ઉંમર વધવાની સાથે વાળ ખરવા એ એકદમ સામાન્ય છે પરંતુ જો નાની ઉંમરમાં જ તમારા વાળ ખરવા લાગે તો એ ચિંતાનું કારણ બની શકે છે. એવામાં જો તમારા પણ ઘણા બધા વાળ ખરી રહ્યા હોય તો અમે કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમારા વાળ ફરીથી આવવા લાગશ.
જેમ જેમ તમારી ઉંમર વધે છે તમારા શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવતા રહે છે. ઉંમર વધવાની સાથે ધીરે ધીરે તમારા મેટાબોલિઝમ માં બદલાવ જોવા મળે છે, તમારી સ્કીનમાં બદલાવ આવવા લાગે છે. તેવી જ રીતે દર બેમાંથી એક વ્યક્તિને 40 ની ઉંમર સુધી પહોંચતા પહોંચતા ટાલ ની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.
ઉંમર વધવાની સાથે જ પુરુષોમાં વાળ ઘણા ઝડપથી ખરવા લાગે છે અને જોત જોતામાં ટાલ થઈ જાય છે. પરંતુ કેટલીક રીત અપનાવીને તમે ગુમાવેલા વાળ પાછા મેળવી શકો છો. તેના માટે જરૂરી છે કે તમે તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખવું અને ડાયટમાં યોગ્ય વસ્તુઓને સામેલ કરો. જો તમારા વાળ પણ સંપૂર્ણ રીતે ખરી ગયા હોય અને તમે તેને ફરી મેળવવા ઈચ્છતા હોય તો આવો જાણીએ તેના માટે તમારે શું કરવું પડશે.
વાળના વિકાસને અસર કરે છે આ વસ્તુઓ:- વાળ ખરવાની ફેમિલી હિસ્ટ્રી કે જીન્સ, હોર્મોનલ બદલાવ, પોષક તત્વો ની કમી, કીમોથેરાપી કે દવાઓ, તણાવ, ઝડપથી વજન ઘટવું, ટ્રોમાં જેનાથી ફોલિકલ નુકસાન પહોંચે છે. કેટલીક ગંભીર બીમારીઓ.
1) ડાયટમાં પ્રોટીન સામેલ કરો:- વાળના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હેર ફોલિકલ્સ પ્રોટીનથી જ મળીને બને છે. ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાથી વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં જરૂરી છે કે પ્રોટીનનું ઇન્ટેક વધારવા માટે તમે ઈંડા, માછલી જેવા સૈલ્મન અને ઓછી ચરબી વાળા માસનું સેવન કરો તેમાં પ્રોટીન એકદમ યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેનાથી તમે ગુમાવેલા વાળ પાછા મેળવી શકો છો.
2) યોગ્ય વિટામિન લો:- જરૂરી છે કે તમે તમારા ડાયટમાં યોગ્ય વિટામીન ને સામેલ કરો વિટામીન એ સ્કેલપમાં કુદરતી તેલ ના હેલ્ધી લેવલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને વિટામિન ઈ તમારા સ્કેલમા બ્લડ સર્ક્યુલેશન વધારે છે.
3) ટ્રાય કરો આ ઘરેલું ઉપાય:- ઘરેલુ ઉપાય કેટલીક વાર તમારા ખૂબ જ કામ આવી શકે છે કેટલીક વાર તમારા ઘરમાં જ એવી વસ્તુઓ હાજર હોય છે જે તમારી સમસ્યાને સુલજાવી શકે છે. જો તમે ટાલની સમસ્યાથી પરેશાન હોવ અને વાળ પાછા મેળવવા માંગતા હોવ તો તેના માટે લસણ તમારા ખૂબ જ કામમાં આવી શકે છે. તમે તમારા સ્કેલ્પ પર લસણ, આદુ અને ડુંગળીના રસની માલિશ કરી શકો છો. તેને આખી રાત તમારા માથા પર લગાવીને રહેવા દો અને બીજી સવારમાં ધોઈ લો. આ ઘરેલુ ઉપાય સતત કેટલાક અઠવાડિયા સુધી કરવાથી તમારા વાળ ફરીથી ઊગવાના શરૂ થઈ જશે.
4) દરરોજ સ્કેલ્પ ની મસાજ કરો:- વાળનો વિકાસ વધારવા અને તેને પાછા મેળવવા માટે જરૂરી છે કે તમે નિયમિત રૂપે તમારા સ્કેલ્પ ની માલિશ કરો. આમ કરવાથી તમારા માથામાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે. નિયમિત રૂપે ચંપી કરવાથી તમને ખૂબ જ આરામ મળશે સાથે જ વાળ પણ મજબૂત બનશે.
5) ડાયટમાં કરો બાયોટીનને સામેલ:- બાયોટીન કે વિટામીન b7 તમારા વાળમાં કેરાટીન ના ઉત્પાદનમાં મદદ કરે છે અને ફોલિકલ ગ્રોથના રેટને વધારી શકે છે. જોકે એ વાતની સચોટ સાબિતી નથી કે બાયોટીન વાળ ખરતા ઓછા કરે છે, પરંતુ આ વાળના ગ્રોથને વધારવાનું કામ કરે છે. ઈંડા, બદામ, ડુંગળી, શક્કરિયા અને ઓટ્સમાં બાયોટિનનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે.
6) આ રીતે શેમ્પુનો કરો ઉપયોગ:- માર્કેટમાં અનેક પ્રકારના શેમ્પૂ મળે છે જે તમારા વાળને હેલ્દી,શાઈની બનાવવાના દાવા કરે છે પરંતુ તમને જણાવીએ કે આવા શેમ્પુમાં અનેક પ્રકારના કેમિકલ્સ હાજર હોય છે જે તમારા વાળના વિકાસ માટે નુકશાનદાયક હોય છે. એવામાં જરૂરી છે કે તમે શેમ્પુ ખરીદતા સમયે તેની સામગ્રીને ધ્યાનથી વાંચો. સાથે જ એવા શેમ્પુ લો જેમાં ફ્રુટ અને સીડ ઓઇલ જેમકે જોજોબા, નાળીયેર,ઓલિવ અને ઓર્ગન, પ્રોટીન, એલોવેરા, કેફીન વગેરે વસ્તુઓ શામેલ હોય.
7) પૂરતી ઊંઘ લો:- જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારા શરીરનું રિપેરિંગ કામ થાય છે. તમે સૂઈ ગયા પછી શરીર એકસાથે સમારકામ કરે છે. જ્યારે તમે સૂતા હોવ ત્યારે, તમારા વિકાસશીલ હોર્મોન્સ કોષોના ઉત્પાદનને ઝડપી બનાવવામાં મદદ કરે છે જે વાળના વિકાસના સ્વસ્થ દરને જાળવી રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમારે દરરોજ 8 થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)