આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ, અનિયમિત અને અસંતુલિત ભોજન ના કારણે મોટાભાગના લોકો ખીલ, ફોડલીઓ અને ખીલના કારણે ચહેરા પર થતા ખાડા થી પીડાય છે. જે વ્યક્તિઓની તૈલીય ત્વચા હોય છે તેમને ખીલ વધુ પ્રમાણમાં થાય છે. આપણી ત્વચા પર નાના નાના રોમછિદ્રો હોય છે. એમાંથી ત્વચાનું કુદરતી તેલ અને પરસેવો બહાર નીકળે છે.
ચહેરા પરના ઓપન પોર્સ (રોમછિદ્ર) ના લીધે નાના ખાડા નજર આવે છે. આ ચહેરા પરની સુંદરતાને હણી લે છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમારી ત્વચાને ફરી થી સુંદર બનાવી શકો છો. તેના માટે તમે ઘરે બનાવેલ આ ફેસપેકને અજમાવી શકો છો, જેથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકશો.
1. કેળાની છાલ નો ફેસ પેક:- કેળાની છાલ સાંભળતાં થોડું અજીબ જરૂર લાગે છે પરંતુ એ સાચું છે કે આની મદદથી તમને ઓપન પોર્સની સમસ્યાથી છુટકારો મળી શકે છે. કેળાની છાલ માં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જેનાથી ત્વચા માં પોર્સ ટાઈટ રહે છે. અને તમે હંમેશા યુવાન દેખાવ છો. કેળાની છાલ નો ફેસપેક તૈયાર કરવા માટે છાલ ને બારીક પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો પંદરથી વીસ મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. તમે આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
2. હળદર અને ગુલાબ જળ લગાવવાના ફાયદા:- હળદર ત્વચા માટે ખૂબ જ લાભકારી હોય છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને બેક્ટેરિયાથી બચાવે છે. સાથે ગુલાબ જળ ટોનરનું કામ કરે છે. ઓપન પોર્સને બંધ કરવા માટે હળદર અને ગુલાબ જળનો ઉપયોગ ઘણો લાભદાયી છે.
હળદર અને ગુલાબ જળનો ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં બે ચમચી હળદર અને એક ચમચી ગુલાબજળ નાખો બંને ને સારી રીતે મેળવી લો. હવે આ ફેસપેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ચહેરા ને પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ ફેસપેક લગાવવો.
3. મુલતાની માટીનું ફેસપેક:- ઓપન પોર્ટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મુલતાની માટીનો ઉપયોગ લાભકારી છે. ત્વચાની સુંદરતા ને જાળવી રાખવા માટે તમે મુલતાની માટી નો ઉપયોગ કરી શકો છો. આ ત્વચાની રંગત મા સુધારો કરે છે અને કુદરતી ટોનરની જેમ કામ કરે છે.
આ ફેસપેક બનાવવા માટે 2 ચમચી મુલતાની માટી લેવી. આમાં પાણી અથવા ગુલાબ જળ નાખવું બંને ને સારી રીતે મેળવીને પેસ્ટ બનાવી લેવી. હવે મુલતાની માટીના આ ફેસપેકને તમારા ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ તમારા ચહેરાને ધોઈ લો. આમ કરવાથી ઓપન પોર્સની સમસ્યાથી છુટકારો મળશે.
4. લીંબુ અને મધનો ફેસપેક:- ઓપન પોર્સની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે લીંબુ અને મધ નો ઉપયોગ કરી શકો છો. લીંબુ અને મધ બંને ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે ખૂબ જ સહાયકારી છે. લીંબુમાં એસિડિક ગુણ હોય છે. જે પોર્સ ને ઊંડાણપૂર્વક સાફ કરે છે. મધ ત્વચા ને મોઇશ્ચરાઇઝ કરે છે. અને ત્વચા માં નિખાર આવે છે અને ખીલ દૂર થાય છે.
લીંબુ અને મધનો ફેસપેક બનાવવા માટે એક વાડકીમાં લીંબુનો રસ કાઢી લો. હવે તેમાં થોડું મધ નાખો અને બંનેને મેળવો. આ મિશ્રણને ઓપન પોર્સ ની જગ્યા પર લગાવો. 15 મિનિટ બાદ ધોઇ લો. પરંતુ આનો ઉપયોગ કરતા પહેલા વિશેષજ્ઞ ની સલાહ અવશ્ય લેવી
5. ટામેટાનો ફેસપેક:- ટામેટા માં હાજર ગુણો ત્વચા પરના ડાઘા-ધબ્બા નિસ્તેજતા અને ડાર્ક સ્પોટને દૂર કરે છે. ટામેટા ફેસ ક્લીન અપ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આના માટે તમે એક ટામેટાને સારી રીતે ક્રશ કરી લો, પછી તેને ચહેરા પર લગાવો દસથી પંદર મિનિટ બાદ ચહેરાને સરસ રીતે ધોઈ લો. આમ કરવાથી ધીરે ધીરે ઓપન પોર્સ ઓછા થવા લાગશે.
ઓપન પોર્સ ને ઓછા કરવા માટે ટામેટાંનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે.જો તમે ઓપન પોર્સ ની સમસ્યાથી પરેશાન હોવ તો ઉપર જણાવ્યા પ્રમાણે ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો પરંતુ તેનો ઉપયોગ કરતાં પહેલાં વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay