મિત્રો ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવા ફળોમાં એક જામફળ છે જે શિયાળાની ઋતુમાં જોવા મળે છે. જામફળ ની સાથે સાથે તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જામફળ ના પાનનું પાણી અને ઉકાળા પીવાના ફાયદા વિશે તો તમે ઘણું જ સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો જામફળ ના પાનનું પાણી ત્વચા અને વાળ માટે અત્યંત લાભદાયક છે?
ઘણા બધા લોકો ચહેરો ધોવા માટે જામફળ ના પાનના પાણીનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો વાળ ધોવા માટે. કારણ કે આ ત્વચા અને વાળની અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો કે તમે અલગ અલગ પ્રયોગ કરવાની જગ્યાએ માત્ર નાહવા માટે પણ જામફળ ના પાનના પાણીનો ઉપયોગ કરી શકો છો.
આ પણ તમારી ત્વચા અને વાળને સ્વસ્થ રાખવાની એક સરળ અને ખૂબ જ અસરકારક રીત છે. મિત્રો ઘણા બધા લોકો એવું પૂછે છે કે જામફળ ના પાનના પાણીથી નાહવાના ફાયદા શું હોય છે તો આ વિશે વધુ પ્રકાશ પાડતા આયુર્વેદિક ડોક્ટરે જામફળના પાન ના પાણીથી નાહવાના પાંચ પ્રકારના ફાયદા જણાવ્યા છે. જામફળ ના પાનના પાણીથી નાહવાના ફાયદા જાણવા માટે અંત સુધી આ લેખ વાંચો.
મિત્રો જામફળના પાનમાં ત્વચા અને વાળ માટે જરૂરી અનેક પોષક તત્વો જેમ કે વિટામિન સી અને પ્રોટીન હાજર હોય છે. તેવી જ રીતે આમાં ઔષધીય ગુણ જેમ કે એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઓક્સિડેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ કારણ છે કે આયુર્વેદમાં જામફળ ના પાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે જ તેનો પ્રયોગ વાળ અને ત્વચામાંની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે. તો આવો જાણીએ તેના પાનથી નાહવાના ફાયદા.
1) ડેન્ડ્રફ થી છુટકારો:- વાળની અનેક સમસ્યાઓ જેમ કે વાળનું ખરવું, કમજોર અને પાતળા હોવાની પાછળ ડેન્ડ્રફ એક મોટું કારણ છે. જામફળના પાનનું પાણી સ્કેલ્પની ગંદકી, સ્કેલપની એલર્જી, ડેન્ડ્રફ અને સોરયાસીસ વગેરેને પણ દૂર કરવામાં મદદ કરે છે. કારણકે આ એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. ડેન્ડ્રફ ને દૂર કરીને આ વાળને મજબૂત અને જાડા બનાવે છે.
2) વાળના વિકાસમાં મદદરૂપ:- આ બે મોઢાવાળા, કમજોર, ડ્રાય અને ફ્રીઝી વાળથી પણ છુટકારો અપાવે છે. આ સફેદ વાળ થી બચાવે અને તેને રોકવામાં મદદ કરે છે. આ વાળનો ઝડપથી વિકાસ અને નવા વાળ ઉગાવવામાં મદદ કરે છે, જેનાથી ટાલની સમસ્યામાં મદદ મળે છે. આ તમને લાંબા અને ચમકદાર વાળ મેળવવામાં મદદ કરે છે
3) ત્વચા માં નીખાર લાવે:- જામફળના પાનના પાણીથી નાહવાથી ખીલ, ફોલ્લી, ડાઘ, ધબ્બા, એલર્જી, ચકામા વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. આ ત્વચાની મૃત કોષિકાઓને સાફ કરવામાં પણ મદદ કરે છે. આ ત્વચાના વર્ણમાં નિખાર લાવવામાં અને ત્વચા માં કુદરતી ચમક લાવે છે.
4) હંમેશા દેખાશો યુવાન:- જામફળ ના પાનનું પાણી ત્વચામાં કસાવ લાવવામાં મદદ કરે છે, આ ત્વચાને એક્સફોલિએટ કરે છે અને ત્વચા ની નાની રેખાઓ, કરચલીઓ સાથે જ છિદ્રોને સંકોચવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા જીવંત અને યુવાન દેખાય છે.
5) ત્વચાને કોમળ બનાવે:- ડ્રાય સ્કીનની સમસ્યા દૂર કરવા અને મુલાયમ-કોમળ ત્વચા પ્રદાન કરવામાં પણ જામફળ ના પાનના પાણીથી નાહવામાં મદદ મળે છે. આ એલર્જી વગેરે દૂર કરીને નમી ને લોક કરવામાં મદદ કરે છે. જેનાથી સ્મુથ અને કોમળ ત્વચા મેળવવામાં મદદ મળે છે.
જામફળ ના પાન થી કેવી રીતે નહાવું:- આ બધા જ લાભ મેળવવા માટે તમારે બસ એક નાના વાસણમાં કે ડોલમાં પાણી રેડવાનું છે અને તેમાં 20 થી 25 જામફળ ના પાન નાખવાના છે. જ્યારે પાણી ઉકળી જાય તો તેને થોડું ઠંડુ કરી લો. તમારે સૌથી પહેલા સાદા પાણી અને સાબુથી ત્વચાને સરસ રીતે સાફ કરી લેવાની છે ત્યારબાદ જામફળના પાનના પાણીથી નાહવાનો પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ ત્વચાને ટુવાલની મદદથી થપથપાવીને સૂકવી લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay