આજની ખાણીપીણી અને લાઈફ સ્ટાઈલના કારણે વાળની અનેક સમસ્યાઓ વધવા લાગી છે. જો વાળની યોગ્ય દેખભાળ ન કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે. હેર કેર રૂટીન યોગ્ય રીતે ન થવા પર વાળ કમજોર થઈ જાય છે અને તેના કારણે તમારી સુંદરતા પર પણ અસર પડે છે. વાળને હેલ્દી, મજબૂત અને સમસ્યાઓથી મુક્ત રાખવા માટે વાળની યોગ્ય રીતે દેખભાળ કરવી જરૂરી છે. વાળમાં કાંસકો લગાવવાથી તમે વાળને લગતી ઘણી ગંભીર સમસ્યાઓથી બચી શકો છો.
તમારા વાળને યોગ્ય રીતે કોમ્બિંગ કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. જો કે વાળમાં કાંસકો ફેરવવાને લઈને લોકોમાં અનેક પ્રકારની ભ્રામક વાતો પ્રચલિત છે. મહિલાઓને લગભગ એવું કહેવામાં આવે છે કે રાત્રિના સમયે વાળમાં કાંસકો બિલકુલ ન ફેરવવો જોઈએ. એવું કહેવામાં આવતું હતું કે આ વાતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ એક મિથ્યા વાત સિવાય કંઈ જ નથી. વાળમાં યોગ્ય રીતે કાંસકો કરવાથી તમને અનેક પ્રકારના ફાયદા મળે છે. રાત્રે સુતા પહેલા વાળમાં કાંસકો કરવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે.
રાત્રે વાળમાં કાંસકો કરવાના ફાયદા:- રાત્રે વાળમાં કાંસકો લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. રાત્રે કાંસકો લગાવ્યા વગર સુવાથી સવારમાં તમારા વાળ ગૂંચવાઈ જાય છે. ગૂંચાવાના કારણે વાળ જલ્દી તૂટે છે અને કમજોર બની જાય છે. તેથી રાત્રે સુતા પહેલા કાંસકો કરવાના ફાયદા માનવામાં આવે છે. રાત્રે સુતા પહેલા વાળમાં કાંસકો લગાવવાથી તમને આ ફાયદા મળી શકે છે.
1) તૂટતા વાળ:- રાત્રે સુતા પહેલા વાળમાં કાંસકો લગાવવાથી તમારા વાળ તૂટતા બચે છે. રાત્રે લોકો લગભગ વાળને ખુલ્લા કરીને સુવે છે. સૂતી વખતે વાળ એકબીજા સાથે ગૂંચવાઈ જાય છે અને ત્યારબાદ કાસકો લગાવવાથી તમારા વાળ વધારે તૂટે છે. વાળને તૂટતા બચાવવા અને કમજોર થતા રોકવા માટે રાત્રે વાળમાં કાંસકો કરવો ખૂબ જ ફાયદાકારક છે.
2) બ્લડ સર્ક્યુલેશ:- રાત્રે સુતા પહેલા વાળમાં કાંસકો લગાવવાથી તમારા સ્કેલ્પ મા બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. તેનાથી તમારા વાળ ઝડપથી મજબૂત બને છે અને વાળના મૂળ માં ઓક્સિજનનો સપ્લાય યોગ્ય રીતે થઈ શકે છે. વાળની જળને પોષણ મળે છે અને તમારા વાળ હેલ્ધી અને મજબૂત રહે છે.
3) વાળની ચમક:- રાત્રે સુતા પહેલા કાંસકો લગાવવાથી તમારા વાળની ચમક વધે છે. ગુંચવાયેલા હોવાના કારણે તમારા વાળ કમજોર બની જાય છે અને તેની ચમક પણ ઓછી થઈ જાય છે. વાળમાં યોગ્ય રીતે કાંસકો લગાવવાથી તમને ઘણા બધા ફાયદા મળે છે. વાળની ચમક જળવી રાખવા માટે રાત્રે સુતા પહેલા યોગ્ય રીતે કાંસકો લગાવવો જરૂરી છે.
4) ડેન્ડ્રફની સમસ્યા:- વાળમાં ગંદકી ભેગી થવાના કારણે તમને ડેન્ડ્રફ કે રુસી ની સમસ્યા થઈ શકે છે. રાત્રે સુતા પહેલા યોગ્ય રીતે કાંસકો કરવાથી તમારા વાળમાં ભેગી થયેલી ગંદકી દૂર થાય છે અને તેનાથી તમને ડેન્ડ્રફની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
વાળને હેલ્દી અને સાઈની બનાવી રાખવા માટે દરરોજ સુતા પહેલા વાળમાં કાસકો લગાવો ખૂબ જ ફાયદાકારક છે. વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ તૂટવાની સમસ્યા માં પણ ફાયદો મળશે. વાળમાં કાંસકો કરતા સમયે તમારે વધારે જોર નથી આપવાનું અને યોગ્ય દિશામાં કાંસકા નો ઉપયોગ કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay