ઋતુ પ્રમાણે આવતા શાકભાજી ની મજા જ કંઈક અલગ હોય છે. એમાંય શિયાળાના શાકભાજી ની તો વાત જ નિરાળી હોય છે. લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે આપણે શિયાળામાં મળતા લીલા વટાણા વિશે વાત કરીશું. અડધો કપ વટાણા જ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. બટાકા-વટાણા અને વટાણા-પનીર જેવા શાકનો સ્વાદ વધારવા લીલા વટાણા નો ઉપયોગી થાય છે. વટાણા એક પ્રસિદ્ધ શાક છે. વટાણા પૌષ્ટિક તો હોય જ છે પણ સાથે સાથે તેમાં ફાઇબર અને એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ પણ સારું એવું હોય છે. તેના સિવાય કેટલીય શોધમાં એવું જણાવવામાં આવે છે કે લીલા વટાણા તમને હૃદય રોગો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થી સુરક્ષા પ્રદાન કરે છે. બીજી બાજુ કેટલાક લોકોનો એવો દાવો છે કે લીલા વટાણા નુકસાનકર્તા છે અને તેને ખાવાથી બચવું જોઈએ. કારણ કે આમાં હાજર એન્ટી નુટ્રીઅન્ટ પેટ ફુલવાની સમસ્યાઓ ઉભી કરી શકે છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું વટાણાનુ પોષણ મૂલ્ય અને તેનાથી શરીરને થતા ફાયદા વિશે.
લીલા વટાણાનુ પોષણક્ષમ મૂલ્ય:- લીલા વટાણા માં કેટલા પોષકતત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. સાથે જ તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. અડધા કપ વટાણા માત્ર 62 કેલેરી હોય છે. તેના સિવાય આ કેલેરીનો 70 ટકા ભાગ કાર્બોહાઈડ્રેડ માંથી આવે છે અને બાકીનો ભાગ પ્રોટીન અને ફેટ માંથી આવે છે. તમારી જરૂરત પ્રમાણે લીલા વટાણા માં દરેક વિટામિન અને મિનરલ્સ ઉપલબ્ધ હોય છે. સાથે જ તેમાં ફાઈબર પણ સારા એવા પ્રમાણમાં હોય છે.
અડધા કપ લીલા વટાણા મા આ પ્રમાણે પોષક તત્વો હોય છે:-
- કેલેરી – 62
- કાર્બોહાઈડ્રેડ – 11 ગ્રામ
- ફાઇબર- 4ગ્રામ
- પ્રોટીન- 4 ગ્રામ
- વિટામીન એ- રોજીંદી જરૂરિયાત ના 34 ટકા
- વિટામિન કે – રોજીંદી જરૂરિયાત ના 24 ટકા
- વિટામીન સી – રોજીંદી જરૂરિયાત ના 13 ટકા
- થિયામીન – રોજીંદી જરૂરિયાત ના 15 ટકા
- ફોલેટ – રોજીંદી જરૂરિયાત ના 12 ટકા
- મેંગેનીઝ – રોજીંદી જરૂરિયાત ના 11 ટકા
- આયર્ન – રોજીંદી જરૂરિયાત ના 7 ટકા
- ફોસ્ફરસ – રોજીંદી જરૂરિયાત ના 6 ટકા
ઉચ્ચ પ્રોટીનનું પ્રમાણ લીલા વટાણાને બીજા શાક થી અલગ જ બનાવે છે. એક ઉદાહરણ લઈએ તો, અડધો કપ પકાવેલા ગાજરમાં માત્ર એક ગ્રામ પ્રોટીન હોય છે જ્યારે અડધા કપ લીલા વટાણા માં તેની સરખામણીએ ચાર ઘણું પ્રોટીન હોય છે.
લીલા વટાણા ના ફાયદા:-
લીલા વટાણા હૃદય માટે ફાયદાકારક:- લીલા વટાણા માં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે તમારા હૃદયને રોગોથી દૂર કરવામાં મદદ કરે છે. એક શોધ પ્રમાણે કહેવાય છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર લીલા વટાણા નું સેવન કરવું જોઈએ જેથી હૃદયરોગના હુમલાનું જોખમ 50 ટકા સુધી ઓછું થઈ જાય છે.
વજન ઓછું કરવામાં સરળતા:- લીલા વટાણામાં વિટામિન કે, મેન્ગેનીઝ, કોપર, વિટામીન સી, ફોસ્ફરસ અને ફોલેટ જેવા જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે વજન ને વ્યવસ્થિત રીતે બનાવી રાખવામાં મદદ કરે છે. એક શોધ પ્રમાણે જણાવવામાં આવ્યુ છે કે અડધા કપ વટાણા માં માત્ર 62 કેલેરી હોય છે, જે તમારા પેટ ને ભરવાની સાથેસાથે વજન ને પણ સંતુલિત રાખવાનું કામ કરે છે.
પાચનતંત્ર ને તંદુરસ્ત રાખે:- વિટામિન સી આપણા પાચનતંત્ર ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે, વિટામિન સી લીલા વટાણા માં પણ ઉપલબ્ધ હોય છે. આ વિટામિન સી તમારી રોજિંદી જરૂરિયાતના 13 ટકા ભાગ પૂરો પાડે છે. વિટામિન સી થી ભરપૂર લીલા વટાણા તમારા પાચનતંત્ર ને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. લીલા વટાણા માત્ર પાચન માંજ નહિ પરંતુ પેટ ના કેન્સર થી પણ સુરક્ષા આપે છે.
કોલેસ્ટ્રોલ:- લીલા વટાણા ના સેવનથી તમારા શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટ્રોલની વચ્ચે સંતુલન બનાવી રાખે છે, જેના કારણે તમારું હૃદય પણ સુરક્ષિત રહે છે. લીલા વટાણા નું સેવન તમારા હૃદયના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
હાડકા મજબુત થાય છે:- હાડકા માટે જેટલું જરૂરી કેલ્શિયમ છે તેટલું જ જરૂરી પ્રોટીન પણ છે. પ્રોટીનની ઉણપથી તૂટેલા હાડકા જોડવા મુશ્કેલ થઈ જાય છે. પ્રોટીનની ઉણપથી હાડકા અશક્ત બની જાય છે. પ્રોટીનથી ભરપૂર લીલા વટાણા તમારા હાડકાને મજબુત બનાવવામાં ઉપયોગી બને છે.
ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરે:- જો તમે ત્વચા સંબંધી સમસ્યાઓથી હેરાન થાવ છો તો લીલા વટાણા ની અધકચરી પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. આમ કરવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ માંથી છુટકારો મળે છે. જો તમારા શરીરનો કોઇ ભાગ બળી ગયો હોય તો વટાણાની પેસ્ટ બનાવીને તેના પર લગાવો. આ પેસ્ટ લગાવવાથી અસરગ્રસ્ત ભાગ માં ઠંડક પડી જાય છે અને તમને રાહત મળે છે.