આજનું દુષિત વાતાવણ અને અનિયમિત ભોજન આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. તેમાં કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. આ સમસ્યામાં જામફળ અનેક રીતે ફાયદાકારક છે. જામફળ પેટ માટે ફાયદાકારક છે. વિટામિન સી થી ભરપૂર જામફળ અનેક પ્રકારના ચેપી રોગોથી બચાવે છે.
પરંતુ આજે આપણે જામફળની નહીં પરંતુ તેના રસ પીવાના ફાયદા વિશે ની વાત કરીશું. જામફળનો રસ ફાઇબર પોટેશિયમ વિટામિન-સી અને વિટામિન-એ શરીરને અનેક પ્રકારે ફાયદાકારક છે. સાથે જ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. જામફળનો રસ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન કરવામાં પણ મદદરૂપ છે. તેના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
જામફળનો રસ પીવાના ફાયદા:-
1. પેટ સાફ રાખે:- જામફળનો રસ પેટ સાફ રાખવામાં સહાયકારી છે. જામફળના રસને તમે સાંજે બનાવીને પી શકો છો અથવા સવારમાં ખાલી પેટે પી શકાય છે. આમાં એક ખાસ પ્રકારનો રેચક ગુણ હોય છે જે પેટને સાફ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે અને આંતરડાના કાર્યોમાં ઝડપ લાવે છે. જેનાથી આંતરડાની મુવમેન્ટ ઝડપી બને છે. અને મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. આ પ્રમાણે જામફળનો રસ પેટ સાફ કરવામાં સહાયરૂપ થાય છે.
2. પોષક તત્વોથી ભરપૂર:- જામફળનો રસ સમય-સમય પર સ્કિનને ડિટોક્સ કરે છે અને નુકસાનકારક વસ્તુઓથી બચાવવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં જૂની બીમારી વધતી નથી અને શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. જામફળનો રસ લાઇકોપીન અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સથી સમૃદ્ધ હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ શરીરને મુક્ત કણોને અસર રહિત કરવામાં મદદ કરે છે. અને ડીએનએ ને તેનાથી પ્રભાવિત થતા બચાવે છે.
3. મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- જામફળ મગજના કાર્યને વધારી શકે છે કારણ કે તે તમારા શરીરમાં પરિભ્રમણ ને વધારે છે. આમાં પોટેશિયમની ઉચ્ચ માત્રા હોય છે જે મગજમાં બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સીજન સર્ક્યુલેશન ને બહેતર બનાવે છે. જામફળના રસ માં હાજર ખનીજ શરીરમાં અનાવશ્યક સોડિયમના પ્રભાવને દૂર કરવામાં મદદ કરે છે. તેના સિવાય આ પરિભ્રમણ તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને બ્રેન બૂસ્ટ કરે છે.
4. ડાયાબિટીસમાં ફાયદાકારક:- ડાયાબિટીસના દર્દીઓને જામફળનો રસ પીવાથી લાભ થાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં અનિયમિત બ્લડ શુગરનું સ્તર રહેવાના કારણે હૃદય કે જ્ઞાનતંતુને નુકસાન થવાનું જોખમ રહે છે. જામફળમાં ઓછું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે ખાંડના અવશોષણને ઝડપી બનાવવામાં મદદ કરે છે. આથી જ આ રસ માં એન્ટિ ઓક્સિડન્ટ શરીરના ઇલેક્ટ્રોલાઇટ માં પોટેશિયમને સંતુલિત કરવામાં મદદ કરે છે, જે એક સ્વસ્થ હૃદય ના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. આમાં ઉચ્ચ સ્તરીય આહાર ફાઈબર પણ હોય છે જે શરીરમાં લો બ્લડ શુગરના સ્તરને સક્ષમ બનાવે છે.
5. ચહેરાની ચમક વધારે:- જામફળનો રસ વિટામીન એ, બી, સી અને પોટેશિયમથી ભરપૂર હોય છે જે અત્યંત પ્રભાવી એન્ટીઓક્સીડેન્ટ અને ડિટોક્ષીફાયર છે. આ મુક્ત કણોથી લડે છે અને ત્વચામાં લચીલાપણાને વધારે છે. આમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામિન, લાઇકોપીન, બીટા-કેરોટીન અને લ્યુટિન હોય છે જે ચહેરાની ચમક વધારે છે. આ ચહેરામાં અંદરથી ચમક લાવે છે, ત્વચાની સુંદરતા વધારે છે અને કરચલીઓને દૂર કરે છે. જામફળનો રસ વિટામિન અને અન્ય પોષક તત્વો ની યોગ્ય માત્રા પણ પ્રદાન કરે છે. જે મહિલા માટે પોતાના દૈનિક પોષણ સંબંધી જરૂરતોને પૂરી કરવા અત્યંત જરૂરી છે.
તેના સિવાય જામફળમાં વિટામિન બી -9 હોય છે અને ફોલિક એસિડ થી ભરપૂર હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત જરૂરી છે કારણ કે આ બાળકના જ્ઞાનતંતુને વિકસિત કરવામાં મદદ કરે છે અને બાળકોના જ્ઞાનતંતુ સંબંધી વિકારો થી બચાવે છે. જોકે આ રસ અને જામફળ ને પોતાના આહારમાં સામેલ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી કારણ કે આનાથી ગર્ભવતી મહિલાઓને પેટમાં દુખાવો ગેસ અને પેટ ફુલવાની સમસ્યાઓ થઈ શકે છે.