આપણા રસોડામાં એવી અનેક વસ્તુઓ હોય છે જે ગુણોનો ભંડાર હોય છે અને આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક હોય છે, પરંતુ આપણને તેના ગુણોની ખબર હોતી નથી. આવી વસ્તુઓમાં આદુ લીંબુ અને સિંધવ મીઠાનો સમાવેશ થાય છે. આદુ અને લીંબૂ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીરની ઇમ્યુનિટી વધારવા માં મદદ કરે છે.
આદુમાં વિટામિન સી, કેલ્શિયમ, ઝિંક,કોપર, મેંગેનિઝ અને ક્રોમિયમ ઉપલબ્ધ હોય છે. તેવી જ રીતે લીંબુમાં પણ વિટામિન-સી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ક્લોરિન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. સિંધવ મીઠું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. તેથી તમે આદુ, લીંબુ અને સિંધવ-મીઠું આ મિશ્રણને એક સાથે લઈ શકો છો. આ ત્રણેય એક સાથે લેવાથી તમને પેટ સંબંધી સમસ્યાઓથી આરામ મેળવી શકો છો સાથે જ સ્વાસ્થ્યને પણ ઘણા લાભ થશે. 1) ભૂખ વધારે:- જો તમને ભૂખ ન લાગતી હોય તો તમે આદુ, લીંબુ અને સિંધવ-મીઠું ને એક સાથે મેળવીને લઈ શકો છો. જમ્યા પહેલા આ ત્રણે વસ્તુને એક સાથે લેવામાં આવે તો ભૂખ વધે છે. લીંબુ અને સિંધવ-મીઠું પાચન અગ્નિને તેજ કરે છે અને તેનાથી ભૂખ ખૂલીને લાગે છે.
2) કફ અને વાત વિકાર દૂર કરે:- આયુર્વેદ પ્રમાણે આદું, લીંબુ અને સિંધવ-મીઠુંનું મિશ્રણ કફ અને વાતથી જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરવામાં અસરકારક છે. આદુની તાસીર ગરમ હોય છે તેનાથી શરીરમાં ગરમી આવે છે અને કફ-વાત સંતુલિત થાય છે. જો તમારી પિત્ત પ્રકૃતિ હોય તો આદુનો રસ ઓછી માત્રામાં નાખવો.
3) ઇમ્યુનિટી વધારે:- આદુ,લીંબુ અને સિંધવ-મીઠું આ મિશ્રણ ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આદુ અને લીંબુમાં વિટામિન સી હોય છે વિટામીન સી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. જો તમને શરદી,ઉધરસ કે કફ થઈ રહ્યો હોય તો તમે આ મિશ્રણને એક સાથે મેળવીને લઈ શકો છો.
4) બોડી ડિટોક્સ કરે:- સમય સમય પર બોડી ડિટોક્સ કરવી અત્યંત જરૂરી છે. તેના માટે તમે આદુ, લીંબુ અને સિંધવ-મીઠું આ મિશ્રણનું સેવન એક સાથે કરી શકો છો. આ ત્રણેય પદાર્થો શરીરમાં જમા થયેલી ગંદકી ને સરળતાથી કાઢવામાં મદદ કરે છે. આના સેવનથી બોડી ડિટોક્સ થાય છે. તેની અસર તમારી સ્કિન પર પણ જોવા મળે છે.
5) પાચન માટે ફાયદાકારક:- આદુ લીંબુ અને સિંધવ-મીઠું બધા પદાર્થ પાચનતંત્ર ને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે આમાં હાજર તત્વ ભોજનને પચાવવામાં મદદ કરે છે. જો તમને ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યા રહેતી હોય તો આ મિશ્રણ તમારા માટે લાભદાયક બની શકે છે. આનાથી તમારી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
આદુ, લીંબુ અને સિંધવ-મીઠુંનું સેવન કેવી રીતે કરવું?:- આદુ, લીંબુ અને સિંધવ-મીઠું તમારી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.તમે આનું સેવન એક સાથે મેળવીને કરી શકો છો. તેના માટે તમે એક ગ્લાસ નવશેકુ ગરમ પાણી લો. તેમાં આદુનો રસ,લીંબુનો રસ અને ચપટી સિંધવ-મીઠું મેળવી લો. હવે આ પાણીને દરરોજ સવારમાં ખાલી પેટે પી લો. આ ડ્રિન્ક તમારી બોડીમાં ડિટોક્સ વોટરનું કામ કરશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay