શિયાળાની ઋતુમાં ખાનપાનને જોડાયેલી કોઈ ભૂલ કે લાપરવાહી કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ભારે પડી શકે છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં લોકો ગરમ વસ્તુ ખાવાનું પસંદ કરે છે. આ સિઝનમાં વિશેષજ્ઞ પણ તમને ગરમ અને શરીર માટે ફાયદાકારક વસ્તુ જ ખાવાની સલાહ આપે છે. અંજીર અને મધનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. મધ અને અંજીરના ફાયદા શરીર માટે ઘણા બધા છે. મધ અને અંજીર ખાવાથી શિયાળામાં તો ફાયદો મળે જ છે સાથે આના સેવનથી તમારુ સ્વાસ્થ્ય પણ સુધરે છે. શરીરની અનેક સમસ્યાઓ અને બીમારીઓમાં મધ અને અંજીર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં સ્વાસ્થ્ય માટે લાભદાયક ફાઇબર, કોપર, આયર્ન, અને વિટામિન પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે. તેના સિવાય મધમાં પણ કેટલાય પ્રકારના એવા ગુણ હાજર હોય છે જે તમને આ મોસમમાં ગંભીર બીમારી અને સંક્રમણથી બચાવવાનું કામ કરે છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ અંજીર અને મધ ના ફાયદા અને તેનું સેવન કરવાની રીત.
મધ અને અંજીરના ફાયદા:- અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. આમાં હાજર કેલ્શિયમ, ફાઇબર અને એન્ટિ ઓક્સીડેંટ શરીર માટે બહુ જ ઉપયોગી હોય છે. મધ અને અંજીરનું એકસાથે સેવન કરવાથી તમારા શરીરમાં હાજર કેટલીક સમસ્યાઓ દૂર થાય છે મધ માં હાજર ગુણ શરીરના રોગ પ્રતિકારક તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. અને પાચનતંત્ર માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. અંજીર નું સીધું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જો આમાં મધ મેળવીને ખાવામાં આવે તો તેનો ગુણ વધી જાય છે. કબજિયાત અને અપચા જેવી પાચનતંત્ર થી જોડાયેલી ગંભીર સમસ્યામાં પણ અંજીર અને મધનું સેવન ઉપયોગી બની રહે છે. આવો જાણીએ અંજીર અને મધ ના ફાયદા.
1. સુગર કે ડાયાબિટીસની સમસ્યા માં ઉપયોગી:- મધ અને અંજીરનું સંતુલિત માત્રામાં સેવન કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા માં ખૂબ જ ફાયદો થાય છે. અંજીરમાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે જે શરીરમાં બ્લડ શુગર ના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેની સાથે મધમાં હાજર ગુણ પણ ડાયાબિટીસમાં ફાયદાકારક માનવામાં આવે છે. મધ અને અંજીર ને એક સાથે મેળવીને ખાવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે, પરંતુ આનું સેવન કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.
2. કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક:- શરીરમાં પાચન તંત્રનુ સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. પાચનતંત્ર કમજોર હોવાથી શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ વધી જાય છે. અને શરીરને પર્યાપ્ત પોષણ મળી શકતું નથી. મધ અને અંજીરને એક સાથે ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. અંજીરમાં હાજર ફાઈબર પાચનતંત્રને ઠીક કરવામાં ખૂબ જ ઉપયોગી છે. અને મધમાં પણ એવા કેટલાય ગુણ હોય છે જે પાચન તંત્રને મજબુત બનાવવામાં સહાય કરે છે.
3. મોઢાના છાલા ની સમસ્યા માં ઉપયોગી:- મધ અને અંજીરનું સેવન મોઢાના છાલા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મધ માં હાજર ગુણ મોઢાના છાલા ને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને આના સેવનથી પેઢાંને પણ ફાયદો થાય છે. મોઢાના છાલા ની સમસ્યા કેટલાય કારણોસર થઇ શકે છે. આ સમસ્યામાં મધ અને અંજીરને મેળવીને મોઢામાં રાખી થોડી વાર સુધી ચાવવું અને પછી તેને ગળી જવું. ત્યાર બાદ ગરમ પાણીથી કોગળા કરી લેવા. આવી રીતે દિવસમાં બે થી ત્રણ વાર કરશો તો તમને ફાયદો થશે.તમે આ સમસ્યામાં અંજીરના પાન નો પણ ઉપયોગ કરી શકો છો. મધ અને અંજીરના પાનને મેળવીને મોઢામાં રાખી ને થોડીવાર ચાવવું પછી તેને થુંકી દેવું. ત્યાર બાદ નવશેકા ગરમ પાણીથી કોગળા કરવા.
4. વજન ઘટાડવા માટે ફાયદાકારક:- આજના સમયમાં અસંતુલિત ખાનપાન અને જીવનશૈલીના કારણે લાખો લોકો મેદસ્વિતા ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મેદસ્વિતાની સમસ્યા ના કારણે તમારું શરીર કેટલાય પ્રકારની બીમારીઓ નું ઘર બની જાય છે. વજન ઘટાડવા અને મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે મધ અને અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વજન ઓછું કરવા માટે તમે દરરોજ સવારમાં મધ સાથે અંજીર મેળવીને તેનું સેવન કરો. અંજીરમાં ફાઇબર પ્રચુર માત્રામાં હાજર હોય છે, જે તમારા પાચન ને તંદુરસ્ત રાખે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેના સિવાય મધ પણ વજન નિયંત્રિત કરવામાં સારું માનવામાં આવે છે. તમે દરરોજ એક થી બે અંજીરને મધ સાથે મેળવીને સેવન કરો. થોડાક દિવસોમાં જ તમને ફરક જોવાશે.
5. તણાવ અને માનસિક સમસ્યામાં ઉપયોગી:- આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ અને કામકાજના પ્રેશરના કારણે આજના સમયમાં લોકો તણાવ અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ માં ગરકાવ થઇ રહ્યા છે. તણાવ થી છુટકારો મેળવવા માટે અંજીર અને મધનું એકસાથે સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તણાવ, ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યામાં અંજીર અને મધને એક સાથે ખાવ. આના સેવનથી તણાવની સમસ્યા દૂર થાય છે.
6. હાડકા માટે ફાયદાકારક:- અંજીરમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે અને આનુ સેવન કરવાથી હાડકાના સ્વાસ્થ્ય ને ખૂબ જ ફાયદો થાય છે. નિયમિત રૂપે અંજીરનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. તેના સિવાય મધમાં હાજર ગુણ હાડકા થી જોડાયેલી સમસ્યા જેમ કે, હાડકામાં દુખાવો, સાંધામાં સોજો વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે. મધ અને અંજીરનું એક સાથે સેવન કરવાથી હાડકાની સમસ્યાઓમાં ફાયદો થાય છે અને હાડકા મજબૂત બને છે.
7. ગળાની ખરાશ દૂર કરવા ઉપયોગી:- ગળામાં ખરાશની સમસ્યામાં તમને કેટલાય પ્રકારની તકલીફ ઉઠાવવી પડે છે. આ સમસ્યામાં તમે સૂકા અંજીરને મધમાં પલાળી ને ખાવ. મધ માં સૂકું અંજીર મેળવીને તેને પાણીમાં નાખી દો. ત્યારબાદ આ પાણીને પી લો અને અંજીર ને ખાઈ લેવું. આવું દિવસમાં બે વાર કરવુ. મધ અને અંજીરનું ત્રણ થી ચાર વાર સેવન કરવાથી તમારા ગળામાં ખરાશની સમસ્યા માં ફાયદો થશે અને તમારું ગળું પણ સાફ થશે. આના સેવનથી તમને કોઈ હળવા સંક્રમણથી પણ ફાયદો થશે.
8. ત્વચા માટે અત્યંત ફાયદાકારક:- ત્વચાને સારી બનાવવા માટે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે અંજીર અને મધનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. મધને ત્વચા પર લગાવવાથી ડાઘ-ધબ્બા અને ખીલની સમસ્યાઓ દૂર થાય છે. અંજીરમાં પણ તમામ એવા ગુણો ઉપલબ્ધ હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મધ અને અંજીરનું નિયમિત રૂપે સેવન કરવાથી તમારી ત્વચા માં ચમક જળવાઈ રહે છે તથા અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે. તેના માટે તમે દરરોજ અંજીરને મધમાં પલાળી ને ખાઓ.
ઉપર જણાવેલી સમસ્યાઓમાં મધ અને અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળાની ઋતુમાં મધ અને અંજીરનુ સેવન અત્યંત ગુણકારી હોય છે. આનું સેવન તમને ઋતુના બદલાવના કારણે થતા સંક્રમણથી બચાવે છે. અંજીર અને મધ ખાવાથી તમને ઉધરસ અને શરદી જેવી સમસ્યામાં પણ ફાયદો થાય છે. તમે આ બંનેનું સેવન દૂધ સાથે મેળવીને પણ કરી શકો છો. મધ અને અંજીરનું સેવન કરતા પહેલા આનું પ્રમાણ અને ખાવાની રીત વિશે કોઇ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.