થોરનો છોડ ભલે આપણને દેખવામાં સારો ન લાગે, પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ લાભદાયક છે. આ છોડ પર લાગેલ ફળ તમારા સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક સાબિત થઈ શકે છે. તે ઘણા બધા નામોથી જાણીતા છે, જેમકે, કાંટાદાર નાશપતી, થોર નાશપતી, કાંટેદાર નાશપતી ફળ, નોપલ ફ્રુટ, ટૂના, સબરા, બરબરી નાશપતી અને ભારતીય અંજીર વગેરે.
આ ફળમાં ઘણા બધા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આમ જોવા જઈએ તો થોરના ફળ અને ફુલ ઘણા અલગ હોય છે. ફુલ તુરા સ્વાદ ના હોય છે. અને તેનું ફળ ઘણું રસદાયક હોય છે. આના ફુલ એપ્રિલ થી સપ્ટેમ્બર મહિનામાં થાય છે. જ્યારે, ફળની વાત કરીએ તો નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં સંપૂર્ણ ફળ તૈયાર થઈ જાય છે. તમે તેના કાચા ફળોનું સેવન પણ કરી શકો. છો. અમુક લોકો વિવિધ વાનગી અને સ્મુધી બનાવીને પણ તેનું સેવન કરે છે. આ ફળના કેટલાય રંગો હોય છે જેમકે, શ્વેત, લીલું, રીંગણી, પીળું, લાલ કે નારંગી માં હોઈ શકે છે, આના સેવનથી બવાસીર, લોહીની ઉણપ અને મેદસ્વીતા જેવી અનેક મુશ્કેલીઓ ઓછી કરી શકાય છે.
ફિંડલાના ફળમાં હાજર પોષકતત્વ:- આ ફળમાં ઘણા બધા પ્રકારના વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે, જેમાં બીટાલિન્સ વધુ માત્રામાં હોય છે, તે સિવાય તે વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે, બીટાકેરોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ ,કેલ્શિયમ ફોસ્ફરસથી ભરપૂર હોય છે. આના સેવનથી તમારા સ્વાસ્થ્ય ને ઘણા લાભ થશે.
ફિંડલા ફળના ફાયદા:- આ ફળમાં અમીનો એસિડ,ફૈટી એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટ,બીટાલેન,પૉલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ્ જેવા કેટલાય લાભકારી પોષક તત્વો જોવા મળે છે. આ ફળ શરીરમાંથી ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવામાં લાભકારી સાબિત થઈ શકે છે.
1) આપણા હૃદયને સ્વસ્થ રાખે:- હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણું જ લાભદાયક થઈ શકે છે. તેમાં અલગ અલગ પ્રકારના એંટીઓક્સીડેંટ હોય છે, તે શરીરની કોશિકાઓને સુરક્ષિત રાખવામાં લાભકારી હોય છે આ એન્ટીઓક્સીડેન્ટ તમારા શરીરમાં ટ્રાયગ્લીસરાઇડસ અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. અને તે શરીરમાં ઝેરી પદાર્થોના હાનિકારક પ્રભાવ ને ઓછો કરીને હૃદયની રક્ષા કરે છે. આ ફળને સ્વસ્થ જીવન શૈલીના ભાગરૂપે સામેલ કરવાથી હૃદયની સ્વસ્થતામાં વધારો થાય છે. આનાથી તમારા હૃદયથી જોડાયેલી સમસ્યા થવાનું જોખમ ઓછું રહે છે.
2) શરદી-ઉધરસમાં આરામ આપે:- શરદી ઉધરસની સમસ્યા ને દુર કરવા માટે તમે ફિંડલાના ફળોનું સેવન કરી શકો છો. લગભગ 10 મિલી ફિંડલા ના ફળોનો રસ લો અને તેમાં એક ચમચી મધ મેળવીને તેનું સેવન કરો. આનાથી શરદી ઉધરસની સમસ્યામાં આરામ મળશે.
3) ડાયાબિટીસને કંટ્રોલ કરે:- ફિંડલા ના ફળોનું સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. કેટલાક રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે આ ફળોનું સેવન કરવાથી બ્લડ શુગરના સ્તરને કાબૂમાં લાવી શકાય છે. ખરેખર તો આ ફળ કેટલાય પ્રકારના એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે ડાયાબિટીસથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં લાભદાયક સાબિત થઈ શકે છે. જો તમને ડાયાબિટીસ હોય, તો ડોક્ટરની સલાહ મુજબ આ ફળનું સેવન કરો. જેનાથી તમને ઘણો ફાયદો મળશે.
4) નશો ઉતારવા માં મદદરૂપ:- દારૂના નશા ને ઉતારવા માટે ફિંડલાના ફળોનું સેવન કરી શકાય છે એવુ અમુક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે. સાથે જ નશા ના લક્ષણો જેમકે ઉબકા, ઉલટી અને મોઢું સુકાવાની સમસ્યાઓ દૂર કરવામાં અસરદાર બની રહે છે.
5) પાચન સ્વાસ્થ્ય માટે સારું:- ફિંડલા ના ફળ તમારી પાચન શક્તિને વધારે સારી બનાવવા માં મદદરૂપ થાય છે. આમાં બેટાલિન અને પોટેશિયમ તમારા શરીરમાં ખોરાકને સાચી રીતે શોષિત કરવામાં મદદરૂપ થાય છે. ત્યાં જ, બેટાલિન્સમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે તમારા પાચનતંત્ર અને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.
6) સોજો દૂર કરે છે:- આ ફળનુ સેવન કંઈક કેટલાય પ્રકારના એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. સાથે જ તેમાં પોષક તત્વોની માત્રા ઘણી જ વધારે હોય છે આ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જે સોજાને ઓછો કરવાનો ગુણ ધરાવે છે, સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં તમારી મદદ કરી શકે છે. સ્વસ્થ રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખે છે અને શરીરમાં સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
7) આધાશીશી મટાડે છે :- અમુક રિસર્ચમાં સાબિત થયું છે કે ફિંડલાના ફળ આધાશીશી ના આવર્તનને ઓછું કરવામાં સહાયક બની શકે છે. આ ફળોમાં એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે દર્દ ઓછું કરવામાં અસરકારકછે. તેથી, તે આધાશીશીના લક્ષણને ઓછું કરે છે.
ફિંડલાના ફળોનું સેવન કેવી રીતે કરવું:- સુપર માર્કેટ કે બજારોમાં આ ફળ તમને સરળતાથી મળી શકે છે. સાથે જ કેટલીક જગ્યા પર તેનું ઉત્પાદન પણ થાય છે. આ ફળને ખાવા માટે સૌથી પહેલા આનો ઉપરના કાંટાદાર છાલ ને દૂર કરો. પછી તેની અંદર નરમ પલ્પ દેખાશે, તેને બહાર કાઢીને ખાઈ શકો છો. તમે ઈચ્છો તો તેમાંથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવી શકો છો. ફ્રૂટ સલાડ ના રૂપ માં પણ તમે તેનું સેવન કરી શકો છો. તેના માટે તમે તાજા ફાળો અને ફિંડલાના ફળની ચીરીઓ કાપીને તેમાં ચાટ મસાલો નાખીને તેનું સેવન કરો.
ફિંડલાના ફળ માંથી જેલી કે જામ બનાવીને પણ તમે તેનું સેવન કરી શકો છો. આ ફળથી તમે એક હેલ્ધી પીણું પણ તૈયાર કરી શકો છો. તેના પલ્પમાં ખાંડ, લીંબુનો રસ અને પાણી મેળવીને તેનું સેવન કરો. આ પીણું ઘણું સ્વાદીષ્ટ બની શકે છે. ફિંડલાના ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક નીવડી શકે છે, પણ ધ્યાન રાખો કે જો તમને કોઈ પ્રકારની સમસ્યા હોય, તો ડોક્ટરની સલાહ સુચન મુજબ જ તેનું સેવન કરો. અને વધારે પડતું તેનું સેવન ન કરો તેને કાપતા પહેલા કાળજી જરૂર રાખવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay