ફાસ્ટ ફૂડનું વધતું ચલણ, મસાલેદાર ખોરાક અને સીટીંગ જોબના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી હવે સામાન્ય છે. જો તમને જમ્યા બાદ પેટ ભારે લાગે કે અપચાના લક્ષણો મહેસૂસ થાય તો સૌથી પહેલા તમારે ખાવાની આદતોમાં સુધારો કરવો પડશે. ખાવા-પીવાની ખોટી આદતો અને અવ્યવસ્થિત જીવન શૈલીને કારણે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઘણા લોકોને જમ્યા બાદ પેટ મા દુખાવો ગેસ, અપચો અને એસીડીટી ની ફરિયાદ રહેતી હોય છે. જો તમે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો તમારે સતર્ક રહેવું જોઈએ. સમય રહેતા જો આનો ઇલાજ કરવામાં ન આવે તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જો તમે વરિયાળી જેવી વસ્તુઓનું સેવન કરો છો તો આવા રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો.
આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા અનુસાર જમ્યા બાદ એક ચમચી વરિયાળી ખાવાથી તમે પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. વરિયાળી દુનિયાની સૌથી પ્રાચીન ભારતીય મસાલાઓ માં એક છે. સામાન્ય રીતે મસાલાઓની પ્રકૃતિ ગરમ હોય છે અને પેટને રાહત નથી આપી શકતા, જ્યારે વરિયાળીની તાસીર ઠંડી હોય છે. ખોરાક લીધા બાદ વરિયાળી ચાવવાથી પેટમાં ઠંડકની અસર થાય છે.
વરિયાળીના ઔષધિય ગુણો:- વરિયાળીમાં લઘુ, સ્નીગ્ધા, રસ, મધુરૂં, કટુ, કડવું, તીખું, વીર્ય, ઉષ્ણ વગેરે જેવા ગુણો હોય છે. આ દરેક ગુણ પાચનની તંદુરસ્ત રાખવા માટે ખુબ જ જરૂરી છે સાથે જ મોં ની દુર્ગંધને પણ દુર કરે છે. અને વાત, કફને સંતુલિત કરે છે અને પેટ ની અનેક સમસ્યાઓનો એક બેસ્ટ ઈલાજ છે.
અપચાનો રામબાણ ઈલાજ વરીયાળી:- વરિયાળી ને એક મીઠી જડીબુટ્ટી માનવામાં આવે છે જે શરીરમાં વાત અને કફના સંતુલનને જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. આયુર્વેદ પ્રમાણે વરીયાળી પાચનક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેની ઠંડી તાસીર અને મીઠા ગુણોના કારણે આ વિશેષ રૂપથી પિત્ત ને ઉત્તેજિત કર્યા વગર પાચન અગ્નિને મજબૂત અને ગરમ કરે છે.
ફેફસામાં જમા થયેલા કફને દૂર કરે છે:- વરીયાળી ફેફસામાં જમા થયેલા કફને દૂર કરવામાં ખૂબ જ કારગર નિવડે છે. કહેવાય છે કે વરિયાળીનો સાત્વિક ગુણ મનને ફ્રેશ રાખે છે. અને માનસિક રીતે સતર્ક બનાવે છે. તેની સાથે સાથે આંખોના સ્વાસ્થ્ય અને સુધારવામાં પણ મદદ કરે છે.