આવી છે. અને વ્યવસાયિક સારવારના રૂપે ન અપનાવવી. આ રીતને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.