મિત્રો આપણી પાસે કુદરતી સંપત્તિનો અખૂટ ખજાનો છે. જેમાં અવનવી વનસ્પતિઓ છે.અને આ વનસ્પતિઓના ચમત્કારિક ફાયદા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આપણા આયુર્વેદમાં ઘણી વનસ્પતિઓનો ઔષધિના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ ઔષધિ માં એક નામ ગિલોય નુ છે. ગિલોય ખૂબ જ ઉપયોગી અને પ્રસિદ્ધ ઔષધિઓ માંની એક છે. તમને બતાવી દઈએ કે ગિલોય ની સાથે તેનુ જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.
જો કોઈ વ્યક્તિ પોતાના ડાયટમાં ગિલોય ના જ્યૂસને સામેલ કરે છે તો તેનાથી સ્વાસ્થ્યને કેટલાય ફાયદા થાય છે. આજનો લેખ ગીલોય ના જ્યુસ પર જ છે. આજે આ લેખ દ્વારા અમે તમને ગિલોય ના જ્યૂસના સેવનથી થતા ફાયદા અને તેનાથી થતા નુકશાન વિશે જણાવીશું.
ગિલોય ના જ્યુસ ના ફાયદા:- જો તમારા ડાયટમાં ગિલોય નુ જ્યુસ નું સેવન કરો તો સ્વાસ્થ્યને આ પાંચ પ્રકારના ફાયદા થાય છે.
1. તણાવમુક્ત રહેવાય છે:- તણાવમુક્ત રહેવા માટે ગિલોય નું જ્યુસ તમને ખુબ કામ આવી શકે છે. તમને જણાવીએ કે ગિલોય ના જ્યુસ ની અંદર એન્ટી સ્ટ્રેસ ગુણ હાજર હોય છે જે ના કેવળ તણાવને દૂર કરે છે પરંતુ વ્યક્તિના મૂડને પણ સુધારવામાં ખૂબ જ કામ આવી શકે છે. આવામાં વ્યક્તિ તણાવ દૂર કરવા માટે પોતાના ડાયટ માં ગિલોય ના જ્યૂસને સામેલ કરી શકે છે.
2. ઇમ્યુનિટી વધારે:- રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ગિલોય નું જ્યુસ ખૂબ જ કામ આવે છે. તમને જણાવીએ કે ગિલોય ના જ્યુસ માં ઈમ્યુનોમોડયુલેટરી પ્રભાવ હાજર હોય છે જે ના કેવળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે પરંતુ શરીરને કેટલીય બીમારીઓથી દૂર રાખવામાં પણ તમારા કામમાં આવે છે.
3. પાચન ક્રિયામાં મદદરૂપ:- પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવા માટે ગિલોય નુ જ્યુસ ખૂબ જ ઉપયોગી થઇ શકે છે ગિલોય ના જ્યુસ ના માધ્યમથી ના કેવળ આંતરડામાં મજબૂતી આવે છે પરંતુ પાચનક્ષમતા માં પણ સુધારો આવે છે. એવામાં જો તમે પાચનક્રિયાથી સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો ગિલોય ને તમારા ડાયટમાં અવશ્ય સામેલ કરો
4. એનિમિયાથી બચાવે:- શરીરમાં લોહીની ઉણપ એટલે એનિમિયા ની સમસ્યા એવામાં આનાથી બચવા માટે ગિલોય નું જ્યુસ ખુબ કામ આવી શકે છે. આ જ્યુસ આયર્ન ના અવશોષણને વધારો આપવાની સાથે સાથે એનિમિયાની સમસ્યામાં પણ રાહત આપે છે. તેના સિવાય ગિલોય લોહીમાં લાલ અને સફેદ રક્ત કોશિકાઓને વધારો આપે છે તેનાથી એનિમિયાની સમસ્યામાં ફાયદો થઈ શકે છે.
5. તાવને દૂર કરે છે:- ગિલોય નુ જ્યુસ શારીરિક સમસ્યાઓને દૂર કરવાની સાથે સાથે તાવ ની સમસ્યાને પણ દૂર કરે છે. તમને જણાવીએ કે ગિલોય ના મૂળિયા અને તેનો અર્ક તાવમાં રાહત આપવાની સાથે સાથે બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.
ગિલોય જ્યુસ ના નુકસાન:- ગિલોઇ જ્યુસ ના કેટલાક નુકસાન પણ છે તેથી તેને પીતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય અને તેની દવા ચાલતી હોય તો તેઓએ આનુ સેવન ન કરવું જોઈએ. કારણ કે બ્લડ શુગરનું લેવલ ઘટી શકે છે.
આની તાસીર ગરમ હોય છે. જો તેનું વધુ પડતું સેવન થાય તો પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ જેવી કે બળતરા અને ગેસ ની સમસ્યાઓનો સામનો કરવો પડે. ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ જ ગિલોય જ્યૂસનું સેવન કરવું.
નોંધ – અહીં જણાવ્યા પ્રમાણે માલુમ પડે છે કે ગિલોય નુ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકર્તા બની શકે છે. એટલે વ્યક્તિ એ સીમિત માત્રામાં આનું સેવન કરવું જોઈએ. એનાથી વિશેષ માં જો તમે કોઈ સ્પેશિયલ ડાયટ ફોલો કરી રહ્યા હોય અથવા તો કોઈ ગંભીર બિમારીથી ગ્રસ્ત હોવ તો ગિલોઇ જ્યુસ ને પોતાના ડાયટમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.