ભારતમાં મોટા ભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન છે. આપણા આહારમાં અમુક એવી વસ્તુઓ સામેલ થઈ જાય છે કે જેના સેવનથી એસીડીટીની સમસ્યા થાય છે. હવે આજના સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીના કારણે એસીડીટીની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ક્યારેક તો એસીડીટી વિષમ અને અસહજ પરિસ્થિતિ ઊભી કરી દે છે. એસિડિટીને એસિડ રિફ્લક્સ ડિઝીઝ કહેવાય છે. આમાં ગેસ અને પાચ્ય રસ ઉપરની તરફ આવવા લાગે છે આવી સ્થિતિમાં પેટ અને છાતીમાં બળતરા થવા લાગે છે જો એસીડીટી વારંવાર પરેશાન કરે તો આ કેટલીક અન્ય બીમારીઓને પણ જન્મ આપી શકે છે. એટલા માટે તેનો ઈલાજ ખૂબ જ જરૂરી છે.
એસિડિટીથી કેવી રીતે છુટકારો મેળવવો:- અનિયમિત ખાણીપીણી અને જડ પ્રકારની જીવનશૈલીના કારણે આપણા માટે કેટલાય પ્રકારની સમસ્યાઓ નો જન્મ થયો છે તેમાં એસીડીટી ખૂબ જ સામાન્ય સમસ્યા છે. સામાન્ય રીતે આ સમસ્યાને આપણે ગંભીર રીતે ધ્યાનમાં નથી લેતા પરંતુ ક્યારેક આ અજીબ પરિસ્થિતિ ઊભી કરી દે છે.
જો સમય રહેતાં આ સમસ્યાને રોકવામાં ન આવે તો સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક જટિલ સમસ્યાઓને જન્મ આપી શકે છે. એક અભ્યાસ મુજબ એસિડિટીમાં ભોજનમાંથી નીકળતો રસ ગળાની તરફ ઉપરની બાજુ આવવા લાગે છે. એવું ત્યારે થાય છે જ્યારે ગળાનું દ્વાર કાં તો અચાનક આરામ ની સ્થિતિમાં આવી જાય છે કે વ્યવસ્થિત રીતે ફીટ નથી કરી શકતું તેનાથી ગેસ અને પાચ્ય રસ ઉપરની તરફ આવવા લાગે છે.
આવી સ્થિતિમાં પેટ અને છાતીમાં બળતરા થાય છે. વારંવાર એસીડીટી થતી હોય યોં તેના કારણે કેટલીય બીમારીઓ થઈ શકે છે તેથી તેનો ઈલાજ પણ જરૂરી છે. એસીડીટી માટે લોકો કોઈ પણ દવા લઈ લે છે પરંતુ ઘરમાંથી જ સરળતાથી મળી રહે એવી કેટલીક વસ્તુઓ છે જેનાથી એસીડીટી માંથી છુટકારો મેળવી શકાય છે
આવી રીતે એસીડીટી માંથી છુટકારો મેળવાય:-
ગુલકંદ:- ગુલકંદ ને પાણી માં મેળવીને પીવાથી એસીડીટી માંથી છુટકારો મળે છે.
સૂકી દ્રાક્ષ:- એક ખબર પ્રમાણે રાત્રે પાંચ સુકી દ્રાક્ષને પલાળીને સવારમાં ખાલી પેટે ખાઈ લેવી. શક્ય હોય તો તેનું પાણી પણ પી જવું. થોડા દિવસ આવી રીતે સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળશે.
છાશ:- છાશમાં લાખો સારા બેક્ટેરિયા હોય છે. જે પાચનતંત્ર માટે વ્યવસ્થિત રીતે કામ કરે છે. સવારમાં ખાલી પેટે છાશ પીવાથી એસિડિટીમાં રાહત થાય છે.
જાદુઈ પીણું:- એક વાસણમાં કાળા તજ, મરી, લવિંગ, વરીયાળી, હળદર અને તુલસીના પાન લો. આ બધુંય પીસી લો. હવે આબધી વસ્તુ માં પાણી નાખીને ગેસ પર ગરમ કરો. પાંચ મિનિટ પછી તેને ગાળી લો અને તેનું સેવન કરો. એસીડીટીની સમસ્યાથી કેટલાય દિવસ માટે છુટકારો મળી જશે. એસીડીટી મા આ એક રીતે જાદુઈ પીણાં નું કામ કરે છે.